Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 34
________________ કશું ] દ્વાદશાંગીઓને ઉદ ૨૯ હેય કે અન્ય કોઈ કારણ ઉપસ્થિત થયું હોય તો તેઓ દ્વાદશાંગી ભણવી ન શકે. આવી વખતે દ્વાદશાંગી ભણાવનાર અન્ય કોઈ ન હોય અથવા હોય અને તેઓ પણ કઈ કારણસર દ્વાદશાંગી ભણાવી શકે તેમ ન હોય તો એ દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. દ્વાદશાંગી ભણાવનારની અવિદ્યમાન દશામાં અન્ય કોઇ દ્વાદશાંગી ભણાવી શકે તેમ હેય, પરંતુ તેઓ ઉપર આવેલા કોઈ કારણસર કે અન્ય કોઈ કારણસર ભણાવી શકે તેમ ન હોય તો તે સમયે પણ એ દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. ભણનાર વિદ્યમાન હોય, પરંતુ તેઓ છતી શક્તિએ કોઈ કારણસર ભણી શકે તેમ ન હોય અને વળી અન્ય ભણનાર કોઈ ન હોય તે દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. ભણનારની અવિદ્યમાન દશામાં એટલે કોઈ ભણનાર જ ન હોય તો દ્વાદશાંગીને ઉચ્છેદ થાય એ તો દેખીતી વાત છે. પ્રસ્તુતમાં શ્રી સુધમ સ્વામી સિવાયના દસે ગણધરની દ્વાદશાંગીને ઉચ્છેદ શાથી થયો છે તે વિચારતાં એમ જણાય છે કે કોઇ ભણાવનાર ન હતું કે ભણનાર ન હતું એને લઇને તેમ થયું નથી, કેમકે ભણનાર મેજુદ હતા અને વળી શ્રીસુધર્મસ્વામી અન્ય ગણધરની પેઠે “વફખરસંનિવાઈ હોવાથી તેઓ અન્ય ગણધરની ૧ દાખલા તરીકે શ્રી આર્યમહાગિરિસૂરિએ જિનકલ્પની તુલના કરવા માં-વિકલ્પને છેને કલ્પાંતરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ભણાવવાનું કાર્ય છોડી દીધું અને એ કાર્ય શ્રી આર્યસુહરિતસૂરિને ભળાવ્યું. જુઓ પરિશિષ્ટપર્વ (સ. ૧૧, લો. ૩-૪). ૨ શ્રીસ્થલભદ્ર સિંહનું રૂપ વિકવ્યું તે ઉપરથી શ્રીભદ્રબાહુસ્વામીએ તેમને પૂરેપૂરા જણાવ્યા નહિ. અત્ર શ્રીસ્થૂલભદ્રની યથેષ્ટ યોગ્યતાનો અભાવ છે ભાવિભાવ કારણ તરીકે ગણાવી શકાય, જુઓ આવત્સયસુરની ગુણિ (ભા. ૨, પત્ર ૧૮૮). ૩ કાલક્ષેપાદિ કારણને લીધે શ્રીસુધર્માસવામીએ અન્ય ગણધરની એલી દ્વાદશાંગી ભણાવી ન હેય એમ લાગે છે. જુઓ . ૩૦. - ૪ શ્રી આર્ય રક્ષિતરિ દસ પૂર્વ સંપૂર્ણ ભણી શક્યા હોત, પરંતુ તેમણે કંટાળીને ભણતર પડતું મૂક્યું એ ઉદાહરણું અથવા તો શ્રીભદ્રબાહુવામી પાસે બારમું અંગ ભણવા ગયેલા પાંચસે મુનિઓમાંથી શ્રીસ્થલભદ્ર સિવાયના મુનિએ કંટાળીને ચાલ્યા ગયા એ ઉદાહરણ વિચારી લેવું. - ૫ “સ કુખરસંનિવાઈ ને અર્થ એ છે કે સ્વતંત્ર અક્ષરોથી તેમ જ એક કે વધારે અપરિના સાગથી જેટલા શબ્દ બની શકે તેમ છે એ તમામ બનાવવાનું સામર્થ્ય ધરાવનારી વ્યક્તિ. આવું સામર્થ્ય ચોપર્વધરમાં હોય છે. આ સામર્થ્યને લઈને કોઈ પણ ગણધર કે જેઓ ચાદપૂર્વધર હોય જ છે તેઓ અન્ય ગણધરે રચેલી દ્વાદશાંગી જેવી દ્વાદશાંગી ધારે તો રયી શકે અને તેવી રચના કરીને કે કયા વિના જરૂર જણાય તો તે ભણાવી પણ શકે. આના સમર્થનાર્થે વિઆહાપણુત્તિ (શ. ૧, ૧ ૧)નું સાતમું સૂત્ર તેમ જ શાળાકપનું નીચે મુજબનું ૧૩૭મું સૂત્ર આપણે અનુક્રમે નેધીરું – “સેળ વાળ હું હવëનિવાર્દવિાણા” " समणस्य णं भगवओ महावीरस्म तिनि सया चउदसपुधीणं अजिणाणं जिणसंकामाणं मक्खरसभिवाईणं जिणो वित्र अवितहं धागरयाणाणं उक्कोसिया च उद्दसपुरुषीणं संपया इत्था।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92