Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 4
________________ પરિણામ કરતાં કરતાં નરકાદિ દુર્ગતિઓમાં ભટકવા માટે ચાલતા થાય છે. આથી સન્નીપણું પામીને એ સન્નીપણામાં મોટે ભાગે એ રાગાદિના પરિણામના પ્રતાપે બે હજાર સાગરોપમ કાળમાં દુઃખનો કાળ વિશેષ રીતે ભોગવતા જાય છે અને એમાં કોઇવાર અકામ નિર્જરાથી ભૂખ આદિ વેઠવામાં રાગાદિની કાંઇક મંદતા પેદા થઇ જાય તો દેવ આયુષ્ય બાંધીને દેવલોકમાં જાય છે. આ રીતે જીવો રાગાદિ પરિણામને આધીન થઇને અશુભ પરિણામોની તીવ્રતાને પેદા કરતાં કરતાં એટલે અશુભ આર્તધ્યાન કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે આથી અનુકૂળ પદાર્થના રાગને અશુભધ્યાન દુર્ધ્યાન રૂપે કહેવાય છે. આ રીતે તિર્યંચપણામાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી જીવો એકેન્દ્રિયપણામાં જાય. પાછા ત્રસપણાને પામે અને અકામ નિર્જરાથી સન્ની તિર્યંચપણાને પામી પાછા બે હજાર સાગરોપમ કાળ ત્રસપણામાં પસાર કરી પાછા એકેન્દ્રિયપણામાં જાય. આ રીતે કરતાં કરતાં રાગ મોહનીયની આધીનતાના કારણે અસંખ્યાતી અવસરપીણી અસંખ્યાતી ઉત્સરપીણી કાળ સુધી રખડ્યા કરે છે અને એકેન્દ્રિયપણામાં જો નિગોદમાં જાય તા અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ સુધી પણ રખડ્યા કરે છે. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિયપણામાંથી જીવો જ્યારે અકામ નિર્જરા કરીને મનુષ્યપણાને પામે છે તે મનુષ્યપણામાંથી મોક્ષે જઇ શકતા જ નથી કારણકે ક્લિષ્ટ કર્મો કરીને આવેલા હોય છે એના કારણે એ ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મમાં છઠ્ઠા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતા નથી આથી એ ભવમાં મોક્ષે જતા નથી. મનુષ્યપણામાં એ જીવોને પુણ્યના ઉદયથી જે અનુકૂળ સામગ્રી મળેલી હોય તે સામગ્રીમાં રાગ પેદા થતાં એ રાગના કારણે પુણ્ય ઉપરની શ્રધ્ધા પેદા થતી નથી આથી એમાં રાગ વિશેષ રીતે પેદા કરી કરીને એ સામગ્રીને મેળવવામાં-ભોગવવામાં-સાચવવામાં-ટકાવવામાં-વધારવામાં અને મારી પાસેથી ચાલી ન જાય-નાશ ન પામી જાય એની કાળજી રાખવામાં સમય એટલે કાળ પસાર કરતા જાય છે અને રાગને પુષ્ટ કરતા જાય છે એજ સર્વસ્વ છે એજ મારે જે સુખ જોઇએ છે તે સંપૂર્ણ સુખ આપશે એવા વિશ્વાસથી પોતાનું જીવન જીવતા જીવતા એકાગ્રતા પેદા કરીને નરકાયુષ્યનો બંધ કરે અથવા તિર્યંચાયુષ્યનો બંધ કરી વા માટે જતા રહે છે અને આ રીતે સન્નીપણાના ચારે ગતિમાંથી મોટા ભાગે નરક અને તિર્યંચપણાના દુ:ખ ભોગવવા માટે એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્ક્ત કરે છ એ અનુકૂળ પદાર્થોના રાગના કારણે એમાં સર્વસ્વ સુખની બુધ્ધિથી જીવો અનેક પ્રકારના અશુભ કર્મો ઉપાર્જન કરીને નરકપણું અને મનુષ્યપણું એમાં પણ નરકપણાનું આયુષ્ય લાંબુ અને મનુષ્યપણાનું આયુષ્ય ટુંકું એટલે ઓછું એમ નરક અને મનુષ્ય રૂપે ભવો કરતા કરતા એક હજાર સાગરોપમ કાળ ભટક્યા કરે છે. કેટલાક મનુષ્યો એના જેટલા તીવ્રરાગના પરિણામ વાળા ન હોય તો તિર્યંચનું આયુષ્ય બાંધી તિર્યંચમાં જાય એમ તિર્યંચ અને મનુષ્ય એમ વારંવાર એક હજાર સાગરોપમ કાળ સુધી ભવો કરતાં કરતાં ફ્ક્ત કરે છે તેમાં મનુષ્યનું આયુષ્ય ઓછું તિર્યંચનું આયુષ્ય મોટું એ રીતે જન્મ મરણ કરતાં કરતાં એક રાગના કારણે ફ્ક્ત કરે છે. શાસ્ત્ર કહ્યું છે કે મનુષ્યપણામાં ગર્ભમાં આવેલો જીવ બે મહિનાના આયુષ્યવાળો મનુષ્ય ગર્ભમાં રહેલો હોય તે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે છે. આથી આવા મનુષ્યો ગર્ભમાં બે માસ રૂપે રહી નરકનું આયુષ્ય બાંધીને નરકમાં ઉત્પન્ન થાય છે આથી એક હજાર સાગરોપમ કાળમાં વિચારીએ તો તેમાં સુખનો કાળ વધારે ગણાય કે દુઃખનો કાળ વધારે થાય ? આ રીતે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે મનુષ્યપણામાંથી એક ભવ કોઇને કોઇ વિકલેન્દ્રિયનો કરી પાછો મનુષ્ય થાય અને પાછો ફરીથી નરકમાં ઉત્પન્ન થાય અને એ રીતે નરક-મનુષ્યપણું કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી ફરીથી ફ્ય Page 4 of 97

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 97