Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ આ માર્ગની પ્રાપ્તિ નમો અરિહંતાણં પદને જાણતા એને માનતા અને એનો સ્વીકાર કરતાં અંતરની સ્થિરતા મજબુત થતી જાય છે. આ ગુણને આપનારા અરિહંત પરમાત્મા હોવાથી એટલે કે પેદા કરાવનારા હોવાથી અરિહંત પરમાત્માઓ ઉપકારી ગણાય છે. (૨) નમો સિધ્ધાણં - નમો સિધ્ધાણં પદનો જાપ કરતા એ પદનું ધ્યાન ધરતા ધરતા વિનાશી એવા અનુકૂળ પદાર્થો, એ પદાર્થોનું જે સુખ વિનાશ પામવાવાળું જ છે, અવિનાશી રૂપે કાયમ રહેવાવાળું નથી જ માટે વિનાશી પદાર્થોનું સુખ વિનાશી રૂપે જ છે, એવી બુધ્ધિની સ્થિરતા અંતરમાં પેદા થતી જાય છે અને એનાથી પ્રતિપક્ષી અવિનાશી સુખ દુનિયામાં છે અને તે મારા આત્મામાં રહેલું છે આવી બુધ્ધિ પેદા થતાં થતાં આંશિક અનુભૂતિ અને સ્થિરતા પેદા થતી જાય છે એને જ અવિનાશી ગુણ કહેવાય છે. જ્યાં સુધી વિનાશી પદાર્થોનું સુખ વિનાશી રૂપે લાગે નહિ ત્યાં સુધી અવિનાશી સુખ જગતમાં છે એવી બુધ્ધિ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય જીવને પેદા થવા દેતી નથી. અવિનાશી સુખની આંશિક અનુભૂતિમાં એટલી શક્તિ રહેલી છે કે નરકમાં રહેલા જીવોને નરકના દુ:ખમાં અને તિર્યંચમાં રહેલા જીવોને તિર્યચપણાના દુ:ખમાં સમાધિભાવ પેદા કરાવે છે તેમજ મનુષ્યોને મનુષ્યોના સુખમાં દેવલોકમાં રહેલા દેવોને દેવોના સુખમાં વૈરાગ્યભાવની સ્થિરતા પેદા કરાવે છે. (૩) નમો આયરિયાણં - નમો આયરિયાણં પદના ધ્યાનથી જીવોને આચાર શુધ્ધિ પેદા થતી જાય છે. આચાર શુધ્ધિ એટલે સત્ પદાર્થોને સત્ પદાર્થો રૂપે અને અસત્ પદાર્થોને અસત્ પદાર્થો રૂપે ઓળખાણ પેદા કરાવીને સત્ પદાર્થોનું શક્તિ મુજબનું આચરણ પેદા કરાવે તેને આચાર શુધ્ધિ કહેવાય છે. - જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર આ પાંચ આચારનું સંપૂર્ણ આચરણ અથવા આંશિક આચરણ તે સત્ આચરણ કહેવાય છે. એ પાંચ આચારથી વિપરીત આચરણ જેમકે ઘરે જવું, ધાતુના વાસણ એટલે પાત્રમાં ભોજન કરવું એ વગેરે અસતુ આચરણ કહેવાય છે. (૪) નમો ઉવઝાયાણં - નમો ઉવજઝાયાણં પદનું ધ્યાન કરતા કરતા વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનય એટલે વિશેષે કરીને આત્માને આત્મિક ગુણ તરફ લઈ જાય એને વિનય કહેવાય છે. આ વિનય ગુણ પેદા કરીને જે જ્ઞાન ભણવામાં આવે તે જ્ઞાન આત્મામાં પરિણામ પામતું જાય છે અને વિનય વગરનું જ્ઞાન આત્માને પંડિત બનાવે પણ જ્ઞાન પરિણામ પામે નહિ. (૫) નમો લોએ સવ્વસાહૂણં - નમો લોએ સવ્વસાહૂણં પદનો જાપ કરતા કરતા આત્મામાં સહાય કરવાનો ગુણ પેદા થતો જાય છે. Page 6 of 75

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 75