Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ શક્તિ પેદા કરીને ઇન્દ્રિય બનાવવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત કરે છે. આથી શરીર અને સ્પર્શેન્દ્રિય બન્ને પ્રાપ્ત થતાં એના પ્રત્યેનો રાગ વિશેષ સ્પષ્ટ રીતે બનાવી જીવન જીવતા જાય છે. આ રીતે એકેન્દ્રિયપણામાં જીવો વધારેમાં વધારે એક ભવનું બાવીશ હજાર વરસનું આયુષ્ય ભોગવતા ભોગવતા પોતાનો કાળ પૂર્ણ કરી શકે છે અને પોતાના આત્માના રાગાદિ પરિણામને સંસ્કાર રૂપે સ્થિર કરતા જાય છે આ રીતે એકેન્દ્રિયમાં નિગોદ સિવાયના બાકીના એકેન્દ્રિયપણામાં અસંખ્યાતા ભવો કરતાં કરતાં અસંખ્યાતા કાળ સુધી રાગાદિને સ્થિર કરે છે અને નિગોદને વિષે અનંતા ભવો કરતા કરતા અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ સુધી આજ રાગાદિ પરિણામોને સ્થિર કરતાં જાય છે એ અનંતા ભવોમાં અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવો કરતાં સાદિ સૂક્ષ્મ નિગોદમાં વિશેષ રાગાદિ પરિણામ હોવાથી વિશેષ રીતે પેદા થયેલા રાગાદિના સંસ્કાર સ્થિર કરતાં જાય છે. આ રીતે એકેન્દ્રિયપણામાં કાળ પસાર કરતાં કરતાં અકામ નિર્જરા દ્વારા દુ:ખને સહન કરતાં પુણ્ય બંધાય એ પુણ્યના પ્રતાપે જીવો બેઇન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. એ બેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ થાય એટલે જીવો કર્મબંધ વિશેષ રીતે કરતા જાય છે. એટલે કે એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કર્મબંધ કરે છે કારણકે એ જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો હોય છે. એકેન્દ્રિયપણામાં રહેલા જીવો સ્પર્શેન્દ્રિયથી એના આઠ વિષયો તેમજ છઠ્ઠું વિકારોને વિષે રાગ કરતા કરતા એટલે રાગાદિ કરતા કરતા ફ્ક્ત કરે છે એમ બેઇન્દ્રિયવાળા જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તેના છઠ્યું વિકારો તથા બેઇન્દ્રિયના પાંચ વિષયો અને તેના વ્હોંતેર વિકારો એમ ચૌદ વિષયો તથા એકસો અડસઠ વિકારોને વિષે રાગાદિ પરિણામ કરતા કરતા સંસારની વૃધ્ધિ કરતા જાય છે. આ જીવોને એક ઇન્દ્રિય અધિક મલવાથી આ જીવો આહારની શોધ માટે નીકળેલા હોય-ભૂખ લાગી હોય છતાં પણ જો એ મળેલા આહારના પુદ્ગલો રસનેન્દ્રિયથી ચાખવાથી જો સ્વાદમાં અનુકૂળ । લાગે તો તે ઉપયોગમાં લે અને અનુકૂળ ન લાગે તો ભૂખ વેઠીને પણ એ આહારને છોડીને બીજા આહાર શોધ માટે જાય છે અને જતાં જતાં મરણ પામી જાય છે. આ રીતે અનુકૂળ આહારની શોધથી મૃત્યુ પામે છે તેમાં રાગાદિ પરિણામની પુષ્ટિ થતી હોવાથી ભારેકર્મના બંધ ચાલુ હોય છે અને કદાચ રાગાદિ જોરમાં હોય તો એકેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધીને એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે આથી આ રાગાદિ પરિણામની વૃધ્ધિ બેઇન્દ્રિયાદિ જીવોને કર્મબંધ વિશેષ કરાવી બે હજાર સાગરોપમ કાળ સુધી એટલે એક હજાર સાગરોપમ કાળ બેઇન્દ્રિયપણામાં પછી વચમાં ભવ બદલીને બીજીવાર બેઇન્દ્રિય બનીને એક હજાર સાગરોપમ કાળ પસાર કરે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે પાછા એકેન્દ્રિયપણામાં જાય આથી એ વિચારો કે જેને મન નથી એવા બેઇન્દ્રિય જીવો રસનેન્દ્રિયના સ્વાદથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે તો મનવાળા એવા સન્ની જીવોની દશા શું ? અ સન્ની જીવોમાં આપણે પણ આવી શકીએ છીએને ? તો મનથી રાગાદિ પરિણામ મંદ કરી અને સંયમીત કરવાનો પ્રયત્ન કેટલો એ વિચારો ! કોઇવાર એકેન્દ્રિય જીવો કે બેઇન્દ્રિય જીવો અકામ નિર્જરા કરીને તેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ કરે તો તે તેઇન્દ્રિયપણામાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો અધિક કમબંધ કરતા જાય છે. આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. આથી આ જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તથા છઠ્યું વિકારો, રસનેન્દ્રિયના પાંચ વિષયો તથા તેના વ્હોંતેર વિકારો, ઘ્રાણેન્દ્રિયના બે વિષયો તથા તેના બાર વિકારો એમ કુલ પંદર વિષયો અને તેના એકસો એંશી વિકારોના અનુકૂળ-પ્રતિકૂળમાં રાગાદિ પરિણામ પેદા કરીને પોતાનો સંસાર વધારે છે. આ રીતે બેઇન્દ્રિય જીવો કરતાં તેઇન્દ્રિયપણામાં રહેલા જીવો રાગાદિ પરિણામ વિશેષ રીતે કરતા જાય છે. Page 2 of 97


Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 97