Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 35
________________ આત આગમનું અવલોકન [પ્રકરણ રચેલી દ્વાદશાંગી ભણાવી શકે તેમ હતા, પરંતુ તેમ કરવા જતાં તેમને પોતાના શિષ્યોને પોતે રચેલી દ્વાદશાંગી ભણાવવા ઉપરાંત અન્ય ગણધરના શિષ્યોને તેમના ગુની રચેલી દ્વાદશાંગી ભણાવવી પડે તેમ હતું અને તેમ થાય તો તેમને સમય ઓછામાં ઓછા બેવડે તો જાય જ તેવી અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તેમ હતું. વળી એક વેળા અન્ય ગણુધરે પોતાના શિષ્યો તેમને સોંપ્યા ત્યાર બાદ એ શિષ્યોને સ્વાધ્યાય પેતાના શિષ્યોથી ભિન્નપણે ચાલુ રહે તે પણ અનિરછનીય હતું, એટલે એનો તોડ તો જયારે તેઓ પોતે રચેલી દ્વાદશાંગીની વાચના તેમને આપે તો જ બને તેમ હતું, એટલે આવાં કારણને લઈને શ્રીધર્મ સ્વામીને જે જે ગણધર પોતાના ગણ ભળાવતા ગયા તેમની દ્વાદશાંગીને પ્રવાહરૂપે ઉચ્છેદ પ્રાયઃ તે સમયથી થયે એમ માનવું યુક્તિયુક્ત જણાય છે. આપણે આ સંબંધમાં આગળ વધીએ તે પૂર્વે પ્રવાહરૂપે ઉછેદ ગયો એટલે શું તે વિચારી લઈએ. પ્રવાહરૂપે ઉચછેદ ગયો એટલે દ્વાદશાંગીને તે જ સમયે અંત આવ્યો જ એમ નહિ, કેમકે દાખલા તરીકે શ્રીઈન્દુભૂતિએ અનશન ગ્રહણ કર્યું તે સમયે એમની દ્વાદશાંગી ભણેલા એવા કોઇક શિષ્ય તો હશે જ. જે એવા શિષ્ય હોય તો પછી એ ચૌદપૂર્વધર પિતાના જીવન પર્યત એ દ્વાદશાંગીના જાણકાર રહ્યા હશે. આ રીતે વિચારતાં એ દ્વાદશાંગી શ્રીઇન્દ્રભૂતિના અનશન પછી પણ–એમના ચંદપૂર્વધર શિષ્યના જીવન સુધી તા–એ શિષ્ય દ્વાદશાંગી યાદ રાખી શકયા હશે ત્યાં સુધી તે અવિચ્છિન્ન રહી એમ કહી શકાય. કદાચ એમ પણ બન્યું હોય કે એમના એવા કોઇ શિષ્યના પણ કોઈ એવા શિષ્ય હશે કે જેમનું સ્વર્ગગમન એમના બધા શિષ્યો પૈકી સૌથી છેલ્લું થયું હોય અને જેઓ પોતાના પ્રમુન્ના અનશન સમય પૂર્વે એ દ્વાદશાંગી સંપૂર્ણ કે અપૂર્ણ ભણ્યા હોય. ને તેમ બન્યું હોય તે એમ કહી શકાય કે એ પ્રશિષ્યના જીવન પર્યત દ્વાદશાંગી સંપૂર્ણતયા નહિ તે અમુક અંશે જળવાઈ રહી હશે અને એ રીતે એમના શિષ્યાદિ માટે પણ સંભવ હોય તો વિચાર કરી શકાય. અત્રે એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે શ્રીઇન્દ્રભૂતિએ અનશન ગ્રહણ કરતી વેળા પિતાને ગણે શ્રીસુધર્મ સ્વામીને સંખ્યા એટલે પ્રાયઃ તે જ સમયથી શ્રીઇન્દ્રભૂતિની દ્વાદશાંગીની વાચના આપવાનું કાર્ય બંધ થયું અને એ રીતે એને પ્રવાહ અટકી ગયે. અત્ર “પ્રાયઃ' કહેવાનું કારણ એ છે કે શ્રી ઈ તિએ અનશન અંગીકાર કર્યું તે વેળા, કોઇ શિષ્યનું અમુક અંગ ભણવાનું અધૂરું રહી ગયું હોય તે તે અંગ માટે એના જાણુકાર " ૧ દસે ગણધરોએ શ્રીધર્મ સ્વામીને પિતાના ગણે અંતસમયે સૈયાને જે ઉલ્લેખ છે (જુઓ પૃ. ૩૨) તેને લક્ષ્યમાં રાખી વિચાર કરતાં એમ સંભવ છે કે શ્રી સુધમૅચામીને એ ગણોને પોતપોતાના ગુરુએ રચેલી દિશાંગી ભણાવવાની હોત તો કદાચ અગ્યાર દ્વાદશાંગી અને સૂત્રવાચનાની ભિન્નતા અનુસાર નવ દ્વાદશાંગી ભણાવવાને કદાચિત પ્રસંગ પ્રાપ્ત થાત અને તેમ થતાં એને અગ્યાર કે તવ ગણ વખત ભણાવવા માટે ગાળ પડત. વિશેષમાં પાંચ દ્વાદશાંગી ભણાવવી પડત એવા એક પ્રસંગની નોંધ આ પ્રકરણ (૫. ૩૪)માં લેવાયેલી છે તે અત્ર વિચારી લેવી. ૨-૩ જુએ પૃ. ૩૨. ૪ “ભણતર અધૂરું રહી જાય તે માટે છે વિકલ્પ સંભવે છે: (૧) ભણનારમાં ગ્રહણશક્તિને મંદતા હય, (૨) ભણનારને ભલુવાને વિષય કશું લાગવાથી તેઓ કંટાળી તે છોડી દે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92