Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 68
________________ અગબાહ્ય શ્રુતની મીમાંસા કહેવાય છે, જ્યારે સ્થવિરકૃત, અપ્રશ્નપૂર્વકના અર્થપ્રતિપાદનથી ઉદ્દભવેલું અને અનિયત એવું કૃત તે “અંગબાહ્ય' કહેવાય છે. - વિસે સાવસ્મયભાસની ૧૫૦મી ગાથાને અનુલક્ષીને શ્રી આનંદસાગરસૂરિએ સિદ્ધચક (વ. ૪, અં. ૮, પૃ. ૧૭૫)માં જે નીચે મુજબનું પ્રતિપાદન કર્યું છે તે હવે અત્ર નોંધી લઇશું, કેમકે એમાં કેટલીક વિશેષતા જોવાય છે – ગણધર મહારાજે કરેલું હોય તે અંગપ્રવિષ્ટ શ્રત કહેવાય, એવા હાથે માં વા ના પાકને અનુસરી જે અધિકાર લેવાય છે તેમાં અંગપ્રવિષ્ટ સૂત્રો ગણધર મહારાજનાં જ કરેલાં હોય, અથત અંગપ્રવિષ્ટ એવાં અંગેની રચના ગણધર મહારાજ સિવાય અન્યની ન હેય એવી રીતે અન્યયોગવ્યવચ્છેદ કરી અર્થ કર વ્યાજબી છે, અને તેવી જ રીતે સ્થવિરોએ કરેલાં જે જે સૂત્ર હોય તે અનંગપ્રવિષ્ટ એટલે અંગબાહ્ય જ હોય એમ નિશ્ચય કરો અને તે નિશ્ચય કરવાથી આવશ્યક સૂત્ર ભગવાન ગણધરોનું કરેલું છતાં અનંગપ્રવિષ્ટ હોય એમ માનવામાં કંઈ પણ અડચણ આવે નહિ. ગણધર મહારાજાઓએ જે કરેલું હોય તે બધું અંગપ્રવિષ્ટ હોય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટ શાસ્ત્ર ગણધરનાં જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત અંગબાહ્ય શ્રુત ગણધર કે અન્ય સ્થવિરકૃત હોય તેમાં અડચણ નથી. મgar મુક્વવાળી વાર એવું જે વિશેષઆવશ્યક ભાષ્યનું વાક્ય અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય સૂત્રોના લક્ષણને અંગે છે, તેને પણ શ્રી મલયગિરિજી મહારાજ એવો ૧ અત્ર એ પ્રશ્ન ઊઠે છે કે જેમ અંગપ્રવિષ્ટ સૂ ગણધર મહારાજનાં જ હોય એ અર્થ નારાજ ઘા એ પાઠમાંથી કરાય છે તો પછી એ જ વિચારસરણી મુજબ અંગબાહ્ય સૂત્રો વિરકૃત જ હોય એવો અર્થ શું ફલિત થતું નથી ? અને જે થતું હોય છતાં તેને જપ્ત કરાય તે તે શું અધરતી” ન્યાયપૂર્વકનું વર્તન ન ગણાય? આને ઉત્તર એમ આપી શકાય ખરો કે જેમ અમુક સિદ્ધાત (theorem)ને વ્યક્રમ (converse) સત્ય ગણાય છે અને અમુકનો નહિ તેમ અત્ર કેમ ન માનવું ? વળી શું અન્ન એ પણ ઉત્તર સંભવે છે કે ગણુધરશે તે અંગપ્રવિષ્ટ તેમ જ ગયા અને પ્રકારના શ્રતની રચના માટે સમર્થ છે, જ્યારે સ્થવિરો તે કેવળ અંગબાહ્ય શ્રતની રચના માટે જ સમર્થ છે એટલે આ પ્રમાણે કેમ કથન ન થઈ શકે? ૨ અહીં ગણધરનુ” એમ જે બહુવચનમાં પ્રયોગ છે તે ઉપરથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું - વર્તમાન શાસનનું આવશ્યકસૂર એક કરતાં વધારે ગણધરે રચ્યું છે એ દશાવવા બહુવચનને પ્રાગ કરાય છે કે અન્યાન્ય શાસનમાં જે જે આવશ્યક સૂત્ર રચાય તેના તેના કર્તા ગણધર હોવાથી બહુવચનને કાગ કરાય છે ? ૩ આની સકારણુતા જણાવવી જોઈએ. શું આવસયસુત્ત ગણધકૃત ન સિદ્ધ થઈ શકે એ જ કારણ છે કે બીજુ કાઈ ? ૪ વિસાવકસભાસ ઉપર શ્રી મલયગિરિની કઈ ટીકા હોય એમ જણાતું નથી તે શ: મલધારી શ્રીમથકને બદલે ભૂલમાં આ નામ લખાયુ છે કે આવન્સયસત્તની શ્રી મલયગિરિસૂરિત ટી! અત્રે પ્રસ્તુત છે કે અન્ય કોઈ સ્થળે શ્રી અલયગિરિસૂરિએ આ ઉલ્લેખ કર્યો છે એમ જે પ્રશ્ન સંભવે છે તેના ઉત્તર માટે ૧૧મું પૃષ્ઠ જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92