Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 235
________________ આપ્તવાણી--- ૪૨૦ આપ્તવાણી-૯ મનમાં તો એમ થાય કે આ શી ઝંઝટ ? એટલે એને ખસેડી મૂકવાનું મન થાય. પણ પાછું મહીંથી આવે કે ‘પણ એ જશે ક્યાં બિચારો ? બીજા કયા દવાખાનામાં જશે ? ભલે ગાંડો-ઘેલો હશે, બોલતાં જ આવડે નહીં, વિવેકે ય નહીં, કશું જ નહીં, એવો ભલે હશે તો ય ચાલવા દો !” પ્રશ્નકર્તા : આ પેલું કહે છે કે “જતા રહે તો સારું’ એ ક્યો ભાગ બોલે છે ? ને પેલું કહે છે કે “આ બિચારાં ક્યાં જશે ?” એ ક્યો ભાગ બોલે છે ? ૪૧૯ મેં કહ્યું છે કે આ બહુ ઊંચી જગ્યા ઉપર તમને તેડી જઉં છું. ત્યાંથી ગબડ્યા કે હાડકાનો ટુકડો ય જડશે નહીં. માટે કાં તો મારી જોડે ઉપર આવશો નહીં અને આવવું હોય તો ચેતીને ચાલજો. મોક્ષ સરળ છે, એક જ અવતારી વિજ્ઞાન છે આ. પણ જો આડું-અવળું કરવું હોય તો ઉપર ચઢશો નહીં, અમારી જોડે આવશો નહીં. એવું બધાને કહેલું જ છે. બહુ ઊંચો રસ્તો છે, ઉપરથી પડ્યા પછી હાડકું ય નહીં જડે. છતાં યે ઉપર આવેલા પાછા મને કહે છે કે “આ હજુ સળી કરશે, આમ કરશે.’ પણ અમે તેને બંધન એવું રાખી મૂક્યું હોય કે એ પડે નહીં. જેમ સરકાર રેલિંગો કરે છે ને, એવું અમે સાધન રાખીએ. અત્યાર સુધી કોઈને પડવા દીધો નથી. અહો, કારુણ્યતા “જ્ઞાની' તણી ! જે રોગ હોય એ “જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે એમને પેલાનો રોગ મટાડવો છે. ડૉકટર દર્દીના રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારુ કહીએ છીએ ? આ તો તમારા માટે ‘સ્પેશિયલી’ અને તે ય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. કઠણ શબ્દ વગર રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કઠણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવાં, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !! આ ‘દાદા’ બેઠા બેઠા નિરાંતે લોકોને પાંસરા કરે, ધો ધો કર્યા કરે. પણ તો ય બધાને ક્યાં ધોવા જઉં ? મારું મગજ જ ના રહે પછી. આ તો કંઈ ઓછું કામ હશે, સવારથી સાંજ સુધીમાં ? કેટલી ‘ફાઈલો’ આવતી હશે ? કેટલાંક કહે, ‘મારા ધણીએ મને આવું કર્યું !' હવે આ નિશાળે ય અમારે શીખવવાની ? પ્રશ્નકર્તા : આ દુનિયામાં કોઈ એવો કેસ નહીં હોય કે એ તમારી પાસે નહીં આવ્યો હોય, બધી જાતના કેસ આવ્યા છે. દાદાશ્રી : શું કરે તે પછી ? એક-બે જણને ‘મેં’ ના પાડેલી ત્યારે ‘મહીં'થી બોલ્યા, ‘તે કયા દવાખાનામાં જશે આ બિચારો ? અહીંથી જ તમે કાઢી મૂકશો તો એ કયા દવાખાનામાં દાખલ થશે ? બહાર કોઈ દવાખાનામાં ફીટ છે જ નહીં.” એટલે પછી મેં ચાલુ કર્યું પાછું !! પણ દાદાશ્રી : એ ભાગ પરમાત્મભાગ છે !!! ‘ક્યાં જશે એ ?” પરમાત્મભાગ બોલે છે ! ‘ભલે ગાંડો-ઘેલો છે, આપણી જોડે અવિનયમાં બોલે છે, પણ તે હવે ક્યાં જશે ?!' એ પરમાત્મભાગ બોલે છે ને !! બીજું કોઈ દવાખાનું નથી કે સંઘરે આવો માલ. સારાને જ નથી સંઘરતા તો પછી ! અને સંઘરીને ય એની પાસે દવાઓ નથી. એની પાસે ખાંડેલા ચૂર્ણ છે. તે અહીં ખાંડેલા ચૂર્ણ ના ચાલે. અહીં તો લહી જોઈએ, તે આમ ચોંટી જાય ચોપડતાંની સાથે જ !! બાકી આ કાદવમાં, પાછો ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાય જીવો બધાનું રાગે પડી જાય, બિચારાં ! અને એનું કલ્યાણ થાય એવાં ભાવ હોય, તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ. નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ! આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારુ વઢે. સામાના હિત કરતાં બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને ‘જ્ઞાની પુરુષ’ સામાના કલ્યાણ માટે વઢે. કારણ કે જગત આખું શક્કરીયાં ભરહાડમાં મૂકે તેમ બફાઈ રહ્યું છે. ફોરેનવાળાઓ હઉ બફાઈ રહ્યા છે ને અહીંવાળા યે બફાઈ રહ્યા છે. ‘શક્કરીયાં બફાઈ રહ્યા છે” એવું એક જણને કહ્યું ત્યારે એ કહે છે, “દાદા, શક્કરીયાં બફાઈ રહ્યા છે કહો છો, પણ હવે તો સળગવા હઉ માંડ્યા છે. જે પાણી હતું, તે ખલાસ થઈ ગયું ને શક્કરીયાં સળગવા માંડ્યાં છે.” એટલે આ દશા છે ! આપણા સત્સંગનો હેતુ શો છે ? જગત કલ્યાણ

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253