Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 9
________________ આહત અગમેનું અવલોકન [પ્રકરણ આવસ્મયના (૧) સામાઈય (સામાયિક), (ર) ચકવીસથવ (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય વંદનક), (૪) પડિક્કમણું (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન (કાયેત્સર્ગ) અને (૬) પચ્ચખાણું (પ્રત્યાખ્યાન) એમ છ પેટાવિભાગો અને આવરૂયવરિત્તના કાલિએ (કાલિક) અને ઉકાલિ (ઉકાલિક) એમ બે પેટાવિભાગે નિશાયેલા છે. એવી રીતે અંગપવિ૬ (અંગપ્રવિષ્ટ) મૃતના બાર વિભાગો પાડવામાં આવ્યા છે. એ દરેકને “અંગ સંજ્ઞા અપાયેલી છે, અને એ બારેના સમૂહને દ્વાદશાંગી' કહેવામાં આવે છે. આ પ્રમાણેની પ્રાચીન વ્યવસ્થા જોવાય છે. આ સંજ્ઞાઓને-વિભાગને બદલે મૂર્તિપૂજક શ્વેતાંબરોમાં કેટલેક સમય થયા આગમોના (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) પ્રકીર્ણક, (૪) છેદસૂત્ર, (૫) મૂલસૂત્ર અને (૬) ચૂલિકાસૂત્ર એ 'છ વિભાગે પ્રસિદ્ધિમાં આવેલા જોવાય છે. સ્થાનકવાસી સંપ્રદાય આગને (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) દસૂત્ર અને (૪) મૂલસૂત્ર એમ ચાર જ વિભાગોમાં વિભકત કરે છે. એ સંપ્રદાયના જૈનતજ્યપ્રકાશ નામના ગ્રંથમાં આ ચારની વ્યાખ્યા અપાયેલી છે. એને સારાંશ નીચે મુજબ છે – અંગ–જેમ શરીરના આધારથી સંસારી જીવ વિશ્વમાં રહે છે તેમ જ્ઞાનના આધાથી ધર્મ વિશ્વમાં ટકી રહે છે. આવા ધર્મને સ્તંભરૂપ જ્ઞાનથી પરિપૂર્ણ ગ્રંથને “અંગ” યાને અંગસૂત્ર' કહેવામાં આવે છે.–ચતુર્થ આવૃત્તિ, પૃ. ૧૮૬. ઉપાંગ-જેમ અંગને એટલે કે શરીરને હાથ, પગ વગેરે ઉપાંગ હોય છે તેમ દ્વાદશાંગી૨૫ અંગને ઉપાંગ છે. એ ઉપાંગનું મુખ્ય કાર્ય અંગમાં સૂચવાયેલા વિષયનું સ્પષ્ટીકરણ કરવાનું છે એજન પૃ. ૨૦૪. - છેદત્ર–જેમ વસ્ત્ર ફાટી ગયું હોય તે તેને થીગડું મારી આખું કરી શકાય અથવા તો જેમ કોઈ વાસણ ખંડિત થયું હોય તો તેની સાંધ મેળવી તે આખું કરી શકાય તેમ દીક્ષા સમયે ગ્રહણ કરેલા સંયમને લગતા નિયમો થોડેઘણે અંશે દૂષિત બનતા પ્રાયશ્ચિતાદિ લઈને તેને શુદ્ધ બનાવી શકાય. એ શુદ્ધિનું કથન રજુ કરનાર ગ્રંથ “છેદ કહેવાય છે–એજન પૃ. ૨૧૫.૪ . ૧-૨ જે શ્રુત દિવસ અને રાત્રિની પ્રથમ અને ચરમ (ચતુર્થ) રિશીમાં જ ભણાય તે “કાલિક’ કહેવાય છે, જ્યારે જે શ્રુત કાળને સમય છોડીને સર્વ કાળ ભણાય તે “ઉકાલિક કહેવાય છે. કાલિક શ્રુત તરીકે કેટલાક ગ્રંથને નિર્દેશ નંદીસર (. ૪૪), આવક્સયસર (આવશ્યકસૂચ)ની શ્રીભદબાવવામીએ રચેલી નિજજુત્તિ (નિયુક્તિ)ની ગા, ૭૭૭ જે વિસે સાવલાસની મા. ૨૨૯૫ રૂપે પણું છે તે વગેરેમાં છે, જ્યારે કાલિક શ્રુત તરીકે કેટલાક ગ્રંથ નિર્દેશ નાસુર (સ. ૪૪) વગેરેમાં છે. ૩. વિક્રમની ૧૪ મી શતાબ્દીમાં થઈ ગયેલા ગણાતા શ્રી પ્રદ્યુઅસૂરિએ વિયારસ કે જેને વિચારયાપ્રકરણ તરીકે ઓળખાવાય છે તેના ૭૮મા પૃષ્ઠમાં “આમ પગથારીકણા વક્રત ”િ એ ઉલ્લેખ કરી આગની ૪૫ સંખ્યા દર્શાવી છે, પરંતુ તેમણે એ આગમાના અગાદિ છે કે વિભાગો સૂચવ્યા નથી. ૪. “છે એટલે “બાદ.” અપરિણીત અને અતિપરિણીત શિષ્યોને છેક કરીને એટલે તેમને બાદ કરીને પરિણુત શિષ્યોને એકાંતમાં દેવા યોગ્ય સૂત્ર તે “દસૂત્ર” કહેવાય છે. પરીક્ષાના વિધાનમાં મહારાજ કહે કે કેરી ખાવી છે ત્યારે તે વાતમાં અપરિણીતે ભળી જાય અને અતિપરિણીતા મના સાધુપણા વિષે શંકિત બને, પરંતુ જે એ પરિણીત હોય તેઓ તે પ્રાસક કે અપ્રાસક ઇત્યાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92