________________
આપ્તવાણી-૯
૪૩૧ થઈ જાય.
અત્યારે મારી જોડે આપણા સત્સંગ સંબંધી કે બીજા કોઈ સંબંધી મહીં મોટી લાંબી વાત લઈને આવ્યો હોય તો દોઢ કલાક ભલે ચાલે. પણ ડખોડખલ અમારે ના હોય ને ! અને બીજે તો એવું થાય તો મતભેદ હલ થઈ જાય. અમારે ડખોડખલ ના હોય. સો કલાકનું કામ એક કલાકમાં કરી આપીએ, હંડ્રેડ અવર્સનું કામ. પણ ડખોડખલ નહીં ને ! કારણ કે અમારે પોતાપણું જ નથી ને !
રક્ષણ, તે લક્ષણ પોતાપણાતાં ! પોતાપણું છે કે નથી ? પ્રશ્નકર્તા : કોઈ વાર ઊભું થઈ જાય.
દાદાશ્રી : નહી તો શું રહે ? આત્મા તરીકે રહે ?! પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. જેટલી જાગૃતિ નથી એટલું બધું ય પોતાપણું જ છે. કોઈ તેમને કહે કે ‘તમે ખરાબ છો.” તો તરત પોતાપણું ઊભું થાય ને ?
પ્રશ્નકર્તા: કોઈક વાર થઈ જાય.
દાદાશ્રી : કોઈક વાર થાય કે રોજેરોજ થાય ? ક્યારે ના થયું એ કહો ને ! આ તો બધું પોતાપણું જ છે ને ! જે પોતે રક્ષણ કરે ત્યાંથી પોતાપણું, પોતાનું રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને !
પ્રશ્નકર્તા: ‘મારું ખરું છે” એ જયાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને ?
દાદાશ્રી : ખરું-ખોટું હોતું જ નથી. એ પોતાપણાનો વાંધો નહીં. બીજાં બધાં બહુ પોતાપણાં હોય ને ! સહેજ કહેતાં પહેલાં તો ફાટી જાય. પ્રકૃતિનું રક્ષણ કરે, તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હઉ ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. પોતાની તનતોડ રક્ષા કરવી, એનું નામ પોતાપણું. અત્યારે તો પોતાપણું સાચવે, પણ પાછાં
૪૩૨
આપ્તવાણી-૯ કળા કરીને ય ખસી જવા માગે એવું હઉ કરે. એટલે ઉપરથી કળા હલે કરે. કળા એટલે કપટ..
પોતાપણાનો અર્થ સમજી ગયાં ને ? હજુ પોતાની જાતની રક્ષા કરે છે અને તે કપટ કરીને, કળા કરીને ય રક્ષા કરે છે.
પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહ્યું, તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય ?
દાદાશ્રી : બધું પોતાપણું પ્રકૃતિનાં રક્ષણમાં જ જાય પણ અમુક કપટપણું ના હોય એ પોતાપણું સારું કહેવાય, સુંવાળું કહેવાય ને પેલું કપટવાળું એ ખરાબ કહેવાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કળા કરીને ય રક્ષણ કરે, કપટ કરીને ય રક્ષણ કરે, એ ડબલ પોતાપણું.
દાદાશ્રી : હા, એ ડબલ પોતાપણું. છોકરાઓ પણ રક્ષણ કરે છે, પણ કળા કરીને ના કરે.
પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ કપટ કર્યું, કળા કરીનેય પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું. તો એ શું કહેવાય ?
દાદાશ્રી : તે એટલું પાતળું કપટ હોય તો ખબર પડે. કપટીને ય ખબર પડે, જાડું કપટ હોય તો ખબરે ય ના પડે.
ત્યાં ગાઢ પોતાપણું ! પોતાપણું છોડવાની ઈચ્છા છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પણ પહેલું તો આપણાથી કોઈકને દુઃખ થતું અટકશે ત્યાર પછી પેલાં પડળ જાય.
પ્રશ્નકર્તા : કયાં પડળ ? દાદાશ્રી : પોતાપણાનાં ને બીજાં બધાં પડળો. અને આ તો