Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 237
________________ આપ્તવાણી-૯ ૪૨૩ અલગતા નથી, પણ તમને મારી જોડે અલગતા છે. પ્રશ્નકર્તા : આપણે બધા એક જ છીએ, એવું કેટલાક બોલે છે ને ! દાદાશ્રી : એ તો લાગે એવું પણ આમ અલગતા રહેવાની. જ્યાં સુધી એ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગે. મોઢે બોલીએ ખરાં કે આપણે એક જ છીએ, પણ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગ્યા કરે. એ ગેડમાં બેસવું જોઈએ. એટલે મને આખા જગતમાં જુદો કોઈ લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલાં જ મારાં છે, એવું નહીં. આ બધાં જ મારાં છે અને હું બધાંને છું ! જેટલી અભેદતા રહે એટલી પોતાના આત્માની પુષ્ટિ થાય છે. હા, બધું આ જુદાઈ માને છે તેથી તો પોતાના આત્માની શક્તિ બધી છિન્નભિન્ન થઈ ગઈ ને ! જુદાઈ માનવાથી જ આ ભાંજગડ ઊભી થઈ ને ! તમારે હવે જુદાઈ રહે છે કોઈની જોડે ? પ્રશ્નકર્તા : પણ એ જુદાઈ બધી કાઢવી છે. દાદાશ્રી : શું વાત કરો છો ? જુદાઈ કાઢ્યા વગર તો છૂટકો જ નથી ને ! અભેદ થવું પડશે ને ?! પોતાપણું ગયું એનો અર્થ જ જુદાઈ જતી રહી. હવે, જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છોડે નહીં ને ! ને બુદ્ધિ હોય ત્યાં સુધી બુદ્ધિ ભેદ પાડે છે ને ! એ પોતાપણું જાય તો અભેદ થવાય. આપાપણું સોંપી દીધું ! જુઓ, હું તમને કહી દઉં. આમ કરતાં કરતાં ઘણો કાળ અમારો ગયો. તેથી તમને તો હું સહેલો રસ્તો બતાડું છું. મારે તો રસ્તા ખોળવા પડેલા. તમને તો હું જે રસ્તે ગયેલો એ રસ્તો દેખાડી દઉં છું, તાળાં ઊઘાડવાની ચાવી આપી દઉં છું. આ ‘અંબાલાલ મૂળજીભાઈ પટેલ' છે ને, એમણે પોતાનું આપાપણું છોડીને ભગવાનને જ સોંપી દીધું છે. તે ભગવાન એમનું બધું સંભાળી લે છે. અને એવું સંભાળે છે ને, ખરેખરું ! પણ પોતાનું આપાપણું છૂટી ગયું, અહંકાર ગયો ત્યાર પછી. બાકી, અહંકાર જાય ૪૨૪ આપ્તવાણી-૯ એવો નથી. એ પોતાપણું છે ત્યાં સુધી જ ભેદ છે અને ત્યાં સુધી જ ભગવાન છેટા છે. પોતાપણું છોડ્યું કે ભગવાન તમારી પાસે જ છે. છોડી દો ને, તદન સહેલું ! પોતાપણું છોડ્યું તો ભગવાન જ ચલાવી લેશે તમારું. તમારે કશું કરવાનું ના હોય, તમે પોતાપણું છોડી દો તો. ‘દાદા ભગવાન' કોને જાણો છો તમે આમાં ? આ જે દેખાય છે ને, એ તો ‘પબ્લીક ટ્રસ્ટ” છે, એ.એમ.પટેલ’ નામનું. અને એમને જેને ત્યાં સત્સંગ માટે લઈ જવાના હોય તો લઈ જાય, જેવા સંજોગ બાઝે તેવું લઈ જાય. કારણ કે આમાં ‘અમારું” પોતાપણું નથી. શ્રીમદ્ રાજચંદ્ર શું કહ્યું? કે “જ્ઞાની પુરુષ' કોણ ? જેને કિંચિત્માત્ર કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી, દુનિયામાં કોઈ પ્રકારની ભીખ જેને નથી, ઉપદેશ આપવાની યે જેને ભીખ નથી કે શિષ્યોની યે ભીખ નથી, કોઈને સુધારવાની યે ભીખ નથી, કોઈ પણ જાતનો ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી એ. એ પોતાપણામાં બધું આવી જાય છે. આ ‘વર્લ્ડમાં કોઈ માણસ એવો ના હોય કે જેને પોતાપણું ના હોય, આપણી આ દુનિયામાં. બ્રહ્માંડમાં બધું જુદી વાત છે. ત્યાં તો બધા તીર્થકરો છે, બધુય છે. જ્યારે આપણી દુનિયામાં પોતાપણું ના હોય એવો કોઈ માણસ હોય નહીં. પોતાપણું ના હોય એવા તો ફક્ત તીર્થકર ગોત્રમાં નાપાસ થયેલા હોય એટલાં જ હોય. “જ્ઞાતી'તે પોતાપણું નથી ! પોતાપણું રહિતનાં શું લક્ષણ હોય ? પોતાપણું ના હોય એટલે શું ? કે સત્ પુરુષને એમ કહો કે “આજે મુંબઈ ચાલો.' ત્યારે ‘ના’ એવું એ ના બોલે. લોકો એમને મુંબઈ લઈ જાય તો એ પોટલાની પેઠ જાય, અને પોટલાની પેઠ અમદાવાદ આવે. એટલે પોતાપણું નથી. અમને પૂછે કે, ‘દાદાજી, ક્યારે આપણે જઈશું ?” અમે કહીએ, ‘તમને ઠીક લાગે તેમ.' અમારે બીજું કશું બોલવાનું નહીં. એટલે એ લોકો પોટલાને લઈ જાય, તે ગુનો નથી. અમે જ એવું કહીએ કે, “ભઈ, તમને ઠીક લાગે

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253