________________
દેવલોકના સુખોને પ્રાપ્ત કરે તો તે ભવમાં પણ મળેલા સુખોને સુખરૂપે ભોગવી શકતો નથી કારણ કે એ મેળવવાના હેતુથી સંવર કરેલો માટે દેવલોકના સુખો મળતાની સાથે બીજાને એ સુખો મળેલા જુએ છે અને અધિક પણ મળેલા જુએ છે એટલે તરત જ અંતરમાં ઇર્ષ્યા ભાવના વિચારો પેદા થતા જાય છે. મેં મહેનત કરેલી એ મહેનતના ફળ સ્વરૂપે મને સુખો મલ્યા તો આને શાથી મલ્યા? એને મલવા જોઇએ જ નહિ ઇત્યાદિ અનેક પ્રકારના ઇર્ષાના વિચારો કરીને એ સુખોને ભોગવે છે, સાચવે છે, ટકાવે છે અને એનાથી દુર્ગતિમાં જવા લાયક કર્મો બાંધતો જાય છે અને આવા જીવો દેવલોકમાંથી તિર્યંચમાં અથવા અનાર્ય ક્ષેત્રવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થઇ અનેક પ્રકારના પાપ કર્મોને કરીને નરકાદિ દુર્ગતિમાં ભટકવા ચાલ્યા જાય છે. આથી અનુકૂળ પદાર્થોના અર્થિપણા રૂપે ઇન્દ્રિયોની સંવરતા કરવાનો પ્રયત્ન જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે એટલે ઇન્દ્રિયોનું સંવરપણું કરવું એ ક્રિયા રૂપે જીવને અનાદિ કાળનો સંસ્કાર પડેલો જ છે એ સંસ્કાર મનુષ્યપણાને પામે અને ધર્મક્રિયા કરતા કરતા એ સંસ્કાર તાજો થાય અને સંવર કરતો થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આ અનાદિનો સંવરનો સંસ્કાર એ મનુષ્યપણામાં જ્યારે જીવ પુરૂષાર્થ કરીને સંયમનો સ્વીકાર કરે ત્યારે ઉદયમાં આવે અને સંવરને પ્રાપ્ત થઇ નિરતિચાર ચારિત્રનું પાલન કરાવો દેવલોકમાં મોકલે આ રીતે જીવો અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર સંવરને કરી ચુક્યો છે છતાંય સંસાર ઘટતો નથી. ઉપરથી જન્મ મરણની પરંપરા વધતી જાય છે માટે એ સંવર ઔદયિક ભાવવાળો હોવાથી પાપાનુબંધી પુણ્ય બંધાવી-અકામ નિર્જરા કરાવી જન્મ મરણની પરંપરા વધારનારો કહેવાય છે.
જયારે જીવ પોતે મનુષ્ય જન્મ પામીને પુરૂષાર્થ કરતા કરતા લઘુકર્મી બને અને ગ્રંથીદેશે આવી પોતાના આત્મામાં રહેલી ગ્રંથીને ઓળખવાની ઇચ્છા કરે ત્યારે એ લઘુકર્મી બની શકે છે. ગ્રંથી એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ વૈષ કે જે આ પરિણામ જ્ઞાનાવરણીય કર્મના - દર્શનાવરણીય કર્મના અને અંતરાય કર્મના ક્ષયોપશમભાવથી પુષ્ટ થતો જાય છે અને ગ્રંથી કહેવાય છે. એ ગ્રંથીના પરિણામ પોતાના આત્મામાં રહેલા છે તેને જોવાનું, જાણવાનું, ઓળખવાનું મન થાય. ઓળખીને પોતાના રાગાદિ પરિણામથી બચવાનું મન થાય ત્યારે જીવ લઘુકર્મી બને છે. જ્યાં સુધી પોતાના આત્માના પરિણામોને જોવાની, જાણવાની, ઓળખવાની ઈચ્છા પેદા ન થાય ત્યાં સુધી જીવ ભારે કમી કહેવાય છે.
આ રીતે પોતાના આત્માના રાગાદિ પરિણામોને ઓળખવાનો પ્રયત્ન કરતા જીવ પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો અને તેના બસોને બાવન વિકારો એમાં જે અનુકૂળ હોય તેની સાથે ઇન્દ્રિયને જોડતા અને પ્રતિકૂળથી ઇન્દ્રિયોને પાછી ખસેડતા ગ્રંથી મજબુત બને છે અને સંસાર વધે છે મારે સંસાર વધારવો નથી એમ જાણીને ઇન્દ્રિયોનો સંયમ કરવાનો પ્રયત્ન કરે એટલે ઇન્દ્રિયોના કહ્યા મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરે નહિ તે સંવર કહેવાય છે.
આ રીતે સંવર કરવાનો પ્રયત્ન કરતો કરતો ઇન્દ્રિયોને પોતાને સ્વાધીન બનાવે તો એનાથી મિથ્યાત્વ મોહનીયની મંદતા થતી જાય છે અને એ મંદતા વધતી જાય તેમ સંવરની અનુભૂતિ પેદા થતી જાય છે. આથી ઇન્દ્રિયોના સંયમથી જીવને સંયમનો આસ્વાદ પેદા થતો જાય છે. આ રીતે પરિણામ પેદા કરતા કરતા ગ્રંથભેદ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તાકાત હોય તો સંયમનો સ્વીકાર કરે છે. જે સંયમ ભાવ ચારિત્ર રૂપે કહેવાય છે. આ રીતે કરેલો સંવર પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે છે, તત્કાલ ઉદયમાં આવે છે અને તે સંયમની સ્થિરતા એટલે ભાવ
Page 10 of 75