Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 250
________________ આપ્તવાણી-૯ ૪૪૯ પોતાપણું ટકવાનું જ છે ને, એની જોડે ? દાદાશ્રી : પોતાપણું ખલાસ થયા પછી પણ ઉદય તો આવે જ ને ! પણ એ ઉદયમાં પોતાપણું ના હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ તો પોતાપણું ખલાસ થાય ત્યારે ને ? દાદાશ્રી : ત્યાર પછી યે ઉદય તો આવ્યા જ કરવાના ને ! પણ એમાં પોતાપણું ના હોય. ઉદય તો મારે ય હોય ને ! પણ ઉદયમાં પોતાપણું અમને ના હોય. ઉદયમાં પોતાપણું બધાને વર્તે છે. પણ ‘જ્ઞાન’ પછી એ પોતાપણું ઓછું થતું જાય, વધે નહીં. ઓછું થતું થતું ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : અને એ પોતાપણું તો ઉદય આવશે ત્યારે દેખાશે ? દાદાશ્રી : હા. તેથી કહ્યું કે, જેમ જેમ ઉદય આવતા જાય, તેમ આત્માનો અનુભવ આવતો જાય, તેમ તેમ અહંકાર ઓછો થતો જાય. એવી રીતે આ બધું ‘રેગ્યુલર’ થયા કરે. એને અનુભવ પછી વધતો જાય. સમજવી જ્ઞાતભાષાની ઝીણી વાતો ! પ્રશ્નકર્તા : તો પછી અહંકાર ખલાસ કરવાની માથાકૂટ કરવાની જરૂર નથી. એની મેળે જ ક્રમ પ્રમાણે ઉદયમાં આવશે ને એને આપણે જોયા કરવાનું. દાદાશ્રી : નહીં. આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. ‘કશું કરવા જેવું નથી’ એવું નહીં. ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો. પ્રશ્નકર્તા : પણ એ ‘જોયા’ કરવા સિવાય બીજો શો પુરુષાર્થ ? દાદાશ્રી : એ જોયા કરવાનું, પણ એ જોવાતું નથી એવું. જોવા ય એવું સહેલું નથી એ. પુરુષાર્થ કરવાનો આપણે. પુરુષાર્થ કરીએ તો જોવાય. પ્રશ્નકર્તા : એટલે કેવો પુરુષાર્થ કરવાનો ? દાદાશ્રી : એ જ પુરુષાર્થ કરવાનો કે આ શું મહીં બળી રહ્યું છે. ૪૫૦ આપ્તવાણી-૯ ને કેવી રીતે થઈ રહ્યું છે. પ્રશ્નકર્તા : એ જોવાનું થયું ને ? દાદાશ્રી : પણ જોવાનું સહેલું નથી. જોવાય નહીં માણસથી. માણસ જોઈ શકે નહીં. પુરુષાર્થ કરે તો જોવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય, તન્મયાકાર થવા ના દે. આ તો તન્મયાકાર થઈને એને જુએ, એનો અર્થ જ નહીં ને ! ‘મિનિંગલેસ’ વાત ને !! પ્રશ્નકર્તા : ઓહો, તન્મયાકાર થઈને જ જોવાનો પ્રયત્ન કરે ! દાદાશ્રી : હા, એટલે ‘મિનિંગલેસ’ વાત ને ! પ્રશ્નકર્તા : તો કઈ રીતે જુદું પડીને જોવાનું ? દાદાશ્રી : પુરુષાર્થ કરીને ! એમાં કંઈ ‘વ્યવસ્થિત'ના આધારે પેલામાં તન્મયાકાર થાય, તો તન્મયાકાર નહીં થવા દેવું અને પોતે પોતાનામાં રહેવું, પેલાને જુદું રાખવું અને તે જુદું જોવું એ પુરુષાર્થ ! હવે એવું જાણવા-જોવાનું તો રહે નહીં ને ! ‘મહાત્મા’ બોલે એટલું જ કે ‘અમે જોઈએ-જાણીએ છીએ.” બધા ય આપણા ‘મહાત્મા’ બોલે છે કે “આપણે તો બધું જોવાનું ને જાણવાનું.” મેં કહ્યું, ‘બહુ સારું.’ પણ કેમનું જોવા-જાણવાનું તે ?! આ તો બધા જ બોલે તો યે હું ‘લેટ ગો’ કરું. હું જાણું કે ‘ફર્સ્ટ સ્ટાન્ડર્ડ” આવો જ હોય. પ્રશ્નકર્તા : પણ ઉદય તો, ચોવીસેય કલાક ઉદય તો રહેવાના જ ને ! દાદાશ્રી : એ ઉદય જ છે આખો દહાડો ય. હા, પછી ઉદયમાં તન્મયાકારપણું તે ય છે એની જોડે ને જોડે. અને તન્મયાકાર નથી થવા દેવું એ પુરુષાર્થ, તે પુરુષાર્થે ય કામ કરે છે. પણ ઘણી જગ્યાએ એ પુરુષાર્થ ઓછો હોય છે. કેટલુંક તો એમ ને એમ તન્મયાકાર રહ્યા જ કરે છે. ખબર પડ્યા વગર એમ ને એમ જતું રહે છે આખો દહાડો ય ! અને પછી કહેશે ‘આપણે જોયું-જાણ્યું ! અલ્યા, શું જોયું-જાણું ? એ

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253