________________
[૫] અગુરુ-લધુ આત્માના ગુણો અગુરૂ-લઘુ સ્વભાવના છે. એનો પરમાનંદ નામનો ગુણ, જ્ઞાન-દર્શન ગુણ જરાય વધે નહીં, ઘટે નહીં. શુદ્ધાત્માનો જોવાજાણવાનો સ્વભાવ ક્યારેય વધઘટ થતો નથી.
ગુરુ-લઘુ પરિણામથી ગોત્રકર્મ ઊભા થાય.
આપણું શરીર, જે પુદ્ગલને આપણે છોડી દેવાના છીએ એ ગુરુલઘુ સ્વભાવનું છે, જ્યારે આપણે પોતે અગુરુ-લઘુ સ્વભાવના છીએ.
અગુરુલઘુ સ્વભાવ એટલે એના પ્રદેશની બહાર ના જવા દે. એટલે સ્થિરતા છોડે નહીં.
અગુરૂ-લઘુ એટલે વધઘટ ના થાય, જાડો-પાતળો ના થાય, ઊંચોનીચો ના થાય, હલકો-ભારે ના થાય. જેમ છે તેમ સ્થિતિમાં રહે.
આ જગતમાં જે કંઈ દેખાય છે તે ગુરુ-લઘુ સ્વભાવવાળું છે. તેને જોનાર (બુદ્ધિ-અહંકાર) પણ ગુરૂ-લઘુ સ્વભાવવાળા છે. જે આત્મા છે, તે અગુરુ-લઘુ સ્વભાવી છે.
ટંકોત્કીર્ણ કહે છે તે અગુરુલઘુ સ્વભાવને લઈને છે. - છયે તત્ત્વો શુદ્ધ સ્વરૂપે હોય, તે બધામાં અગુરૂ-લઘુ સ્વભાવ કૉમન છે. પણ જ્યારે (જડ પરમાણુમાં) વિકાર થાય, વિશેષભાવી થાય તે ગુરુલઘુ સ્વભાવી હોય છે.
મૂળ શુદ્ધ પરમાણુ જે વિશ્રસા, સ્વાભાવિક પરમાણુ, તે અગુરુલઘુ હોય. પણ આ વિકૃત પુદ્ગલ, મિશ્રસા પરમાણુ, જેમાં લોહી-પરુ નીકળે, એ ગુરુલઘુ હોય અને પ્રયોગસા પરમાણુ તે બધા ગુરુ લઘુ સ્વભાવના.
અગુરુલઘુ સ્વભાવ એટલે બહાર હાનિ થાય, વૃદ્ધિ થાય પણ પોતે અગુરુ-લઘુ સ્વભાવમાં આવી જાય. પોતાનામાં હાનિ-વૃદ્ધિ ના થવા દે.
મૂળ પરમાણુ એય અગુરુલઘુ સ્વભાવના, પણ પ્રકૃતિ એ ગુરુલઘુ સ્વભાવની.
32