Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika Author(s): Hiralal R Kapadia Publisher: Hiralal R Kapadia View full book textPage 6
________________ આહત આગમોનું અવલોકન પ્રકરણ ૧ પીઠિકા ઉપક્રમ–આ દુનિયા અનેક જાતની અજાયબીઓને અદ્ભુત ભંડાર છે. એમાંની એક અજાયબી એ જણાય છે કે આ દુનિયાના પૂર્વાર્ધમાં જ મહાધર્મોના સંસ્થાપક–પ્રવર્તકો જગ્યા છે અને પશ્ચિમાઈ એ બાબતમાં પૂર્વાર્ધથી ઉતરતું પદ ભોગવે છે. પૂર્વાર્ધમાં ઉદ્ભવેલા ધર્મોમાંથી અનેકનું આજે નામનિશાન પણ રહ્યું નથી, એટલું જ નહિ પણ એશિયા ખંડના યે ધર્મોની યાદી પણ મળી શકતી નથી. આગળ વધીને કહું તો આ ભારતવર્ષમાં અત્યાર સુધીમાં જેટલા ધર્મોને પ્રાદુર્ભાવ થયે તેની પણ નામાવલી રજુ કરી શકાય એવી આપણું આધુનિક પરિસ્થિતિ નથી. આવા સંયોગોમાં આજે આપણને દુનિયાભરના તે શું, પણ ભારતવર્ષના એ વિવિધ ધર્મોના પ્રામાણિક અને પવિત્ર ગણતા ગ્રંથોની યાદી પણ ઉપલબ્ધ થઇ શકે નહિ તે તે નવાઈ જેવું નથી. અનેક ધર્મના ગ્રંથ અત્યાર સુધીમાં લુપ્ત થયાં છે. આ હકીકત જૈન ધર્મ પરત્વે પણ જવાય છે, તેમ છતાં એના જે અતિમાનનીય ગ્રંથ વિષે જે કંઇ છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે તેના આધારે તેમ જ એના ઉપલબ્ધ ગ્રંથ ઉપરથી એ વિષે કેટલોક ઊહાપોહ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. આહત આગમને અર્થ–સથી પ્રથમ હું આહત આગમે એટલે શું તેને નિર્દેશ કરે ઉચિત ધારું છું. “આહંત' શબ્દ “અહંત' ઉપરથી બનેલો છે. આ “અત' શબ્દ જૈનના તીર્થકર, બૌદ્ધોના બુદ્ધ અને વિષ્ણુના વિષ્ણુ એમ ત્રિવિધ અર્થથી યુક્ત છે. આ પ્રમાણે વિચારતાં તે “આહત આગમ' એટલે જૈનોન, બોદ્ધોના અને વિષ્ણુના સાંપ્રદાયિક પ્રાચીન ગ્રંથ એ અર્થ કરી શકાય, પરંતુ પ્રસ્તુતમાં હું “આહંત' શબ્દ કેવળ “જૈન” એ અર્થમાં વાપરું છું. આગમના પર્યાય અને એની વ્યુત્પત્તિવાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ પજ્ઞ તવાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય(પૃ. ૮૮)માં શ્રુતજ્ઞાનના વિવિધ પર્યાયો દર્શાવ્યા છે. ત્યાં એમણે શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન એ શબ્દોને સમાનાર્થક સૂચવ્યા છે. આ શાસ્ત્રના ટીકાકાર ૧ “અહ” શબ્દ ટ્વેદમાં તેમજ બૌદ્ધ સાહિત્યમાં નજરે પડે છે એ હકીકત “The Indian Historical Quarterly”ના ત્રીજા પુસ્તક (Vol.)નાં પૃ. ૪૫-૪૭૮ ઉપરથી જણી શકાય છે. २ " श्रुतमाप्तवचनमागम उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनन्तरम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92