Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 57
________________ આહંત આગામોનું અવલોકન [પ્રકરણ બારમા અંગના વિભાગોને હાસ—આપણે ૪૧મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ છેલ્લાં ચાર પૂર્વને સમકાલે નાશ થયો, જ્યારે બાકીનાને એવી રીતે એટલે કે સમકાલે નાશ થયો હોય એમ જણાતું નથી. અમુક પૂર્વમાંથી અમુક પંક્તિ વગેરે ઉદ્ધત કરાયેલી છે એવા ઉલ્લેખો મળે છે, તેમ જ પૂર્વેમાં જે જે બીનાઓનું પ્રતિપાદન કરાયેલું છે, તે પૈકી કેટલીક ૧૧ અંગોમાં ગૂંથાયેલી છે એવા પણ ઉલ્લેખ મળે છે. એ જોતાં તમામ પૂર્વેને સર્વશ–અર્થદષ્ટિએ પણ નાશ થયેલો માને તે એક પ્રકારનું નિરર્થક સાહસ ખેડવા જેવું છે. . બારમા અંગના પરિકમ્મ વગેરે પાંચ વિભાગે છે એથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે અમુક અમુક પૂર્વને શબ્દદષ્ટિએ મોટે ભાગે નાશ થયે ત્યારે એની સાથે સંબંધ ધરાવનારા બાકીના ચાર વિભાગોની શી પરિસ્થિતિ થઇ? સ્પષ્ટ શબ્દોમાં કહું તો છેલ્લાં ચાર પૂર્વોને ઉઠેદ થયો તે સમયે એને લગતાં પરિકમ્મ, સત્ત, અણુઓ અને ચૂલિયા એ ચાર વિભાગે જળવાઈ રહ્યા કે એને પશુ સાથે સાથે ઉચછેદ થયો ? આ પ્રશ્નના ઉત્તરરૂપે કોઈ ઉલ્લેખ જોવા જાણવામાં નથી એટલે એ સંબંધમાં હું હાલ તુરત કામચલાઉ ઉત્તર આપું છું, પરંતુ તેમ કરવા પૂર્વ સૈાથી પ્રથમ તો પરિકમ્મ વગેરેના અભ્યાસક્રમને અંગે જે પ્રશ્નો સંભવે છે તેને હું નિર્દેશ કરું છું – (૧) સૌથી પ્રથમ પરિકમ્મનો અભ્યાસ કરવાનો નિયમ હશે કે કેમ? (૨) પરિકમ્મને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ સુત્ત વગેરે ચાર વિભાગોને અભ્યાસ કરવાનો નિયમ હશે કે કેમ ? (૩) સુત્તને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ પુત્રગય વગેરે ત્રણને અભ્યાસ કરવાને નિયમ હશે કે કેમ ? (૪) પુશ્વગાયને અભ્યાસ કરાય તે પૂર્વે પરિકમ્મ અને સુત્ત એ બને વિભાગને સંપૂર્ણ અભ્યાસ કરાયેલો છે જેઇએ કે ખપપૂરતો? (૫) ચદે પૂર્વેને સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અણુઓને અભ્યાસ કરાય કે ખપપૂરતો સાથે સાથે એ બંનેને અભ્યાસ કરાય ? (૬) અણુઓને અભ્યાસ દરેક પૂર્વ આશ્રીને બે કટકે કરાય કે કેમ? (૭) ચૂસિયાન સંબંધ તે ચાર જ પૂર્વે સાથે છે તે ચાર અને અભ્યાસ કરી આગળ અભ્યાસ કરનાર એ ચૂલિયાને પૂર્ણ અભ્યાસ કરે છે કે ચાદે પૂર્વે અને મતાંતર પ્રમાણે એની પછીના વિભાગરૂપ અણુગને પણ પૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ચૂલિયાને અભ્યાસ કરે છે ? આ પ્રમાણે મેં જે અત્ર સાત પ્રશ્નો રજુ કર્યા છે તેના ઉત્તરરૂપે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કોઈ આગમમાં હોય કે આધુનિક સમયમાં રચાયેલા કોઈ ગ્રંથમાં હોય એમ જણાતું નથી, એથી જ્ઞાનાવરણ કર્મના મારા ક્ષપશમ અનુસાર હું એના ઉત્તર અન્ન સૂચવું છું. (૧) પરિકમ્મના પૂર્ણ કે અપૂર્ણ અભ્યાસ બાદ જ સત્તનો તસ્પર્શિક અભ્યાસ કરો હશે એમ માનવું ઉચિત જણાય છે. એનું કારણ એ છે કે બારમા અંગના વિભાગોના જે કમો શાસ્ત્રમાં જોવાય છે તે પૈકી કોઈ પણ ક્રમમાં સુરતે પ્રથમ સ્થાન અપાયેલું જણાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92