Book Title: Ashta Prakari Pujanu Varnan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 3
________________ આ જીવોનો સ્વભાવ :- આહારની શોધ માટે નીકળે, ભૂખ લાગેલી હોય અને સ્પર્શનેન્દ્રિયને અને રસનેન્દ્રિયને અનુકૂળ આહાર મળે તો પણ પોતાની ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ન લાગે તો એટલે કે ગંધ પોતાને અનુકૂળ ન લાગે તો તે આહારને છોડીને બીજે જાય છે. એમાં જતાં જતાં વચમાં ગમે ત્યાં ચગદાઇ જતાં મરણ પામે તો પણ આ જીવોની આહારની સંજ્ઞા રહેલી હોવાથી કર્મબંધ વિશેષ કરે છે. ઘણાં જીવોનો અહીં પણ એવો સ્વભાવ હોય છે કે ગમે તેટલા સારા સ્વાદવાળા પદાર્થો વિશ્વાસુ માણસે બનાવેલા હોય તો પણ ખાવા માટે આપવામાં આવે તો પહેલા ચાખશે. જો ચાખવામાં પોતાને અનુકૂળ લાગશે તો ખાશે નહિ તો કહેશે ભૂખ નથી પેટ બરાબર નથી ઇત્યાદિ અનેક પ્રકારના વચનો કહીને ખાશે નહિ. એવી જ રીતે કેટલાક જીવોનો એવો સ્વભાવ હોય છે કે ગમે તેટલા રસાસ્વાદવાળા પદાર્થો આપવામાં આવે વિશ્વાસુ એ બનાવેલ હોય તો પણ એ પદાર્થોને ખાવાથી ચાખવાથી અનુકૂળ સ્વાદવાળા હોય તો પણ એ પદાર્થ હાથમાં લઇ નાક પાસે લઇ જઇ સુંઘશે એને એ પદાર્થની ગંધ અનુકૂળ લાગશે તોજ એ પદાર્થને ખાવાનો ઉપયોગ કરશે નહિ તો છોડી દેશે અને ખોટા બહાના કાઢીને ભૂખ્યા રહેશે. આ સ્વભાવને જ જ્ઞાની ભગવંતોએ વિશેષ રાગાદિનું કારણ કહેલ છે અને આ રીતે તેઇન્દ્રિય જીવો વિશેષ કર્મબંધ કરીને એકેન્દ્રિયાદિમાં ચાલ્યા જાય છે. જો કોઇ વિશેષ દુ:ખ વેઠવાથી અકામ નિર્જરા સારી રીતે પેદા થઇ જાય તો તે જીવ ચઉરીન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયો હોય છે એ ચઉરીન્દ્રિયમાં ચક્ષુ ! વધારે મળેલી હોવાથી આ જીવોને જે પદાર્થો આહાર માટે મલતા હોય-ભૂખ લાગેલી હોય-રસના સ્વાદમાં બરાબર હોય-ગંધમાં પણ બરાબર હોય પણ જો જોવામાં અનુકૂળ ન લાગે તો તે પદાર્થોને ગ્રહણ કરતા નથી અને એને છોડીને બીજા પદાર્થોની શોધ માટે નીકળે છે આથી એટલી આહાર સંજ્ઞા વિશેષ પેદા થયેલી હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં સો ઘણો અધિક કર્મબંધ કરે છે અને પોતાનો સંસાર વધારતા જાય છે. ચઉરીન્દ્રિય જીવો પોતાની ચાર ઇન્દ્રિયોના વીશ વિષયો અને બસોને ચાલીશ વિકારોને વિષે રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારતા જાય છે અને એકેન્દ્રિયાદિ પણાનું આયુષ્ય બાંધી પાછા એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. એમાં કોઇવાર દુઃખ વેઠતા વેઠતા અકામ નિર્જરા વિશેષ પેદા થઇ જાય તો ચઉરીન્દ્રિયપણામાંથી અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય છે. આ જીવોને મન ન હોવાથી પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થોને વિષે રાગાદિ પરિણામ કરીને એટલે ઇન્દ્રિયોનાં ત્રેવીશ વિષયો અને બસો બાવન વિકારોને વિષે રાગાદિ કરીને એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગણો કર્મબંધ કરી સંસારમાં પરિભ્રમણ કરતા જાય છે એમાં દુઃખ વેઠતા વેઠતા અકામ નિર્જરા થઇ જાય તો સન્ની પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. જો વિશેષ નિર્જરા થાય તો મનુષ્યપણાને પામે અન એનાથી ઓછી નિર્જરા થાય તો સન્ની તિર્યંચપણાને પામે છે. અહીં અસન્ની પંચેન્દ્રિયપણા સુધી જીવો પોતાના કર્મની પ્રધાનતાથી જીવે છે એમાં પુરૂષાર્થ કામ લાગતો નથી કારણકે અહીં સુધીનાં જીવોને ભગવાનની દેશનાના શબ્દો પણ ઉપયોગી થઇ શકતા નથી. સન્ની પંચેન્દ્રિય તિર્યંચપણાને પામેલા જીવો મનુષ્ય લોકને વિષે ઉત્પન્ન ન થયા હોય અને મનુષ્યલોકની બહાર ઉત્પન્ન થયા હોય તો ત્યાં એ જીવોને ભગવાનની દેશનાના શબ્દો સાંભળવા મલતા નથી અને આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલો કર્મબંધ વિશેષ કરતા જાય છે એટલે આ જીવો મળેલી પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોને વિષે અને બસો બાવન વિકારોને વિષે અનુકૂળ-પ્રતિકૂળ કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારતા જાય છે અને વિશેષ રીતે રાગાદિ Page 3 of 97Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 97