________________
આહત આગમનું અવલોકન
[પ્રકરણ ૧) ઠાણની ટીકાગત અવતરણ અને પ્રમેયરત્નમંજૂષાગત અવતરણમાં એકવાક્યતા છે, જ્યારે એ બંનેથી વવહા૨સુત્તગત ઉલેખ કેટલીક બાબતમાં જુદો પડે છે તો એને સમન્વય કાઇએ કર્યો છે અને હેય તે શો? અને ન કર્યો હોય તો તે કેવી રીતે થઈ શકે તેમ છે ?
(૨) એક વર્ષના અને બે વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ શેને અભ્યાસ કરે ? | (૩) પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ દસા, કપ અને વવહારને અભ્યાસ કરી શકે તે છ અને સાત વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ શેને અભ્યાસ કરી શકે એવો પ્રશ્ન ઊઠે છે. એવી રીતે આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ ઠાણ અને સમવાયનો અભ્યાસ કરે તો નવ વર્ષવાળા મુનિ શેનો અભ્યાસ કરે ઇત્યાદિ પ્રશ્ન ઊઠે છે.
(૪) વવહારસુત્તમાં ૧૮ વર્ષના દીક્ષા પર્યાયવાળાએ શું ભણવું એ વિષે કાંઈ ઉલલેખ નથી તેનું શું ?
(૫) આવયસુત્ત વિષે કશે ઉલ્લેખ નથી તેનું શું કારણ?
(૬) આયાર તેમ જ નાયાધમ્મકહા વગેરે અંગેના અભ્યાસ માટે અત્ર કેમ કંઈ લેખ નથી ?
(૭) ઉપાંગાદિના અભ્યાસ માટે કેમ ઉલ્લેખ નથી?
આ પ્રશ્નોના ઉત્તર વિચારીએ તે પૂર્વે પંચવઘુગ (ભા. ૫૮૫ની સપા ટીકામાં જે નીચે મુજબ ઉલ્લેખ છે તે નોંધી લઇએ –
“અહોવાહ વળવાઇ હોવવાઘ વેરંધાવાઇ રેસમાવવાપુ”
આ પ્રમાણે આ ઉલ્લેખ અંશતઃ વવહારસુત્તથી જુદો પડે છે, કેમકે અહીં વણે થવાઅને નિર્દેશ છે, જ્યારે ત્યાં ધરણાવવા અને નિર્દેશ છે.
જન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની"માં એના લેખક અને પ્રકાશક પં. બેચરદાસ જીવરાજે પૃ. ૧૯૪–૧૯૫માં જે નીચે મુજબ કહ્યું છે તે પણ ધી લઈએ.
“પાંચ (છ અને સાત ) વર્ષના પર્યાયવાળાને અનુક્રમે દશા (ઉપાસકદશા અન્નકૂદશા અને અનુત્તરો ૫પાતિકદશા ?), કલ્પ અને વ્યવહાર શીખવવાં.”
અત્ર બે શંકાગ્રસ્ત ઉલ્લેખ છે. તેમાં પહેલાથી તેઓ એમ સૂચવતા જણાય છે કે પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિને દશા, છ વર્ષન ને ક૫ અને સાતને વ્યવહાર એમ માનવું કે કેમ? બીજા ઉલ્લેખથી તેઓ દશાથી શું સમજવું તે પૂછે છે. પહેલા વિષે હું કંઇ સપ્રમાણુ કહી શકું તેમ નથી, પરંતુ બીજાથી તે દશાશ્રુતસ્કંધ' સમજવું જોઈએ એમ મને ભાસે છે.
“આઠ અને નવા વર્ષના પર્યાયવાળાને અનુક્રમે સ્થાનાંગ અને સમવાયાંગ શીખવવાં” એ ઉપર્યુક્ત પુતક (પૃ ૧૯૫)માં ઉલ્લેખ છે.
અમુક પર્યાયવાળા મુનિએ અમુક ભણવું એ ક્રમ-“આ પર્યાયવાદનું વિધાન પણ ચિત્યવાસીઓના સમયનું છે' એમ જે પં. બેચરદાસે પ્રતિપાદન કર્યું છે તે હવે નોંધી ઘઇએ. તેમણે પોતાના એ કથનના સમર્થનાથે નીચે મુજબને કઠો આપેલો છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org