Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 234
________________ આપ્તવાણી-૯ ૪૧૭ અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક ‘કાગ’ કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી. પછી જે થાય તે ખરું. એની એવી ભાંજગડ નહીં રાખવાની ને ના થયું એની વે બહુ ભાંજગડ નહીં રાખવાની. એ તો બધું મળી આવે. પોતાની પાસે અધિકાર શો છે ? ભાવ. કે આટલું મારે કરી લેવું છે. નિશ્ચય, એ પોતાનો અધિકાર વાપરવો. અને બીજો બહારનો રોગ પેસી ના જાય કે ‘લાવ, હું પાંચ જણને સત્સંગ સંભળાવું કે એવું તેવું.” એની કાળજી રાખવાની. નહીં તો એ ય પાછા બીજા નવી જાતના રોગ પેસી જાય અને કંઈનું કંઈ રસ્તે ચઢી જાય, તો પછી શું થાય ? કોઈ બચાવનાર મળે નહીં. માટે આપણે મોક્ષે જવું હોય તો આ ‘વાત કરવામાં પડશો નહીં. કશું પૂછે તો કહેવું કે ‘હું ના જાણું.’ આ તો અમે આ ભયસ્થાનો બધાં બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, વાતે ય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉં ?! આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે ! ગુપ્ત વેશે ચાલી જવું! જેવું બન્યું હોય તે બધું અમને કહી દે, ત્યાંથી આલોચના કહેવાય. જે બન્યું, એનો વાંધો નથી. એ તો બધું ક્ષમા જ હોય. પણ જેવું બન્યું એવું કહી દે, ત્યારથી આલોચના કહેવાય. એટલે એ રસ્તેથી પાછો ફરી ગયો. પછી અમે વાળી લઈએ. આ તો જોખમદારીવાળો રસ્તો છે, માટે ચેતજો. બહુ જોખમ છે. એક અક્ષરે ય બોલશો નહીં. અને બોલવું હોય તો ય અમને કહેજો, હું કહીશ કે “બોલો હવે તમે.’ બાકી બહુ જોખમ, એક અક્ષરે ય ય બોલવું હોય તો બહુ જોખમ કહેવાય. જગતનું કલ્યાણ થવાનું હશે ત્યારે થશે, તમને એની મેળે કુદરત ૪૧૮ આપ્તવાણી-૯ નિમિત્ત તૈયાર કરે ત્યાર પછી કરજો ને ! તમે તૈયાર થવા જશો નહીં. તૈયાર થવા જેવી ચીજ નથી એ !! તમારી જો સિદ્ધિઓ વેચવા માંડશો, તો જગત શું નહીં આપે ? પણ તમારી મનુષ્યરૂપી મૂડી ખલાસ ! અરે, ખલાસ નહીં, ઊલટી મનુષ્યરૂપી મૂડી જતી રહેશે ને નર્કના અધિકારી થઈ જાય. આપણો તો મોક્ષમાર્ગ છે, ત્યાં તો ગુપ્ત વેશે ચાલી જવાનું છે. ‘જ્ઞાતી' સંગાથે પાંસરસ ચાલીએ ! આપણો આ સત્સંગ છોડશો નહીં. લોકો આમ શીખવાડે, તેમ શીખવાડે તો ય આ સત્સંગ છોડશો નહીં. અહીં આવો એટલે ભગવાનની કૃપા ઉતરી એટલે પાછું રાગે પડી જશે. એને કંઈ વાર લાગતી નથી. એટલે આવી બધી તો મુશ્કેલીઓ આવવાની. તેથી તો આપણે કહીએ છીએ ને, “મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.’ પણ સામો એ ય એની અનંત શક્તિવાળો છે ને, કે એ મોક્ષે જવા જ ના દે ! એટલે ભગવાને કહ્યું કે, “જ્ઞાની પુરુષ'ને આધીન થઈને ચાલવું, એમના કહેવા પ્રમાણે ચાલવું. એ ગાંડુ-ઘેલું કહે તો પણ ચાલ્યા જજો. કારણ કે વીતરાગતા છે. પોતાની બુદ્ધિથી ના સમજાય તો નક્કી કરવું કે એમના નવ ‘ઇકવેશન” સમજાય અને એક ના સમજાયો તો એમની ભૂલ ના કાઢશો અને ‘મારી ભૂલથી નથી સમજાયો’ એવું જાણજો. કારણ કે નવ સમજાયા તો દસમો કેમ નથી સમજાતો ? એટલે એમની ભૂલ ના કાઢશો. એ ભૂલ ભાંગીને બેઠા છે. બુદ્ધિ તો ભૂલ દેખાડે, ‘જ્ઞાની પુરુષ’ની યે ભૂલ ખોળી કાઢે. એક અવતારનું મરણ હોય તો ચલાવી લેવાય, પણ ‘જ્ઞાની પુરુષ’ની વિરાધના કરે તો લાખો અવતારનું મરણ થાય છે. કોની વિરાધના, વીતરાગની ?! આ ‘અંબાલાલ મૂળજીભાઈને ગાળો ભાંડવી હોય તો સો ભાંડજો, તમને ના ફાવતું હોય તો ભાંડ ને ! બાકી, સમજ્યા વગર જ લોક ગુનો કરી બેસે. માટે તો આપણે ગુપ્ત રાખવું પડ્યું, ગુપ્ત જ રાખ્યું છે !

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253