Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 232
________________ આપ્તવાણી-૯ ૪૧૩ આ ‘દાદા'નું જ્ઞાન જે પામ્યા છે, એ જ્ઞાનથી માલ નીકળે ને, એ સાંભળીને તો જગત બધું ધરી દે. અને ધરી દે એટલે શું થાય ? લપટાયો પછી ! બધા પેલાં ઉપશમ થયેલાં ને, તે ફટાફટ જાગી ઉઠે. આકર્ષણવાળી વાણી છે આ. આ જ્ઞાન આકર્ષક છે. માટે મૌન રહેવું. જો પૂરું હિત કરવું હોય તો મૌન રહેવું. અને દુકાન કાઢવી હોય તો બોલવાની છૂટ છે અને દુકાન ચાલવાની યે નથી. દુકાન કાઢશો તો યે નહીં ચાલે, ઊડી જશે. કારણ કે ‘આપેલું જ્ઞાન’ છે ને, તે ઊડી જતાં વાર નહીં લાગે. દુકાન તો પેલા ક્રમિક માર્ગમાં ચાલે. બે અવતાર, પાંચ અવતાર કે દસ અવતાર ચાલે ને પછી એ ય ઊડી જાય. દુકાન કાઢવી એટલે સિદ્ધિ વેચવી. આવેલી સિદ્ધિને વેચવા માંડી, દુરુપયોગ કર્યો ! ગોશાળો જે હતો ને, એ તો પહેલાં મહાવીર ભગવાનનો શિષ્ય હતો, ખાસ, ‘સ્પેશિયલ’ શિષ્ય. પણ છેવટે એ સામો થઈને ઊભો રહ્યો. ગોશાળો મહાવીર ભગવાન પાસે બહુ વખત રહ્યો. પછી એને એમ લાગ્યું કે મને આ બધું જ્ઞાન સમજાઈ ગયું, એટલે ભગવાનથી છૂટો પડીને કહે છે કે હું તીર્થકર છું, એ તીર્થંકર નથી.’ અને કેટલીક વખત એવું યે બોલતો હતો કે, “એ ય તીર્થંકર છે ને હું ય તીર્થંકર છું.’ હવે એ રોગ પેઠો, પછી શી દશા થાય એની ?! - હવે મહાવીર ભગવાન પાસે હતો, તો ય ત્યાં પાંસરો ના રહ્યો. તો અમારી પાસે બેઠેલો શી રીતે પાંસરો રહે ? જો કાચું કપાય તો શી દશા થાય ? અને તે તો ચોથા આરાની વાત હતી. આ તો પાંચમો આરો, અનંત અવતાર ખરાબ કરી નાખે. અનાદિથી આવાં જ માર ખાધા છે કે, લોકોએ ! આના આ જ માર ખા ખા કર્યા છે. જરાક સ્વાદ મળી ગયો કે, ચઢ્યો જ છે ઉપર (!) ૪૧૪ આપ્તવાણી-૯ જે જે કરે ને, એટલે ચાની પેઠ ટેવ પડી જાય. પછી જ્યારે ના મળે ને, ત્યારે મૂંઝાય. ત્યાર પછી બનાવટ કરીને ય પણ જે' જે' કરાવડાવે. એટલે જોખમ છે, ચેતતા રહેજો. શેની ભીખ છે ? પૂજાવાની ભીખ. અને આમ જે જે કરે એટલે ખુશ. અલ્યા, આ તો નર્ક જવાની નિશાનીઓ ! આ તો બહુ જ જોખમદારી. એવી ટેવ પડેલી હોય, તે જાય નહીં. પ્રશ્નકર્તા : પોતાને પૂજાવાની કામના છે કે નહીં, એની પોતાને કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : બધું ય પોતાને ખબર પડે. એને શું ભાવે છે તે ખબર પડે. આઈસક્રીમ ભાવે છે એ નથી ખબર પડતી ? મહીં થર્મોમિટર છે આત્મા, તે બધું ખબર પડે. આજના જીવો લાલચુ બહુ છે. તે પોતાનું જ ઊભું કરે છે બધે ઠેર ઠેર, પૂજાવાનું બધું ઊભું કરે છે. અને પૂજાવાવાળા પછી નવું ધારણ કરી શકતા નથી સાચી વાત. જ્યાં ને ત્યાં લોકો દુકાન માંડીને બેસી ગયા. અને પૂજાવાની કામના અંદર ભરાઈ રહેલી હોય કે કેમ કરીને મને જે' જે' કરે. તો એને ગલગલિયાં થાય. જે જે કરે એટલે ગલગલિયાં થાય, એવી મઝા (!) આવે ખરેખરી !! ઊંધો રસ્તો છે એ બધો. પૂજાવાની કામના, એના જેવો ભયંકર કોઈ રોગ નથી. મોટામાં મોટો રોગ હોય તો પૂજાવાની કામના ! કોને પૂજવાનો હોય ? આત્મા તો પૂજ્ય જ હોય. દેહને પૂજવાનો રહ્યો જ ક્યાં પછી ?! પણ પૂજાવાની ઇચ્છાઓ-લાલચો છે આ બધી. દેહને પૂજાવીને શું કાઢવાનું ? જે દેહને બાળી મેલવાનો, એને પૂજાવીને શું કાઢવાનું ? પણ એ લાલચ એવી કે “મને પુજે'. એટલે આ પૂજાવાની લાલસાઓ છે. નહીં તો મોક્ષ કંઈ અઘરો નથી. આ દાનતો હોય છે ને, તે અઘરી છે. એવી ઇચ્છા થાય તો ય ભયંકર ગુનો છે. એવી ઇચ્છા કોઈ દહાડો થયેલી ? થોડી મહીં ગલીપચી થાય ? આ તો અમે ચેતવીએ. ના ચેતવીએ તો પછી પડી જાય ને ! સારી જગ્યા પર આવ્યા પછી પડી અપૂજયતા પૂજાપામાં પતત ! પૂજાવાની કામના ઊભી થાય છે ખરી ? કહેજો, હું દબાવી આપીશ. હા, એ મૂળિયું કાપી નાખીએ એટલે પછી બંધ થઈ જાય. એ કામના બહુ જોખમ છે. કામના ઊભી થતી નથી ને ? કો'ક દહાડો ઊભી થવા ફરશે, કે ! માટે જોખમ છે એવું માનીને ચાલજો. કારણ કે લોકો

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253