Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika Author(s): Hiralal R Kapadia Publisher: Hiralal R Kapadia View full book textPage 7
________________ આહંત આગમનું અવલોકન [ પ્રકરણ શ્રીસિદ્ધસેન ગણિએ એની ભાષ્યાનુસારિણી ટીકાના ટલ્મા પૃષ્ઠમાં “આગમ'ની વ્યુત્પત્તિ નીચે મુજબ પ્રતિપાદિત કરી છે – મારજીસ્થાવાણા વાવનાને થાનમઃ” આને અર્થ એ છે કે આચાર્યોની પરંપરાથી વાસના દ્વારા જે આવે છે તે ‘આગમ' છે. આ પ્રમાણે છે કે “આગમ' શબ્દ એ સમગ્ર શ્રુતજ્ઞાનને અને એ શ્રુતજ્ઞાનને રજુ કરનારા ગ્રંથને અંગે વાપરી શકાય તેમ છે, છતાં અહીં તે એને વિશિષ્ટ અર્થ કરવાનો છે. એટલે કે શ્રુતજ્ઞાન સંબંધી અમુક અમુક ગ્રંથને જ માટે અત્ર “આગમ” સંજ્ઞા' સમજવાની છે. શ્વેતાંબરની એવી માન્યતા છે કે ગણધરોએ, તીર્થંકરના અન્ય શિષ્યોએ, પ્રત્યેકબુદ્ધોએ, અશ્રુતકેવલીઓએ અને દશપૂર્વધરે રચેલાં શા “આગમ ગણાય છે. આને સમર્થનાથે ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામીએ રચેલી ગણાતી એહનિજુત્તિ (આઘનિર્યુક્તિ)ની શ્રીલેણ આચાર્યે રચેલી વિકૃતિના ૩ આ પત્રમાં એ આચાર્યો જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તે હું રજુ કરું છું – _ "अर्थतस्तीर्थकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिबद्धं दशपूर्वधरोपनिबद्धं प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूत सूत्रं भवति ।' આ ઉલ્લેખ કરવા પૂર્વે એ આચાર્યો નીચે મુજબનું પદ્ય અવતરણરૂપે આપ્યું છે – " अईप्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धब्धं च । स्थविरप्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ॥" શ્રીવ કેર સ્વામીએ રચેલા મૂલાયા (મૂલાચાર)ને પંચાચારવર્ણનરૂપ પાંચમાં અધિકારની પ્રસ્તાવની નિમ્નલિખિત ૮૦ મી ગાથા આગમના ઉપર્યુક્ત સ્વરૂપને સમર્થિત " सुत्तं गणधरकथिई तहेव पत्तेयबुद्धिकथिदं च। मुदकेवलिणा कथिदं अभिण्णदपुधकथिदं च ॥ ८० ॥" ૧. શે પિતાનાં શાસ્ત્ર માટે “આગમ' સંજ્ઞા વાપરે છે, પરંતુ અહીં એ સંજ્ઞા શવાગમને માટે નહિ પણ જેના માટે મેં વાપરી છે. - ૨ તીર્થંકરના મુખ્ય શિષ્ય જેઓ વિશિષ્ટજ્ઞાની હોય છે અને જેઓ દ્વાદશાંગી રચે છે, તેઓ ગણધર” કહેવાય છે. છે જેન તીર્થને સ્થા પનારા, કેવલજ્ઞાની, ઉત્કૃષ્ટ પુણ્યશાળી અને એ જ ભાવમાં નિર્વાણ પામનારા તીર્થકર કહેવાય છે, * ૪. કાઈ પણ પ્રકારનું બાહ્ય વેરાગ્યજનક નિમિત્ત મેળવી વૈરાગ્ય પામી એકલા પણ વિહરનારા વલજ્ઞાની બની મેણે સંચરનાર મહાત્મા પ્રત્યેકબુદ્ધ' કહેવાય છે. એઓ સ્વયંબુદ્ધથી ભિન્ન છે. એ સિન્નતા જાણવા માટે જુઓ નદીસુર (નંદીસૂવ)ની ચુણિ (ચૂર્ણિ)નું પત્ર ૧૯ તેમ જ શ્રીશ્યામ આચાર્યો ચેલ પણgવણ (પ્રજ્ઞાપના)ની શ્રી મલગિરિશિફત વૃત્તિ (પત્ર ૧૯ આ-૨૦ અ). ૫. એઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ધારક છે. એઓ ચાદપૂર્વધર' પણ કહેવાય છે. ૯એ દસ પના જ ગકાર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 92