Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 84
________________ ૭ મુ] આગમોના પઠનપાઠન માટેની વ્યવસ્થા હવે આપણે ૭૬ મા પૃષ્ઠમાં જે સાત પ્રશ્નો રજુ કર્યા છે તેના ઉત્તર ક્રમશઃ વિચારી શું – (૧) કેટલા દીક્ષાપર્યાયવાળા મુનિ શેનો અભ્યાસ કરે એને લગતા વિહારસુત્તને ઉલ્લેખ અન્ય ઉલ્લેખથી સર્વથા જુદે પડતું નથી, કેમકે ત્રણથી તે તેર વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળા તેમ જ ઓગણીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ પર તો 'પ્રાયઃ એક વાક્યતા છે જ. આથી જોઈ શકાશે કે કેવળ ચાદથી અઢાર વર્ષના દીક્ષા પર્યાયવાળ મુનિના અભ્યાસ માટે ભિન્નતા છે. વિશેષમાં એ ભિન્નતા, એક તો અભ્યાસ માટેના દીક્ષા પર્યાય પરત્વેની અને બીજી પાડ્ય-પુસ્તક પરની એમ બે પ્રકારની જોવાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે વવહારસુત્ત પ્રમાણે પંદર વર્ષના, સેળ વર્ષના અને સત્તર વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ જેનો જેને અભ્યાસ કરે તેનો તેને અભ્યાસ અન્ય ઉલેખ પ્રમાણે સોળ વર્ષને, ચદ વર્ષના અને પંદર વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ કરે. વળી વવહારસુત્ત પ્રમાણે િિમણુભાવણા એ પણ એક પાઠ્ય-પુસ્તક છે કે જેનો નિર્દેશ અન્ય ઉલ્લેખમાં નથી. એવી રીતે અન્ય ઉલ્લેખમાં નિર્દેશાયેલા મહાસુવિણભાવણુ અને તેયગનિસગ્નને વ્યવહારસુત્તમાં ઉલ્લેખ નથી. વિશેષમાં અઢાર વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ અન્ય ઉલ્લેખ પ્રમાણે તેયગનિસગ્નને અભ્યાસ કરે તો વવહારસુત્ત પ્રમાણે તે દિવિસભાવણને અભ્યાસ કરે એમ સમજાય છે. આ પ્રમાણે જે બે પ્રકારની ભિન્નતા જોવાય છે તેનું શું કારણ હશે એને ઉત્તર કોઈએ અત્યાર સુધીમાં આ હેય એમ જણ તું નથી. આથી મને જે સૂઝે છે તે હું કહું છું અને તે ઉપર યથાર્થ વિચાર કરવા વિશેષને વિનવું છું. વવહા૨ફત્ત શ્રી ભદ્રબાહુસ્વામીના સમય પછી રચાયું નથી, કેમકે એના ઉપર એમણે નિજજુત્તિ રચી છે એટલે એ વીર સંવત ૧૭૦ની પૂર્વેની કૃતિ છે. ઠાણગત અવતરણરૂપ પદ્યો શ્રીહરિભદ્રસૂરિએ રજુ કર્યા છે એટલે એ પદ્યો એમના સમયથી અર્વાચીન નથી એટલું આપણે જાણી શકીએ છીએ. એ કેટલાં પ્રાચીન છે-વહા૨સુરની રચના કરતાં પ્રાચીન છે કે કેમ તે જાણવું બાકી રહે છે. આવી પરિસ્થિતિમાં નિશ્ચયાત્મક ઉત્તર આપો મુશ્કેલ છે, તેમ છતાં એમ હું સૂચવું છું કે વવહા૨સુત્ત પ્રમાણેને અભ્યાસક્રમ વિશેષ પ્રાચીન જણાય છે. એ અભ્યાસક્રમ આગળ ઉપરના વિદ્યાર્થીઓને સુગમ નહિ જણવાથી એમાં પરિવર્તન કરાયું હશે. કદાચ એમ પણ હેય કે બે જાતના અભ્યાસક્રમો બે જાતની વાચનાને આભારી હેય. (૨) જેમ અત્યારે પણ પ્રાથમિક શાળામાં અમુક વયનાં જ બાળકોને નહિ કે એથી નાનાં બાળકોને દાખલ કરાય છે તેમ આ ગામના અભ્યાસ માટે ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય ઓછામાં ઓછો હોવો જોઈએ એ દષ્ટિએ આ બીજા પ્રશ્નનો ઉત્તર વિચારી શકાય. વળી એમ પણ હોય કે એની પહેલાં ત્રણ વર્ષોમાં આગળ ઉપરના અભ્યાસની ભૂમિકા તૈયાર કરાતી હશે. વળી એમ પણું સંભવે છે કે એ ત્રણ વર્ષો દરમ્યાન આવસ્મય સુત્ત, આયર ને ઉત્તરઝયણસુત્તનો અભ્યાસ કરતા હશે, અને દસયાલિયસુત્ત રચાયા બાદ તેને પણું અભ્યાસમાં સ્થાન મળ્યું હશે. (૩) પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ માટે દસા, કપ ને વવહાર એમ ત્રણ પાઠયપુસ્તક બતાવાયાં છે તે તેમણે ત્રણ વર્ષમાં પૂરાં કરવાનાં હશે એમ લાગે છે, ૧ જુઓ ૭૬માં પુષ્ઠ ઉપર આપેલ પંચવઘુગની પક્ષ ટીકાગત ઉલ્લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92