________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વરૂપરૂપ થાય ત્યારે આ આત્માનો ધર્મ કેવલ નિજજાતિ-સ્વભાવરૂપ જ થાય છે.
(૧૩) જે કાલે આત્માનાં ગુણો સર્વથા પરભાવરૂપ થાય ત્યારે બહિર્ભાવ કહેવામાં આવે છે કારણકે પરભાવ કાંઈ પોતાની વસ્તુમાં થતો નથી પણ વસ્તુ સમુદાયથી બહારનો ઉપરિભાવ થયો
(૧૪) જે કાલે આત્માના ગુણો ધર્માધર્મરૂપે (વિકારઅવિકાર ભાવે) પરિણમે છે ત્યારે આત્માનો મિશ્રધર્મ કહેવામાં આવે
આ એકાદશવાદ જાણીને તથા સમજીને પોતાના આત્માને માટે શું હિતકર છે, શું અહિતકર છે, શું હેય છે, શું ઉપાદેય છે તેનો વિવેક કરવો, પરલક્ષ છોડી, સ્વ તરફ વળી નિજ શુદ્ધ સ્વરૂપને જ અવલંબવું. પ્રથમ, સ્વપરના વિવેક વિના ભેદજ્ઞાન થયા વિના જીવનો વિકારભાવ કોઈ અન્ય ઉપાયો ટળે જ નહિ એવી વસ્તુ સ્થિતિ છે. “હું શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મા છું' એવી શુદ્ધ આત્માની પ્રતીતિ થયે જ વિકાર ટળે છે. તેથી ભેદવિજ્ઞાન થવા માટે જીવઅજીવનું, સ્વ-પરનું જ્ઞાન હોવું આવશ્યક છે. તે સ્વપરનું જ્ઞાન થવા માટે વાંચકે આ ગ્રંથમાં આગળ આવતું વિવેચન સૂક્ષ્મતાથી વિચારી
લેવું.
હવે પછીના ગ્રંથના વિષયનો વિચાર કરતાં પહેલાં છ દ્રવ્યના સ્વરૂપની સ્થિતિ બહુ જ ટૂંકમાં જાણી લઈએ.
આ જગત શેનું બનેલું છે તે જાણીએ. આ જગત છ દ્રવ્યોનું સહજ જ આપોઆપ બનેલું અનાદિથી ચાલ્યું આવે છે. “એવી સ્થિતિ” ત્યાં “એમ કેમ ?' એવા પ્રશ્નનો અવકાશ જ રહેતો નથી. ત્યાં દરેક વસ્તુ ટકીને બદલે છે, એમ પ્રત્યક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com