________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ પરવસ્તુ સાથે નિમિત્તનો વ્યાપ્યવ્યાપકસંબંધ નથી. જ્યાં વ્યાપ્યવ્યાપકપણું હોય ત્યાં એકપણું હોય છે. જ્યાં એકપણું હોય છે ત્યાં કર્તાકર્મપણું એકમાં ઠરે. જ્યાં એકપણું હોય છે ત્યાં કર્તાકર્મપણું એકમાં ઠરે. જ્યાં વ્યાપ્યવ્યાપકપણું ન હોય ત્યાં જુદાપણું ઠરે. જુદાપણામાં કર્તાકર્મપણું ન ઠરે, નિમિત્ત નૈમિત્તિકપણું ઠરે. પોતપોતાની વસ્તુમાં કર્તાકર્મક્રિયા વ્યાપ્યવ્યાપક હોય છે, પરની સત્તામાં વ્યાપ્યવ્યાપક હોતા નથી. નિમિત્તે તે ઉપાદાનથી જુદું છે, તે પોતાની અવસ્થામાં જ સ્વતંત્રપણે ઉપાદાનથી જાદુ પરિણમે છે; પરવસ્તુના કાર્યરૂપે તે પરિણમી શકતું જ નથી.
જીવ અને પુદ્ગલને પોતપોતાનો વિકાર થવામાં પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ સંબંધ નથી. એટલે કે આવું
જ્યાં નિમિત્ત હોય ત્યાં આવું કાર્ય થતું દેખવામાં આવે છે પણ નિમિત્ત તે કાર્યનો ઉત્પાદક નથી. કાર્ય તો સ્વયં પોતાની વસ્તુમાં પોતાના શક્તિના બલથી (પોતાની શક્તિના કારણે ) જ થાય છે, ત્યાં કાર્ય થવામાં નિમિત્ત તન અકિચિંત્પર છે. આ મહાન સિદ્ધાંતનો નિર્ણય કરીને આસ્તિક કર્યા સિવાય કોઈ પણ જીવ સત્ય ધર્મને રસ્તે વળી શકે જ નહિ કારણ કે મિથ્યા ભ્રાન્તિ સેવતાં વિકારનું ટળવું અશક્ય જ છે. માટે વ્યાપ્યવ્યાપકનો સંબંધ ન હોવાથી જીવ અને પુદગલ કેવલ સાવ જાદા છે એમ સચોટપણે આ ગ્રંથમાં સિદ્ધ કરેલ છે. આ રીતે નિમિત્તથી આત્માનું ભિન્નપણું દર્શાવ્યું છે.
જો નિમિત્ત પરની અવસ્થાનું પરિવર્તન થવામાં કાંઈ પણ કાર્યકર નથી તો શાસ્ત્રમાં નિમિત્ત દર્શાવવાનું પ્રયોજન શું છે? તે કહેવામાં આવે છે.
અનાદિકાલથી જીવની પરિણતિ અશુદ્ધ થઈ રહી છે ત્યાં પુદ્ગલકર્મ નિમિત્ત છે. પુદગલ વ્યાપ્યવ્યાપક થઈને જીવને વિકારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com