Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 5
________________ (૯) રૂપવાનમાં જેમ અનંગ = કામદેવ. (૧૦) દેવોમાં જેમ ઇન્દ્ર. (૧૧) સમુદ્રમાં જેમ સ્વયભૂરમણ સમુદ્ર. (૧૨) સુભટોમાં જેમ ત્રિખંડાધિપતિ = વાસુદેવ. (૧૩) નાગમાં જેમ શેષનાગ અથવા નાગરાજ. (૧૪) શબ્દમાં જેમ ગર્જના એટલે કે અષાઢી મેઘની ગર્જના. (૧૫) રસમાં જેમ ઇક્ષુરસ (શેરડીનો રસ). (૧૬) ફુલમાં જેમ કમળ. (૧૭) ઔષધિઓમાં જેમ અમૃત. (૧૮) રાજાઓમાં જેમ રામચન્દ્ર. (૧૯) સત્યવાદીઓમાં જેમ યુધિષ્ઠિર. (૨૦) ધીરતામાં જેમ ધ્રુવ એટલે નિષ્મકંપ. (૨૧) માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ. (૨૨) સામુદાયિક સુખમાં જેમ સુ સંપ. (૨૩) ધર્મમાં જેમ દયાધર્મ. (૨૪) વ્રતમાં જેમ બ્રહ્મચર્ય. (૨૫) દાનમાં જેમ અભયદાન. (૨૬) તપમાં જેમ સત્ય. (૨૭) રત્નમાં જેમ હીરો (વ્રજરત્ન). (૨૮) મનુષ્યોમાં જેમ નિરોગી મનુષ્ય. (૨૯) શીતલતામાં જેમ હીમ. (૩૦) ધીરતામાં જેમ વ્રતધારી (વ્રત અખંડ રીતે પાળે). તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે. એના સઘળાય ઉપકાર હજાર મુખથી પણ કહી શકાય એવા અથવા વર્ણવી શકાય એવા નથી. નવકાર મંત્ર ગણતા ઉપકાર બુધ્ધિનો સંચાર થાય છે. (૧) નમો અરિહંતાણં : નમો અરિહંતાણંનું ધ્યાન ધરતાં જીવને પોતાના આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ્ય પેદા થવા સાથે માર્ગે ચઢાવવા માટેનો રસ્તો હાથમાં આવે છે. એ રસ્તે ચઢવા માટે જેમ અનાદિકાળથી મનુષ્ય જન્મને પામીને ઉપકારી પ્રત્યે ઉપકારની બુધ્ધિ પેદા કરે છે અને જ્યારે રસ્તો હાથમાં આવે છે ત્યારે અપકારી પ્રત્યે પણ ઉપકાર કરવાની બુધ્ધિ અંતરમાં પેદા થતી જાય છે અને પોતાની શક્તિ મુજબ અપકારી જીવોને દુશ્મન ગણવાને બદલે ઉપકારી ગણીને અહોભાવ પેદા કરતો જાય છે આનેજ ભગવાનના શાસનનો માર્ગ કહેવાય છે. Page 5 of 75

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 75