Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 244
________________ ૪૩૮ આપ્તવાણી-૯ ૪૩૭ દાદાશ્રી : છૂટી જાય ને ! ‘વ્યવસ્થિત’ એ પોતાપણું છોડવા માટે જ મેં આપેલું છે, ને એઝેક્ટ' છે એ. ‘વ્યવસ્થિત’ એટલે ‘સાયન્ટિફિક' વસ્તુ છે. એ કંઈ તમને અડસટ્ટે આપેલી વસ્તુ નથી. અવલંબન ખોટું આપ્યું નથી, ‘એકઝેક્ટ’ છે. પ્રશ્નકર્તા : આ તો પોતાપણું છોડવું નથી અને પોતાપણું છોડ્યા વગર વસ્તુ પ્રાપ્ત કરવાની જે વાત રાખે છે, એ કેવું ? - દાદાશ્રી : હા, એટલે અમે શું કહીએ છીએ કે પોતાપણું છૂટી જાય તો એની મેળે ચાલ્યા કરે એવું છે. વગર કામનો શું કરવા પકડી રાખે છે ! છોડી દે ને, અહીંથી. પણ તે છોડે નહીં ને ! કહેશે, ‘આમ થઈ જશે ને આમ થઈ જશે.’ આ ‘જ્ઞાન' લીધું એટલે ‘પોતે’ આત્મા થઈ ગયો. ‘પ્રકૃતિ મારી જોય’ એમ કહે છે, પણ પછી પાછો શું કરે ? પ્રકૃતિનું રક્ષણ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવામાં શૂરો, કરે કે ? કોઈ ના કરે ? કોઈ રક્ષણ કરતાં હશે ખરાં ? આપ્તવાણી-૯ આ પોતાપણાના શોખ છૂટી જાય એટલે પોતાપણું છૂટી જાય. જ્યાં સુધી શોખ હોય ત્યાં સુધી છૂટે કે ? પ્રશ્નકર્તા : આ ના સમજાયું. બધા શોખ છૂટે ત્યારે કે પોતાપણાનો શોખ છૂટે ત્યારે ? દાદાશ્રી : એકલો પોતાપણાનો જ શોખ છુટે ત્યારે. બીજા બધા શોખ ના છૂટે તો વાંધો નહીં. પોતાપણાનો શોખ બહુ ભારે હોય છે. ‘મારું કહેલું જ કરવું પડશે” કહેશે. એટલે બીજાં બધા શોખ ના છૂટે તો કશો વાંધો નહીં. પ્રશ્નકર્તા : પોતાપણાનો શોખ એટલે એમાં પોતાનું ધાર્યું કરાવવું એ ? દાદાશ્રી : એવું નહીં. પાછું ધાર્યું કરાવવા ઉપરય શોખ, એવું નહીં. પ્રશ્નકર્તા: તો ? દાદાશ્રી : પોતાપણું ! આખા જગતમાં બધાને હોય. એ પોતાપણું જાય એટલે ભગવાન થઈ ગયા કહેવાય. જેને પોતાપણું નહીં, એ ભગવાન ! આ તમને બધાને “જ્ઞાન” આપ્યું છે, પણ તમારી પાસે પોતાપણું છે જ. જ્યારે તમારું પોતાપણું નહીં હોય તે દહાડે તમે ભગવાન જ થઈ ગયા. અત્યારે ય ભગવાન જ છો, પણ થઈ ગયા નથી. કારણ કે તમને પોતાપણું છે. પણ જ્યારે પોતાપણું નહીં રહે ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો. ભાવ” થકી આદરવો પુરુષાર્થ ! ‘જ્ઞાન’ હોય તો પોતાપણું જાય. નહીં તો પોતાપણું જાય નહીં. પ્રશ્નકર્તા : પણ અમે બધાએ જ્ઞાન મેળવ્યું તો પછી જ્ઞાનથી એ આપોપું વધતું જાય. કારણ કે પછી આપણને ભાન આવે કે આ તો આપોપું ઘટવાને બદલે વધવા માંડ્યું. દાદાશ્રી : એ આપોપું નથી. આપોપું તો જ્યારે જવાનું થાય છે પ્રશ્નકર્તા : એ જ કરે છે ને ! દાદાશ્રી : શું વાત કરો છો ?! રક્ષણ કરે ! આ રક્ષણ થઈ જાય એ જ જાણવાનું છે. આ જાણે એટલે એની મેળે ધીમે ધીમે બધું છૂટ્યા કરે. એકદમ છૂટે એવું કરવાની જરૂર નથી. એકદમ કશું થાય નહીં. નહીં તો તાવ ચઢી જાય. એ તો આ જાણવાથી ધીમે ધીમે છૂટ્યા કરે. છોડવો શોખ પોતાપણાતો જ ! પ્રશ્નકર્તા : પોતાપણું સામાન્ય રીતે બીજી કઈ કઈ બાબતોમાં કહેવાય, એ દાખલો આપીને સમજાવો ને ! દાદાશ્રી : તમારે આઈસક્રીમ ખાવો હોય અને આઈસક્રીમ આપ્યા પછી એ લઈ લે તો તમારું પોતાપણું દેખાય તમને. તમારું ઘડિયાળ પડાવી લે ને, તો તે ઘડીએ પોતાપણું તમારું દેખાય. એવું બધું દરેક વસ્તુમાં તમારું પોતાપણું તમને ઊઘાડું દેખાય.

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253