________________
આપ્તવાણી-૯
૧૩ દાદાશ્રી : “જ્ઞાન” થઈ ગયું. કારણ કે મહીં ચોખ્યું હતું ને ! મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાંક તો મારી પાછળ એવું કહે, આની મિયાંપણી બહુ જ છે. ત્યારે કેટલાંક તો કહેશે, “અરે, જવા દો ને તુંડમિજાજી છે.” એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તો ય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી. આ મમતા એ જ સંસાર છે. અહંકાર એ સંસાર નથી.
ને તે મને ય લાગ્યું કે હવે પાંસરો થઈ ગયો છું. કોઈએ પાંસરો કરવો ના પડે મને.
પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા ?
દાદાશ્રી : લોકોએ મારી-ઠોકીને, ઊંધું-ચતું કરીને, આમતેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.
પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ?
દાદાશ્રી : કેટલાંય અવતારથી આ પાંસરા થતાં આવેલાં, ત્યારે આ અવતારમાં પુરો પાંસરો થયો. બાકી, હિન્દુસ્તાનનો માલ પાંસરો ના હોય, આડો જ હોય. કેટલાંક તો જન્મ લેતી વખતે માથું નીચે હોય, તેને બદલે માથું ઉપર હઉ હોય. અને કેટલાંક તો ગર્ભમાં આડા થઈ જાય છે. તે એની માને ય મારે, એ ય મરે અને બધાંયને મારે, ને ડોકટરને ય ફજેત કરે.
પ્રશ્નકર્તા : પણ એમાં એની એવું કરવાની ઇચ્છા ન હોય. એ તો થઈ જાય ને ?
દાદાશ્રી : મૂળથી આડો સ્વભાવ એટલે, જ્યાં જાય ત્યાં આડો થાય. ગર્ભમાં ય આડો. એ જ્યાં જાય ત્યાં આડો ! અને સીધો હોય તે જ્યાં જાય ત્યાં સીધો ચાલે.
૧૪
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનના લોકોમાં આડાઈ છે અને મોક્ષના અધિકારી પણ એ જ છે.
દાદાશ્રી : એવું છે ને, આડા હોય તે જ મોક્ષે જાય. અને આડાઈ તો, સમજણવાળો કરે કે અણસમજણવાળો કરે ? સમજણવાળો જ કરે, આડાઈઓ ?
પ્રશ્નકર્તા : પણ એ ઊંધી સમજણ છે ને, દાદા ?
દાદાશ્રી : એ સમજણ અંતરાઈ તેથી ! અને ત્યાં ફોરેનમાં આડાઈ નહીં. એને તો જેવું હોય એવી સીધી વાત.
પ્રશ્નકર્તા : એ સમજણ અંતરાઈ, એ ફોડ પાડો ને, દાદા.
દાદાશ્રી : આપણી વધેલી સમજણ એ અંતરાઈ. આપણી સમજણ હેલ્પ’ ના કરે તો સમજણ અવળે રસ્તે ચાલે.
આડાઈ જાય તો ઉકેલ આવી ગયો. આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે. એ અહંકારનો ફણગો જ છે.
અહંકારતા આધારે ! આડાઈ ગમે છે તમને ? પ્રશ્નકર્તા : ગમતી તો નથી, પણ જતી ય નથી.
દાદાશ્રી : એ તો હું કાઢી આપીશ. આડાઈઓ ઊભી થાય છે. જતી નથી, એ તમને ભાન થાય છે ને ? તે જ જાગૃતિ છે. નહીં તો એ ભાન જ ના થાય ને ! આડાઈઓ ઊભી થાય છે, એ ભાન જ ક્યાં છે ?! એ આપણે કહ્યું હોય કે, “આવી આડાઈ કરો છો ?” ત્યારે એ કહે, ‘તમે જ આડા છો’ એવું તરત સામું મારે કે ના મારે ? ‘બોસ’ એમ કહે, ‘તમે આડાઈ કરો છો.’ તો મોઢે ના બોલે, બોસછે એટલે. પણ અંદરખાને મનમાં કહ્યા વગર રહે નહીં. કારણ કે અહંકાર શું ના કરે ? અહંકારથી જ ઊભું રહ્યું છે. અહંકારના આધાર ઉપર ઊભું રહ્યું છે. અહંકાર વિલય થાય એટલે પરમાત્મા જ છે.