Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 33
________________ પ્રકરણ ૪ થું દ્વાદશાંગીઓને ઉચછેદ આ દુનિયામાં પ્રતિસમય ઉથલપાથલ થયા કરે છે. સર્વદા એકસરખી સ્થિતિ રહેતી નથી. આવી પરિસ્થિતિમાં કોઈ સમયે કોઈ વ્યક્તિ કે વસ્તુની બહુલતા જોવાય અને કોઇ સમયે તેની અલ્પતા જોવાય તો એમાં નવાઈ નથી. દાખલા તરીકે અત્યારે વિહરમાણુ તીર્થકરોની સંખ્યા જધન્ય એટલે કે વીસની જ છે, જ્યારે શ્રી અજિતનાથના સમયમાં એ સંખ્યા ઉત્કૃષ્ટ એટલે કે એકસો સિત્તેરની હતી. દરેક તીર્થકરના જેટલા ગણુધરે હોય તે સૌ કોઈ દ્વાદશાંગી રચે છે એ નિયમ અનુસાર આપણું આ વર્તમાન વીસી આશ્રીને એમ સામાન્ય રીતે કહી શકાય કે કદાચ અત્યારે દ્વાદશાંગીની જધન્ય સંખ્યા હશે અને એની ઉત્કૃષ્ટ સંખ્યા શ્રી અજિતનાથના સમયમાં હશે. આ ઉત્કૃષ્ટ સંખ્યાનો અંક તો એ સમયના પ્રત્યેક તીર્થંકરના ગણધરની સંખ્યા વિચાર્યા બાદ રજુ કરી શકાય, પરંતુ એ વાત તો એ ક્રસ છે કે આજે આ ઉત્કૃષ્ટ સંખ્યાવાળા દ્વાદશાંગીમાંથી એકે મોજુદ નથી એટલું જ નહિ, પરંતુ શ્રી મહાવીર સ્વામીના ગણધરેએ રચેલી દ્વાદશાંગીઓમાંથી કેવળ શ્રીસુધર્મસ્વામીએ રચેલી ગણાતી દ્વાદશાંગીને થોડાક જ ભાગ આપણને હાલ ઉપલબ્ધ થાય છે. આ દુઃખદ ઘટના કેવી રીતે બની તેને આપણે વિચાર કરવો જોઈએ, પરંતુ હાલ તુરત આ પ્રકરણમાં તે સૌથી પ્રથમ આપણે શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણુધરેમાંના શ્રી સુધર્મઅગામી સિવાયના ગણધરોની દ્વાદશાંગી શબ્દદષ્ટિએ સર્વીશે ક્યારે અને કેમ નાશ પામી તે વિચારીશું અને ત્યાર બાદ વર્તમાન ચોવીસીના અન્ય વીસ તીર્થંકરના ગણધરોની દ્વાદશાંગીઓને ઉચ્છેદ વિચારીશું. શ્રી મહાવીર સ્વામીના કયા ગણધરની દ્વાદશાંગી એ રચાયા બાદ કેટલે વર્ષે શબ્દદષ્ટિએ સર્વથા નાસા પામી તે સંબંધમાં કે તેને પ્રવાહ ક્યારે બંધ થયો તે સંબંધમાં શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હોય એમ જણાતું નથી. આથી આ સંબંધમાં પ્રકાશ પાડી શકે તેવી હકીકત આપણે પ્રથમ એકત્રિત કરીશું અને તેના આધારે ફલિત થતા અનુમાન ઉપર આવીશું. જેમ દ્વાદશાંગીના ભણાવનાર અને ભણનાર એ બંનેની વિદ્યમાન તેમ જ અવિદ્યમાન દક્ષામાં દ્વાદશાંગીનું સંરક્ષણ સંભવે છે તેમ તેનો નાશ પણ સંભવે છે. દ્વાદશાંગી ભણાવનાર વિદ્યમાન હોય પરંતુ જો તેઓ કોઇ અન્ય કાર્યમાં ગૂંથાયેલા હોય અથવા રાગાદિને લઈને તેમનું શરીર કે મને કામ કરી શકે તેમ ન હોય અથવા તેમણે કલ્પાંતરમાં પ્રવેશ કર્યો ૧ આ સંબંધમાં જુઓ શ્રીભન મુનિએ રચેલી સ્તુતિચતુર્વિશતિકા (લે. ૬)નું મારું સ્પષ્ટીકરણ (૫ ૮-૩૯). ૨ આ સંબંધમાં મહાપ્રાણરૂપ ધ્યાન ધરવામાં વ્યગ્ર બનેલા શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસવામીનું જ હરણ ઘટાવી શકાય. જુઓ આવાસયસુરની ચણિણ (ભા. ૨, પત્ર ૧૮૭)ગત એમનું જીવનચરિત્ર. ઉદાહરણાર્થે શ્રીભદ્રગુપ્તસૂરિએ શ્રી આયરિક્ષિતસૂરિને ભણાવ્યા નહિ, કેમ તે અનશન કવાનો-સંખના કરવાની તૈયારીમાં હતા, એજન, ભા૧, ૪૦૩મું ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92