________________
સાધુ ભગવંતો અભ્યાસ કરવા નીકળેલા છે. ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણાનો સ્વીકાર કરી ક્ષમા આદિ ગુણોને ધારણ કરતા કરતા શરીરના ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અને એનો અભ્યાસ કરવા માટે એટલે કે પ્રયત્ન કરવા માટે ઘર-પેઢી-કુટુંબ-પરિવાર-પૈસો ટકો છોડીને સંસારનો ત્યાગ કરીને સાધુપણું લઇ પ્રયત્ન કરી રહ્યા છે માટે એજ ખમાસમણથી વંદન કરાય છે.
તીર્થંકરો એ જે કર્યું તે ક૨વાની શક્તિ તીર્થંકરો સિવાય કોઇનામાં હોતી નથી માટે ભગવાને જે કર્યું તે આપણે ક૨વાનું નથી પણ ભગવાને જે કહ્યું તે આપણે કરવાનું છે. એટલે કે ઉપદેશ આપીને જે સાધુપણાનો માર્ગ બતાવ્યો તેનું પાલન કરતા કરતા શુધ્ધ સ્વરૂપ પેદા કરવાનો પ્રયત્ન કરવાનો છે. અ પ્રયત્ન કરવા માટે જે નીકળેલા હોય તેમને ગુરૂ તરીકે માનીને-સ્વીકારીને તીર્થંકર પરમાત્માઓની જેમ એ જ ખમાસમણથી વંદન કરવાનું છે.
‘હે ક્ષમાશ્રમણ’ એટલે
(૧) ક્ષમા = પોતાના પૌદ્ગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આફતો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાય માન નહિ થવા રૂપ ક્ષમા એ ક્ષમાને ટકાવવા માટે અને ક્રોધ કષાયના ઉદયને નિષ્ફળ કરવા માટે રોજ ઉદ્યમ કરે તે ક્ષમા શ્રમણ કહેવાય છે.
(૨) મૃદુતા = પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવા રૂપ મૃદુતાને ધારણ કરી એને ટકાવવા માટે માન કષાયનો જ્યારે જ્યારે ઉદય થાય ત્યારે એનાથી એ માન કષાયને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્ન કરે, ઉદ્યમ કરે તે મૃદુતા શ્રમણ કહેવાય છે.
(૩) સંતોષ = પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવ રૂપ સંતોષ એને ધારણ કરીને ટકાવવાનો પ્રયત્ન કરતા કરતા લોભ કષાયના ઉદયને નિષ્ફલ બનાવવાનો પ્રયત્ન કરે અને લોભના ઉદયને આધીન ન થાય એવા સંતોષ શ્રમણ કહેવાય છે.
(૪) શૌચ = મન-વચન અને કાયાને આરંભ આદિ પાપ પ્રવૃત્તિથી મલિન નહિ કરતા નિરારંભ આદિ શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ જે શૌચ. એ શૌચને ધારણ કરવાનો પ્રયત્ન કરતા કરતા પરિગ્રહના આરંભના વિચારોને નિષ્ફળ કરતા કરતા એટલે પાપના વિચારોને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા કરતા જીવન જીવે છે તે શૌચ શ્રમણ કહેવાય છે.
(૫) સરલતા = પૌદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિક વૃત્તિઓનું સેવન, તેના અભાવ રૂપ સરલતાને ધારણ કરવાનો અભ્યાસ કરવા માટે માયા કષાયનો જ્યારે જ્યારે ઉદય પેદા થતો જાય તેને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરતા જાય એવા સરલતા શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૬) વિમુક્તિ = પૌદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિ ને ધારણ કરવા માટે લોભ કષાયનો જ્યારે જ્યારે ઉદય થાય તેને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા જાય એટલે એને આધીન ન થાય તે વિમુક્તિ શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૭) તપ = પૌદ્ગલિક લાલસાઓ અને એના સાધનો તેના ત્યાગ રૂપ તપની સાધના કરવા માટે વિઘ્ન રૂપ થતાં રસનેન્દ્રિયના પદાર્થોની જ્યારે જ્યારે લાલસાઓ પેદા થતી જાય તો તે લાલસાઓને આધીન ન થતાં
Page 16 of 75