Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 30
________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૨૫ (૪) ચૂલિયાને જે પાંચમું સ્થાન અપાયું છે તે રચનાની દષ્ટિએ અને સ્થાપનાની દષ્ટિએ-અભ્યાસની દૃષ્ટિએ પણ છે. જેમ વ્યાકરણમાં સંજ્ઞા પ્રકરણ પ્રારંભમાં હોવા છતાં એમાં તદ્ધિત, સમાસ, કૃદંત ઇત્યાદિને લગતાં પ્રકરણે આગળ ઉપર અપાયેલાં જોવાય છે તેમ પરિકમ્મના સંબંધમાં પણ કંઈક કહેવાનું રહી ગયું હોય કે બકે ઇરાદાપૂર્વક બાકી રખાયું હોય તે તેને ચૂલિયામાં સ્થાન સંભવે છે. એવી રીતે સુર, પુથ્વગય અને અણુઓને ઉદ્દેશીને પણ ચૂલિયા સંભવે છે, અને એક રીતે વિચારતાં પુવગય માટે તે ચૂલિયા છે જ. આ સંબંધમાં આપણે શ્રીસિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦-૪૦૩)માંથી નીચે મુજબની પંક્તિઓ પણ વિચારી લઈશું – જે કે ચૂલિકાવતુ દરેક પર્વની જુદી જુદી છે ને તે તે પૂર્વની સાથે જ તે તે પૂર્વની ચૂલિકા છે, પણ જેમ આચારાંગને અઢાર હજાર પદવાળું માન્યું તેમાં માત્ર પ્રથમ શ્રુતસ્કંધનું જ માન લીધું, તેવી રીતે પૂર્વેનું માન વિગેરે ચૂલિકાવસ્તુ શિવાય લીધેલું હેઇને ચૂલિકા નામને દષ્ટિવાદને પાંચમે ભેદ ગણાય છે. આ ઉપરથી શ્રુત જ્ઞાનના વીથ ભેદેતું વર્ણન કરતાં પરિકર્મ અને પરિકર્મસમાસ અને ચૂલિકા, ચૂલિકાસમાસ એવા ભેદ કેમ ન ગયા? એવી શંકાને સ્થાન નહિ રહે. કેમકે તે બધા પૂર્વગતને અંગે રહેલા છે અને વસ્તુ, પ્રાભૂત વગેરે પૂર્વ અને પૂર્વના પેટભેદો તે વશ ભેદમાં ગણેલા જ છે. અર્થાત બારમું આખું અંગ જે દૃષ્ટિવાદ તે બધું ચૌદ પર્વને અવલંબીને રહેલું છે અને તેથી એક, નવ, દસ કે ચદ પૂર્વધરની હકીકત શાસ્ત્રોમાં આવે છે, પણ પરિકર્મધર, સૂત્રધર, પૂર્વાનુગધર કે ચૂલિકાધર વગેરે હકીકત આવતી નથી. આવી રીતે દૃષ્ટિવાદની રચના થયા પછી સ્ત્રીઓ અને અલ્પ બુદ્ધિવાળા માટે આચારાંગ આદિ અંગોની રચના કરાઈ છે. આ વસ્તુ બારીક દૃષ્ટિથી વિચારાશે તો માલમ પડશે કે જે જે વિશેષ વૃત્તાતો ઉદાહરણ તરીકેનાં છે, તેમાં ગણુધરપદવી પછીનાં પણ ઉદાહરણે નવાં પછી ગણધરોજ ગોઠવે છે. એટલે તીર્થસ્થાપના વખતે રચાયેલ અંગાદિમાં આ દૃષ્ટા હતા એમ માનવાની ફરજ પડે તેમ નથી" . દ્વાદશાંગીની રચના અને સ્થાપનાના કમ સધી મતાત-આપણે છÊા પૃષ્ઠમાં બાર અંગોને જે ક્રમે ઉલ્લેખ જોઈ ગયા તે જ ક્રમે તે રચાયાં છે અને સ્થપાયાં પણ છે એમ કેટલાક માને છે, જ્યારે કેટલાક એ એને સ્થાપનામ છે, નહિ કે રચનાક્રમ એમ પ્રતિપાદન કરે છે. આ મતાંતરે કેટલાં પ્રાચીન છે અને એ સંબંધમાં શા વિશિષ્ટ ઉલ્લેખ મળી શકે છે તે આપણે હવે જોઈ લઈએ. આપણે નદીસુન્નતી યુણિ (પત્ર પ૬–૧૭)ગત ઉલેખ તે ૨૩મા પૃષ્ઠમાં જોઇ ગયા છીએ એટલે અહીં એ સિવાયના ઉલ્લેખો નેંધીશું – ૧ આ માટે જુઓ આહંત દર્શન દીપિકા (પૃ. ૨૩૦ તેમ જ ૨૩૫-૩૭). ૨ “રાણોમરકૂનાં નૃગ વાહawાલિકાના મનુwદાર્થ તર: વિજ્ઞાન: પ્રાકૃતઃ કતઃ " – દસયાલિયસુરની શ્રીહરિભદ્રસૂતિ ટીકાગત અવતરણ ૩ રચના બાદ તરત જ થયેલી સ્થાપના વિશે અત્ર વિચાર કરાય છે, નહિ કે પુરતૈકારોહણ સમયની. એને વિચાર તો આગળ ઉપર કરાશે. ૪ નંદીસત્તની શ્રીમાલયગિરિસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૩૮ આ)માં આ જ ઉલ્લેખ કઈક શાબ્દિક ભૂતપૂર્વક જોવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92