Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ નજરે દેખવામાં આવે છે. ત્યારે જ જ્ઞાનરૂપી વસ્તુ ભૂતકાલમાં દેખેલી વસ્તુને યાદ કરી શકે કે જો તે ટકતી હોય. જો વસ્તુ એક સમય કરતાં વધારે સમય ટકતી દેખવામાં આવે છે તો “ટકવું” તેનો સ્વભાવ દ 22 ઠર્યો. “ ટકવું ” જેનો સ્વભાવ છે તે વસ્તુ પહેલાં ન હોય તેમ કેમ બને? ટકે છે તો તે વસ્તુ છે, છે ને છે જ, અર્થાત્ તે ત્રણે કાલે ટકે જ. માટે આ દ્રવ્યો પહેલાં ન હતાં તેવી કલ્પના કરવી તે સાવ નિરર્થક જ છે. વસ્તુ સ્વયં સત્ છે. અભાવમાંથી (શૂન્યમાંથી, ન હોય તેમાંથી ) કોઈ પણ વસ્તુ નવી ઉપજે નહિ. સત્નો (હોય તેનો ) વિનાશ હોય નહિ, અસત્ની (ન હોય તેની ) ઉત્પત્તિ હોય. દ્રવ્ય છે તો તે ત્રણે કાલે છે. માટે છ એ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપે અનાદિથી જ હયાતિરૂપે પોતાથી જ વર્તી રહ્યાં છે. જીવ, અજીવ સ્વયં ટકે છે એવી જ્યાં સહજ વસ્તુસ્થિતિ છે ત્યાં તેઓ અનાદિથી કેમ હોય તેવો પ્રશ્ન જ રહેતો નથી. કોઈ પણ વસ્તુ પોતપોતાની અવસ્થા વિના હોઈ શકે નહિ. વસ્તુ છે તો તેની અવસ્થા હોય ને હોય જ. છ એ દ્રવ્યો પોતાના મૂળ નિતિસ્વભાવથી ટકે છે અને તેમની અવસ્થા બદલે છે. વસ્તુજ અવસ્થાનું ‘ બદલવું ’ તે વસ્તુનો સ્વભાવ હોવાથી ઝડપથી એટલે કે એક જ સમયમાં અવસ્થા બદલે. એ રીતે છ દ્રવ્યો ટકીને બદલે છે. આ વસ્તુસ્વભાવનો મૂળભૂત સિદ્ધાંત છે. ત્યાં જીવ અને પુદગલ વિકારૂપે કે અવિકારરૂપે પરિણમે છે તેથી સંસાર અને મોક્ષ બને છે. જો જીવ ટકતો ન હોય તો મોક્ષમાં સુખ કોણ ભોગવે? જો જીવની અવસ્થા બદલાતી ન હોય તો વિકાર ટળી મોક્ષરૂપ અવિકારી દશા ક્યાંથી થાય ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194