Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ એ લાલસાોને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરતા જાય તે તપ શ્રમણ ભગવંતો કહેવાય છે. (૮) સંયમ = ઇન્દ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવા રૂપ સંયમને ધારણ કરનારા અને એનો અભ્યાસ કરવા માટે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો મલે અને રાગાદિ પેદા થતા હોય તો તેને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા તથા પ્રતિકૂળ વિષયો ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય તો તેમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાનો પ્રયત્ન કરતા એટલે નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા જાય તે સંયમ શ્રમણ ભગવંતો કહેવાય છે. (૯) સત્ય = અસત્યનો ત્યાગ અને હિત સાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવા સત્યને ધારણ કરનારા અથવા ધારણ કરવાનો અભ્યાસ કરનારા અને જ્યારે જ્યારે બોલવાનો વખત આવે ત્યારે ત્યારે અસત્ય ન જ બોલાય એની કાળજી રાખનારા તેમજ સત્ય પણ બીજા જીવોને અહિતકારી ન થાય એવા સત્યનો પણ ત્યાગ કરી એવા વિચારો-વચનોને નિષ્ફળ કરવાનો ઉદ્યમ કરનારા જીવોને સત્ય શ્રમણ ભગવંતો કહેવાય છે. (૧૦) બ્રહ્મચર્ય = શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઇ કેવલ આત્મ ૨મણ કરવા રૂપ બ્રહ્મચર્યને ધારણ કરનારા અથવા ધારણ કરવાનો ઉદ્યમ કરનારા, વિષયોના વિચારો પેદા ન થાય એની સતત કાળજી રાખી જીવન જીવનારા અને વિષયોના વિચારો પેદા થયા હોય તો જ્ઞાનાદિના અભ્યાસથી નિરંતર નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરનારા એવા બ્રહ્મચર્ય શ્રમણ ભગવંતો કહેવાય છે. વિકલ્પ રૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ. પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ. શુધ્ધ ધ્યાન સંસાર એ નિર્ગુણ વસ્તુ છે. એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સંસારિક સુખની અરૂચિ. તેના પ્રતાપે સંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય. સદાય ચિત્તની એકાગ્રતા. અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ, સંસાર સમુદ્રને લંઘી જવા માટે સેતુ સમા જે જે શુધ્ધ ધર્મો એને પેદા કરવામાં ઉદ્યમ કરનારા એવા ક્ષમા શ્રમણો કહેવાય છે. શરીર-મન અને વચન, તપ, સ્વાધ્યાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વૈયાવચ્ચને વિષે શ્રમ કરી કરીને શરીરને થકવી નાંખે તે શ્રમણ કહેવાય છે. આ રીતે ક્ષમા શ્રમણ બનવા માટે ગુરૂ આજ્ઞા શિરોમાન્ય જોઇએ અને ગુરૂ ભગવંતની સાથે સમર્પણ ભાવ જોઇએ. સમર્પણ ભાવ વગર માન પચાવી ન શકાય. જ્ઞાની ભગવંતો કહે છે કે અપમાન પચાવવું સહેલું છે પણ માન પચાવવું બહુ જ અઘરૂં છે. આવા ક્ષમા શ્રમણને હું વંદન કરવાને ઇચ્છુ છું ! આ ખમાસમણ સૂત્રને થોભવંદન સૂત્ર પણ કહેવાય છ. તેમ જ પ્રણિપાત સૂત્ર પણ કહેવાય છે. ઈચ્છકાર સૂત્ર આ સૂત્ર ગુરૂ ભગવંતો માટે જ વપરાય છે. જેમ તીર્થંકર પરમાત્માઓ અને ગુરૂ ભગવંતો માટે Page 17 of 75

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75