Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika Author(s): Hiralal R Kapadia Publisher: Hiralal R Kapadia View full book textPage 4
________________ કિંચિદ વક્તવ્ય લગભગ વીસેક વર્ષ ઉપર અન્યાન્ય ગ્રંથમાંની કીકતને, આગમોના આધારે વિચારી જેવાને સુગ મને સાંપડ્યો હતો. તે વેળા અને ત્યાર બાદ આગનું કટકે કટકે અવલોકન કરવાના અવનવા પ્રસંગે મને એ આગમોની વિશાળતા, ગહનતા અને મહત્તાદિથી પરિચિત બનાવ્યા છે અને મને એનો સાંગોપાંગ અભ્યાસ કરવા લલચાવ્યો છે, પરંતુ એવો યથેષ્ટ અભ્યાસ કરી શકે તેવી સાનુકૂળતા હજી સુધી મને પ્રાપ્ત થઈ નથી, કિન્તુ મારા અભ્યાસને સુગમ બનાવવામાં મને સહાયક થઈ પડે એવી કેટલીક વિગતો હું એકત્રિત કરી શક્યો છું. આ તમામ વિગતોને સાધનના અભાવે, યોગ્ય રૂપમાં હું પ્રસિદ્ધ કરી શકું તેમ નહિ હોવાથી એ અત્યાર સુધી લખાયેલી–ોંધાયેલી પડી રહી અને આજે માંડમાંડ એને એક વિભાગ હું પ્રસિદ્ધ કરી શકું છું. આ વિભાગને યથેષ્ઠ ન્યાય આપવાનું અને એમાં ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓને પહોંચી વળવાનું સામર્થ તો આગમોના અખંડ અને સતત અભ્યાસીઓ જ ધરાવે એ દેખીતી વાત છે, તેમ છતાં ચંચુપ્રવેશરૂપે આ પ્રયાસ કરવાની મને અનેક સ્થળેથી પ્રેરણ થતાં તેને વશ બની મેં આ કાર્ય કર્યું છે. દરેકે દરેક બાબતને આગમમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય જ એમ નથી. વળી કેટલીક વાર આગમિક સાહિત્યમાં વિસંવાદી જણાતા ઉલ્લેખોનો સમન્વય પણ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ ઉપરાંત આ જમાનામાં અનેક તકે દોરાવાય છે. અને દિપો રા કરાય છે અને અનેક જાતની શંકા ઉઠાવાય છે. આનો સપ્રમાણ, સચોટ અને સ્પષ્ટ ઉત્તર અપાવો જોઈએ જેથી આગની ખોટી અવહીલના થતી અટકે. કઈ કઈ બાબતોના ઉત્તરની જરુર છે તેનું દિગ્દર્શન કરાવવાના હેતુથી મેં પ્રસંગોપાત્ત વિકલ્પ રજુ કર્યા છે; પરંતુ તેને અર્થ કંઇ એ નથી કે મને આગમ ઉપર શ્રદ્ધા જ નથી કે એ તમામ વિકલ્પોમાંથી ગમે તે એકને–ભલેને તે પેટે હેય તે પણ તેને હું વળગી રહેવા માગું છું અને અન્યને અવળે માર્ગે દોરવવા ઇચ્છું છું. આ તો મારા જેવાને જ્યાં માર્ગદર્શનની આવશ્યકતા જણાય છે ત્યાં અહીં ચર્ચેલા કોઈ પણ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં બહુશ્રુત સમુચિત પ્રકાશ પાડી સપ્રમાણ અને સમજાય તેમ આ વિષય પરત્વે ઊહાપોહ કરી મારા જેવાની આ વિષયની જિજ્ઞાસા પૂર્ણ કરે એવી ભાવનાથી પ્રેરાઇને મેં આ કાર્ય કર્યું છે. અંતમાં એ વાત સાનંદ નોંધી લઉં કે આ કઠિન વિષયના વિશદીકરણ માટે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિના એક વિદ્વાન વિનેય શ્રી વિજયલાવણ્યસૂરિ સાથે વિચારની આપ લે કરવાના વિવિધ પ્રસંગે ઉપસ્થિત થતાં તેમણે મને એ સંબંધમાં પિતાના સમયાદિન ભોગ આપી ઉપકૃત કર્યો છે. આ પ્રમાણેની પરિસ્થિતિમાં તૈયાર થયેલ આહત આગમોનું અવલોકન યાને તરસિકચન્દ્રિકા (પ્રથમ વિભાગ) સે કોઈને હિતકર નીવડો અને એમાં જે કંઇ ખલના ઉદ્ભવી હોય તેનું તજજ્ઞોને હાથે ગ્ય રૂપમાં સત્વર નિરસન થાઓ એમ ઇચ્છતો હું વિરમું છું. સાંકડી શેરી, ગોપીપુરા, | હીરાલાલ રસિકદાસ કાપડિયા તા. ૫-૧-૨૯. ૧ મુદ્રદોષને અંગે શુદ્ધિપત્રક આપવાનું હાલ બને તેમ નથી. એટલે હાલ તુરત તા - ૨, ૫. ૯ માં તીર્થંકરના અન્ય શિષ્યએ’ એમ જે છપાયું છે તેમાં અન્યને બદલે અમુક, પૃ ૩ પં. ૧૬ માં દ્રવ્યરૂપી” ને બદલે “ વ્યરૂપી” અને પૃ. ૬, ૫. ૨૬-૨૭માં “શ્રી ચન્દ્રપ્રભુ સુધી’ને બદલે શ્રીસવિધિનાથના નિર્વાણ સમય સધી' એમ વીચ વિજ્ઞપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 92