Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 49
________________ આહંત આગમનું અવલોકન [ પ્રકરણ અને થોડુંક પૂર્વગત સંઘટિત કરાયું. આ સંધના મથુરામાં થવાથી એ વાચનાને “માથરી વાચના કહે છે. શ્રી મલયગિરિસૂરિએ નંદીસુત્ત (ગા. ૩૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં આ પ્રમાણે સૂચવ્યા બાદ એ મતાંતરની નેંધ લીધી છે કે દુભિક્ષને લઈને જરા પણ મૃતનો નાશ થયો ન હતો, પરંતુ શ્રીસ્કન્દિલ આચાર્ય સિવાયના તમામ મુખ્ય અનુયાગધરનું મૃત્યુ થવાથી દુર્ભાિક્ષ મટતાં શ્રીસ્કન્દિલ આચાર્યો મથુરામાં અનુયોગ કર્યો અને એથી એ વાચનાનું નામ “માધુરી વાચના' પડ્યું અને એ અનુગ ઋન્દિલ સંબંધી ગણાયે. આ પ્રમાણે મૃતની વ્યવસ્થા કરવાનું ગમે તે કારણે છે, પરંતુ તે સમયે એને લિખિત વરૂપ અપાતું ગયું હોય એમ યોગશાસ્ત્રની પજ્ઞ વૃત્તિ (પત્ર ૨૦ ૭) ઉપરથી ફલિત થાય છે. આગમ અને એના અનુયેાગ લખીને વ્યવસ્થિત કરાયા બાદ શ્રીસ્કન્દિલ આચાર્યો એ અનુસાર સાધુઓને વાચા આપી એથી એ “સ્કાન્ટિલી વાચના' કહેવાય છે. જે વખતે મથુરામાં શ્રીસ્કન્દિલ આચાર્યે આગમોને ઉદ્ધાર કરી એની વાંચના આપી લગભગ તે સમયે વલભી નગરીમાં શ્રીનાગાર્જુને શ્રમણુસંઘ એકઠો કર્યો અને મૃતના વિચ્છેદને રોકવા માટે આગામોને સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યો. જે પ્રમાણે જે યાદ હતું તેમ તે સ્થાપન કરાયું, અને જે ભૂલી જવાયું હતું તે પૂર્વાપર સંબંધ જોઈ વિચારી વ્યવસ્થિત કરાયું. પછી તદનુસાર વાચના અપાઈ. એમાં શ્રીનાગાર્જુન પ્રમુખ હતા એથી એ “નાગાજુની વાચના' કહેવાય છે. કાલાંતરે શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ થયા જેમને એક પૂર્વધર ગણવામાં આવે છે. એ આચાર્યના સમયમાં પાછો બાર વર્ષને દુકાળ પડયો હતો અને મૃત અસ્તવ્યસ્ત બન્યું હતું તેમ જ અનેક બહુશ્રુત પંચત્વ પામ્યા હતા. તેથી મૃતની ભક્તિથી પ્રેરાઇને ભાવિ પ્રજાના ઉપકારાર્થે વીર સંવત ૮૮૦માં કે મતાંતર પ્રમાણે ૯૯૩માં શ્રી સંઘના આગ્રહને માન આપી તેમણે તે કાળે બચેલા મુનિઓને વલભી બોલાવી તેમના મુખેથી અવશેષ રહેલા ઓછા વધતા ત્રુટિત અને અત્રુટિત આગમોના આલાપકોને અનુક્રમે પિતાની બુદ્ધિ વડે ૧ પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે – "जिनवचनं च दुषमाकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुन-स्कन्दिलाचार्यઅમૃતિમિર પુરસપુ નચરતમા” ૨ જુએ શ્રીભદ્રેશ્વરસૂરિકૃત કહાવલી (કથાવલી)ને “વીર નિર્વાણુ સંવત ઔર જન કાલગણુના (પૃ. ૧૧૦-૧૧૧)ગત ઉલેખ લગભગ આ આશયને મળતા ઉલ્લેખ નંદીસુનની ગુણિણમાં પણ જોવાય છે. એ આગળ ઉપર આ પ્રકરણ (પૃ. ૪૭)માં અપાયે છે. ૩ શ્રી મલયગિરિરિ નદી સુત્તની વૃત્તિ (પત્ર ૫૪ આ)માં એમને દુષ્પગણિના શિષ્ય દેવ વાચક તરીકે ઓળખાવે છે, પરંતુ મુનિ શ્રી કલ્યાણવિજય એ વાતને બ્રાન્ત ગણે છે અને તેઓ એમને સાંડિલ્યના શિષ્ય ગણે છે. જુઓ વીર નિર્વાણુ સંવત ઓર જેન કાલગણના (પૃ. ૧૨૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92