Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ બંધાઇ ગયું તો દુઃખ વેઠવામાં, દુઃખમાં સમાધિભાવ ટકાવી રાખવામાં એ નવકાર મંત્રની એકાગ્રતા સહાયભૂત થાય છે માટે નવકાર મંત્ર સંભળાવાય છે. ૧૦.જયારે બાળકનો જન્મ થાય તે વખતે મારે ત્યાં આવેલો આત્મા પોતાના આત્માનું કલ્યાણ કરતો કરતો મારા આત્માનું કલ્યાણ કરવામાં સહાયભૂત થાય એટલે કે પોતે ભગવાનના શાસનન પામે અને અમને પણ પમાડે તે માટે નવકાર મંત્ર કાનમાં સંભળાવાય છે. આ રીતે નવકાર મંત્ર ગણવાથી-સાંભળવાથી ને સંભળાવવાથી જીવ જો કર્મની લઘુતા લઈને આવ્યો હોય તો એ જીવની યોગ્યતા પેદા કરવામાં, યોગ્યતાને વધારવામાં સહાયભૂત થતો જાય છે અને આ રીતે યોગ્યતા પેદા કરતા કરતો મન, વચન, કાયાના યોગના વ્યાપારથી સત્વ પેદા કરીને દર્શન મોહનીય કર્મ નબળુ પાડતો જાય છે અને એ કર્મનો ક્ષયોપશમ ભાવ જલ્દીથી પ્રાપ્ત થાય એ શક્તિ પ્રાપ્ત કરવામાં આ નવકામંત્ર સહાયભૂત થતો જાય છે. નવકાર મંત્રનો મહિમા, પ્રવચનસારોદ્ધારની ટીકામાં મહાપુરૂષો જણાવે છે કે - (૧) નવકાર મંત્ર સર્વમંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળ સ્થાન છે. (૨) સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ છે. (૩) વિષ = ઝેર-વિષધર - શાકિની, ડાકિની, યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર = નાશ કરનાર છે. (૪) સકલ જગતનું વશીકરણ કરવા માટે આવ્યભિચારી છે. અવ્યભિચારી = સાચું. (૫) પ્રૌઢ પ્રભાવ સંપન્ન નવકાર મંત્ર છે. (૬) ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતને વિષે સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્ભુત છે. આ છ એ પ્રકારના વિશેષણોને સિધ્ધાંતના જાણકાર મહાપુરૂષો નિર્વિવાદપણે જાણે છે, માને છે અને સ્વીકારે છે. નવકાર મંત્રના વિશેષણો પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ પંચપરમેષ્ઠિ ગીતામાં (ગીતા = ગાયન) અલંકારીક શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતા કહ્યું છે કે (૧) પર્વતોમાં જેમ મેરૂપર્વત છે એમ સઘળાય મંત્રમાં એક નવકાર મંત્ર શ્રેષ્ઠ છે. (૨) વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ. (૩) સુગંધમાં જેમ ચંદન. (૪) વનમાં જેમ નંદન. (૫) મૃગમાં (હરણમાં) જેમ મૃગપતિ = સિંહ. (૬) ખગમાં (પક્ષીમાં) જેમ ખગપતિ = ગરૂડ. (૭) તારામાં જેમ ચંદ્ર. (૮) નદીઓમાં જેમ ગંગા. Page 4 of 75Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 75