Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ પંચિંગ સૂત્ર આ સૂત્રને વિષે ગુરૂ ભગવંતોના એટલે કે આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણોનું વર્ણન આવે છે. સામાન્ય રીતે અહીં છત્રીશ ગુણોના નામો જણાવેલ છે. બાકી તો વિસ્તારથી આચાર્ય ભગવંતોના છત્રીસ Xછત્રીશ = બારસો અને છ ગુણો થાય છે. એમાંના કોઇપણ છત્રીશ ગુણોથી યુક્ત હોય તે આચાર્ય કહેવાય છે. અહીં આ સૂત્રમાં જે છત્રીશ ગુણો જણાવેલા છે તેના સાત વિભાગ પાડવામાં આવેલા છે. (૧) પાંચ ઇન્દ્રિયોનો સંવર. (૨) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ = નવવાડ. (૩) ચાર કષાયથી મુક્ત થયેલા. આ અઢાર ગુણો પુરૂષાર્થથી પેદા કરવાના હોય છે અને આ અઢાર આત્મિક ગુણને પેદા કરવામાં, પેદા થયેલા ગુણોને વિકસાવવામાં, એ ગુણોને વિશે સ્થિરતા પેદા કરવા અને સંપૂર્ણ આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે એનો ગુણો રૂપે વિભાગ પાડવામાં આવ્યો છે. (૪) પાંચ મહાવ્રતનું પાલન. (૫) જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું પાલન કરવામાં સમર્થ જોઇએ. (૬) પાંચ સમિતિનું પાલન અને (૭) ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત પણે રહેલા. આ અઢાર વ્રતરૂપે કહેવાય છે. ગુણ અને વ્રત બન્ને ભેગા થવાથી જ્ઞાન અને સંયમ બન્ને આવી જાય છે. જ્યાં સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર હોય ત્યાં અવશ્ય સમ્યગુદર્શન હોય જ છે આથી એ છત્રીશ ગુણો કહેવાય આ સૂત્રમાં છત્રીશ ગુણોના સાત વિભાગ પાડેલા છે તે સાત વિભાગના નામમાંથી કોઇપણ નામ આ સૂત્રનું રાખી શકાય છે પણ પહેલો વિભાગ પાંચ ઇન્દ્રિયોનો સંવર હોવાથી અહિ પંચિંદિય સૂત્ર નામ રાખેલું છે. જેમકે બ્રહ્મચર્ય ગુણિ સૂત્ર, કષાય મુક્ત સૂત્ર, મહાવ્રત સૂત્ર, આચાર સૂત્ર, સમિતિ સૂત્ર અને ગુપ્ત સૂત્ર એમ બાકીના છ નામો થઇ શકે છે. પણ પહેલું પદ સંવરનું હોવાથી સંવર સુત્ર પણ કહેવાય છતાં પણ પંચિંદિ પદ પહેલું હોવાથી અહીં પંચિંદિય સૂત્ર તરીકે નામ કહેલ છે. અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો અનુકૂળ પદાર્થોને મેળવવા માટે પાંચ ઇન્દ્રિયોને આધીન થઇને, અનુકૂળ પદાર્થોની સાથે ઇન્દ્રિયોને જોડીને, પ્રતિકૂળ પદાર્થોને વિષેથી ઇન્દ્રિયોને પાછી ખસેડીને દુઃખી થતો જાય છે. તેમ એ જીવોને ખબર પડે કે ઇન્દ્રિયોનો સંવર કરીને જીવન જીવતા જીવતા અનુકૂળ પદાર્થો સારા પ્રાપ્ત થઈ શકે છે એટલે કે દુનિયાના સારા અનુકૂળ પદાર્થો જોઇતા હોય તો ઇન્દ્રિયોનો સંવર કરીને સારી રીતે જીવન જીવીએ તો જરૂર મળી શકે છે એમ ખબર પડે, શ્રધ્ધા પેદા થાય તો તે અનુકૂળ પદાર્થોને મેલવવાના હેતુથી પાંચ ઇન્દ્રિયોનો સંવર કરીને સારી રીતે જીવન જીવે છે પણ એનાથી આત્માને શું થાય છે એ ખબર ન હોવાથી એવા સંવરના જીવનથી જીવો પોતાનો સંસાર વધારી દુઃખ દુઃખ અને દુઃખને પામે છે પણ એમાં એટલું વિશેષ છે કે ઇન્દ્રિયોનો સંવર કરનો જીવન જીવ્યો છે માટે એક ભવ દેવલોકના સુખોનો પ્રાપ્ત થાય છે અને એ Page 9 of 75Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75