Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 251
________________ આપ્તવાણી-૯ શાને કહે છે ? આ ભૂતાં જોયાં તેં ? જોવાનું તે શું છે ? કે ‘વ્યવસ્થિત’ તન્મયાકાર થવા દેતું હોય, તે જાણવું કે ‘વ્યવસ્થિત’ આ બાજુ લઈ જઈ રહ્યું છે, તેને આપણે આમ ખેંચી લાવવું અને પોતાના ‘એમાં’ રાખી અને ત્યાંથી પછી જોવું અને શું બળતરા થવા માંડી શરૂઆત તે જોવી. એવો કંઈ પુરુષાર્થ હોય, તે પુરુષાર્થ એટલે પુરુષના આધારે કંઈક હોય. ૪૫૧ આવું કંઈ સહેલું છે ‘જોવું-જાણવું’ ? પણ બધા ય ‘મહાત્માઓ’ બોલે છે એવું ‘આપણે દાદા, જોઈએ ને જાણીએ, આખો દહાડો એ જ.’ મેં કહ્યું, ‘બહુ સારું.’ કારણ કે ઝીણી વાત એમને ખબર પડે નહીં, ને મારે માથાકૂટ પડે. આ તો તમારા લીધે આવી ઝીણી વાત કરું છું. નહીં તો ઝીણી વાત કરાય નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, આની જરૂર છે. દાદાશ્રી : પણ કોને કરું ? એ તો અમુક જ હોય, તેને કરાય આ વાત. ‘અક્રમ વિજ્ઞાત'ની લબ્ધિ ! આ ‘જ્ઞાન’ લીધું એટલે પોતે આત્મા છે. પણ તે સર્વસ્વ આત્મા નથી એ. એ પ્રતીતિ આત્મા છે. ત્યારે પ્રકૃતિ ઉપશમ થયેલી હોય, તો ય એ પ્રતીતિ આત્મા છે. આપણા બધા ‘મહાત્માઓ'ને પ્રતીતિ આત્મા છે. પ્રશ્નકર્તા : એટલે આ ‘જ્ઞાન’ પછી આખી પ્રકૃતિ હજુ ઉપશમ ભાવને પામેલી છે. દાદાશ્રી : હા, પણ ઉપશમ ભાવને પામેલી એટલે બહુ થઈ ગયું. એટલું આવ્યુંને, ઉપશમ ભાવને પામી એ જ મોટામાં મોટો પુરુષાર્થ. એ જ મોટી આ લબ્ધિ કહેવાય એને ! બાકી, બીજી બધી લબ્ધિઓ નથી. પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપશમ છે એમાં શો પુરુષાર્થ ? દાદાશ્રી : એને પુરુષાર્થ કહેવાય ને ! પ્રકૃતિ ઉપશમ થઈ એટલે પ્રકૃતિ તમને ‘હેલ્પફુલ’ થઈ. એટલે પુરુષાર્થ કરો તો તમારો ફળે. પ્રકૃતિ ૪૫૨ ઉપશમ ના થાય ત્યાં સુધી પુરુષાર્થ ફળે જ નહીં. આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : પણ એ પ્રકૃતિ તો પાછી ઉભરાવાની તો ખરી જ ને ? દાદાશ્રી : ઉભરાય. તો ય પણ જ્યારે ત્યારે પુરુષાર્થ એનો ફળે, વહેલો-મોડો પણ પુરુષાર્થ ફળે. પણ પ્રકૃતિ ઉપશમ થયેલી હોય તો. અને એક ફેરો ઉપશમ થયા પછી ઉભરાય નહીં ફરી, ઉપશમ થયા પછી જાય નહીં. આધીતતા વિતા મોક્ષમાર્ગ તથી પ્રશ્નકર્તા : ઉપશમ એટલે શું હોય એમાં ? દાદાશ્રી : ઉપશમ એટલે ગમે એટલું એમની પર અવળું જોર કરો તો ય જાય જ નહીં. થોડીવાર અવળું થઈને પછી પાછાં આવતાં રહે. અહીંથી છૂટો ના પડે. બીજાં બધાં છૂટાં પડી જાય. બહુ તોફાન માંડોને, તો ભાગી જાય. અને ઉપશમવાળો તો મરી જાય તો ય ના છોડે. પ્રશ્નકર્તા : ક્યાં ભાગી જાય ? દાદાશ્રી : ગમે ત્યાં આગળ, જ્યાં એને ‘સેફ સાઈડ' હોય ત્યાં. પ્રશ્નકર્તા : એટલે આપની પાસેથી ભાગી જાય, એમ ? દાદાશ્રી : હા. અને હું ના હોઉં ને કોઈકની પાસે બેઠો હોય તો એ ત્યાંથી યે ભાગી જાય. ઉપશમ હોય તે ના ભાગે, મારી નાખે તો યે ના ભાગે. અને પેલો તો જુદું લઈને બેસે. આ તમારું રહ્યું, અમારું જુદું. જુદો ગચ્છ લઈ બેસે. ત્રણ જણ ભેગા થાય, એનું નામ ગચ્છ કહેવાય. ત્રણ સાધુઓ કે ત્રણ ભેગા થઈને આરાધના કરવા બેસે, એનું નામ ગચ્છ કહેવાય. ભગવાને એનું નામ ગચ્છ આપ્યું. ગચ્છ કાઢીએ તો શું ખોટું ? ત્રણ જણ તો મળી આવે ! પ્રશ્નકર્તા : પણ ગચ્છ હોય ત્યાં મોક્ષમાર્ગ ના રહ્યો ને, પછી ? દાદાશ્રી : હા, અને ગચ્છ હોય એટલે ખલાસ. પણ એવું ગચ્છ

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253