Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 85
________________ આત આગમનું અવલોકન [પ્રકર એકે એ ત્રણેને સાથે અભ્યાસ કરવાનું હશે કે એક પછી એક તે કહેવું મુશ્કેલ છે. અત્યારે B. A. ની પરીક્ષા માટે બે વર્ષમાં જેટલાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ થવો જોઈએ તે પ્રથમથી નક્કી કરાય છે અને પછી એ બધાંને સાથે જ અભ્યાસ ન કરાતાં સગવડ અનુસાર એને. અભ્યાસ કરાય છે તેમ દસા, કપ અને વવહાર માટે સંભવે છે. આ પ્રમાણેને ઉત્તર આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ માટે આપી શકાય. વળી સત્તર વર્ષના દીક્ષાપર્યાયવાળા મુનિ માટે પણ આમ જ હકીકત હશે, જોકે એમને માટે વવહારસુત્ત મુજબ તો બે વર્ષ પર્યત એક જ પાક્ય-પુસ્તક જેવાય છે, જ્યારે પાંચ અને આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ માટે તે જેટલાં વર્ષને અભ્યાસ છે તેટલાં પાઠયપુસ્તકો જેવાય છે. (૪) ચોથા પ્રશ્નનો ઉત્તર બીજા પ્રશ્ન ઉત્તરમાં આવી જાય છે. . (૫) દીક્ષા લેતાં કે તે પૂર્વે પણ આવાસયસુત્તને અભ્યાસ થઇ જતો હોવાથી એને ઉલ્લેખ નહિ કરાય હશે એમ લાગે છે. . (૬) આયાર માટે તે બીજા પ્રશ્નનો ઉત્તર વિચારો. નાયાધમ્મકહા વગેરે અંગે ના અભ્યાસ માટે એમ સમજાય છે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિને પિતાના અભ્યાસ દરમ્યાન જ્યારે સાનુકૂળતા જણાય ત્યારે તેઓ નાયાધમકહા વગેરે અંગેનો અભ્યાસ કરે. એ માટે કે અમુક સમય નિયત નથી. વળી એ નિયત કરવાનું કંઇ ખાસ કારણ પણ નહિ હશે. (૭) ઉપાંગોના અભ્યાસ માટે પંચવઘુગમાં સૂચવ્યા મુજબ અમુક અંગનું યોગોદહન થતાં તેને ઉપાંગનું પણ તદનંતર ગોહન કરવું જોઇએ એટલે અમુક અંગને અભ્યાસ થઈ રહ્યા બાદ તેના ઉપાંગનો પણ અભ્યાસ થતો હશે એમ લાગે છે. હવે આપણે છેદસૂત્રાદિના અભ્યાસની વ્યવસ્થા વિચારીશું. છેદસૂત્રોની સંખ્યા પ્રથમથી જ છની હશે કે ઓછીવત્તી તેને નિર્ણય કરવા માટે અત્ર અવકાશ નથી એટલે અહીં તો આયાપકપ, દસા, કપ અને વવહાર એ ચાર છેદસૂત્રોના પઠન પાઠન માટે વવહારસુત્ત વગેરેમાં ઉલ્લેખ છે એટલી કામચલાઉ ધ લઈશું. . મૂલસૂત્રોની સંખ્યા અમુક વખત સુધી તો ત્રણની જ હશે અને એ ત્રણમાં આવરસયસત્ત, ઉત્તરઝયણસુત્ત અને દસયાલિયા સુત્તનો ઉલ્લેખ થતો હશે એમ લાગે છે. આવસ્મયસર તે શ્રાવક પણ ભણી શકે છે એટલે એને દીક્ષા પર્યાય સાથે ખાસ સંબંધ ન પણ હોય. દરયાલિયસુત્ત રચાયું તે પૂર્વે ઉત્તરજુઝયણ સુત્ત રચાયું હોય એમ લાગે છે. એના પઠન માટે નીચે મુજબ ઉલેખે જોવાય છે: ૧ પં. બેચરદાસના મત મુજબ તો એક પછી એક એમ કહી શ ાય. જુઓ પૃ. ૭૬, પૃ. ૩૧-૩૨ ૨ ૭૮મા પૃષ્ઠના અંતમાં આપેલા પંચવભુગ (પંચવસ્તુક)ત ઉલ્લેખ અનુસાર દસ વર્ષથી અધિક દીક્ષાપર્યાયવાળા મુનિ નાયાધમકહાને અભ્યાસ કરે અને કારણવશાત એ પૂર્વે પણ કરે, - ૩ પંચવભુગ (ગા. ૯૭૭)ની પણ ટીકા (પત્ર ૧૪૮ અ)માં નીચે મુજબ પંક્તિ છે – પ્રાપ્તશ્વ હિ દોડ મઘતે, પુનાવણ્યકૃિત્રય વાત મૂત્રતં-દિલીપ વાવ થર્ જેનાથી મિત-fહતfમા: તલા" આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સૂત્રકૃતના પઠન પૂવે આવયસત્તનું પઠન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92