Book Title: Atma Avlokan Author(s): Dipchand Shah Kasliwal Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ નિર્ણય કરવો પડશે. કારણકે સાચા દેવગુરુશાસ્ત્ર સિવાય જેમણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી એવાં ખોટાં દેવગુરુશાસ્ત્ર દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ સમજવું અશક્ય છે. સાચા દેવ તો તે જ કહેવાય કે જે નિર્દોષ હોય, જે વીતરાગ અને સર્વજ્ઞ હોય. સાચા ગુરુ અને સાચાં શાસ્ત્ર તે જ કહેવાય કે જે વીતરાગનું પ્રતિપાદન કરે. (૧) વીતરાગની મૂર્તિ દેખતાં એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે રાગાદિ કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. વિકાર ટળતાં નિજ શુદ્ધ સ્વભાવ પ્રગટે છે તેથી વીતરાગ પ્રતિમા જ સંસારી જીવને નિજરૂપ દેખાડવાનું નિમિત્ત છે. ભગવાન વીતરાગ થયા તે એમ દર્શાવે છે કે તેઓ પ્રથમ રાગી હતા. રાગ ટળતાં પ્રભુ થયા. એમ જ આ જીવ શક્તિએ તેમના જેવો હોવાથી રાગ ટળતાં અવસ્થાએ પોતે જ પ્રભુ બને છે. (૨) વળી જેએ કેવલ એક વીતરાગપણાનો જ ઉપદેશ આપે તે જ સાચા ગુરુ છે. (૩) ખરેખર હું વીતરાગ, મારું નિજ સ્વરૂપ જ વીતરાગ છે એમ ભવ્ય જીવ માને છે અને પોતાનું નિજસ્વરૂપ પ્રગટપણે પરિણમતાં તે પોતાનું સ્વરૂપ વીતરાગરૂપે જાણે દેખે-આચરે છે. (૪) જીવ નિજ જાતિરૂપ પોતાના જ સ્વરૂપમાં પરિણમે તેને વિધિવાદ કહે છે. જીવની સ્વરૂપપરિણતિ વિધિયોગ્ય છે કારણ કે જીવ તેથી સુખી થાય છે. જીવની સ્વરૂપ પરિણતિ વિધિયોગ્ય છે કારણ કે જીવ તેથી સુખી થાય છે. જીવની અશુદ્ધ પરિણતિ અવધિરૂપ છે કારણકે જીવ તેથી દુઃખી થાય છે. (૫) જીવને જેટલા કાંઈ તીવ્ર-મંદ શુભાશુભ પરિણામ થાય છે તે બધાંય પરાચરણ છે કારણકે મંદ કષાય કે તીવ્ર કષાય તે જીવનો વિકારભાવ જ છે, વિકાર વગરનો શુદ્ધ જીવ સ્વભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194