Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 230
________________ ૪૧૦ આપ્તવાણી-૯ ૪૦૯ જાગૃતિ હોય તો ચોર પેસી ના જાય. પ્રશ્નકર્તા: તો આ બધા દોષો પણ પોતાના દેખાવા જોઈએ ને ? દાદાશ્રી : દેખાય ને ! પ્રશ્નકર્તા : અહંકાર પણ દેખાવો જોઈએ ને ? દાદાશ્રી : એ ય દેખાય છે ને ! પ્રશ્નકર્તા : તો પછી એને પડી જવાનું શું કારણ હોય ? દાદાશ્રી : એ અહંકાર જ ખોરાક લઈ જાય આ બધો. આ ગર્વરસ કરાવે છે ને, તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે, કે ‘આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું.’ પ્રશ્નકર્તા : આ અહંકારનો રસ જે વધારે ચાખી જાય, એને લીધે પાછું આવું પડવાનું થાય ને ? દાદાશ્રી : હાસ્તો ને ! આ તો બધી મીઠાશ આવે. જેમ આ લોક કહે છે ને, ‘આ મેં કર્યું. તે કર્યાનો ગર્વ ઉત્પન્ન થાય છે. કમાયો ત્યાં સુધી ગર્વરસ ઉત્પન્ન થાય છે અને ખોટ જાય ત્યારે શું કહે છે ? ‘ભગવાને કર્યું. મેર ગાંડિયા, કમાવવાનો થયો ત્યારે ‘મેં કર્યું” કહેતો હતો. આ ગર્વરસ ઉત્પન્ન થાય, તે ઘડીએ મીઠાશ લાગે. જ્યાં મીઠું લાગે ને, ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો. ખારા-મીઠાનો ભેદ ના હોય ત્યારે જાણવું કે જ્ઞાન છે. ખારામીઠાનો ભેદ જેને નહીં હોય ત્યારે જાણવું કે જ્ઞાન છે ! ‘વિશેષતા', ત્યાં વિષ ! પ્રશ્નોના ખુલાસા બોલાય નહીં, એક અક્ષરે ય બોલાય નહીં. ફક્ત સહેજા સહેજ વાતચીત થાય. બાકી, બીજામાં ને આપણામાં ફેર ના માનવો. આ તો વિશેષતા દેખાડવા માટે બોલે. અને એ જ પેલા કષાય બધા કરાવે છે ને ! અમારું એકુંય વાક્ય વિશેષ ભાવવાળું ના હોય. કુદરતી રીતે જ નીકળ્યા કરે. કારણ કે અમારી ‘રેકર્ડ’ હોય ને ! તમારી આપ્તવાણી-૯ વાણી ‘રેકર્ડ’ થાય પછી વાંધો નહીં. ‘ક’ થાય એટલે પછી થઈ રહ્યું. હજી ‘રેકર્ડ” થતી નથી, નહીં ?! - કોઈ બે જણ વાત કરતા હોય ને, તો ડહાપણ કરવાનું મન થાય. અને “જ્ઞાન” તેનું નામ ના કહેવાય. આ ચડેસવાળી વસ્તુ નથી. ચડસ ના હોવી જોઈએ. ચડસવાળી બધી સંસારી વસ્તુઓ ! સમક્તિ થકી ક્ષાયક ભણી ! જેમ જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ ઉપશમ થયેલા ગુણો ક્ષય થતાં જાય. એ જાગૃતિનો ફાયદો ઉઠાવવાનો છે. આ બહારના કર્મો ઉપશમ થયેલાં હોય, એને સામાયિકો કરીને ક્ષય થાય. પણ તો ય ‘ટેસ્ટેડ’ ના થાય ત્યાં સુધી વળે નહીં. સંસારમાં ‘ટેસ્ટિંગ એક્ઝામિનેશન’ આવવી જોઈએ. બાકી, જાગૃતિ તો એનું નામ કહેવાય કે આ દેખાય, તે દેખાય, બધું દેખાય. આ ‘દાદા' જ આખો દહાડો યાદ રહ્યા કરે. અને “હું શુદ્ધાત્મા છું' - એ બધું ‘દાદા'ને લીધે જ છે, એ કૃપા ફળ કહેવાય. જયારે આ જાગૃતિ વસ્તુ એ જુદી કહેવાય. બાકી, આમાં ઉતાવળ કરવા જેવી વસ્તુ નથી. જે જ્ઞાન તમે પામ્યા ને, તે લાખ અવતારે ય કોઈ ના પામે. આ તો ઊતાવળિયું મળે છે, તે રઘવાયો થઈ જાય. આ રઘવાયા થવાની ‘લાઈન' જ હોય. આ તો સ્થિરતાની ‘લાઈન’ છે ! ‘શુદ્ધાત્મા છું' લક્ષ બેસે, એને બહુ મોટામાં મોટી વસ્તુ ભગવાને કહી છે. ત્યાં ક્રમિક માર્ગમાં તો શબ્દની પ્રતીતિ હોય, તેની બહુ કિંમત છે. શુદ્ધાત્માના જે ગુણ છે એ ગુણ ઉપર પ્રતીતિ બેસે કે “આ હું છું.” એની બહુ મોટી કિંમત ગણી છે, એને સમકિત કહ્યું છે, તે ય પાછી શબ્દની પ્રતીતિ. અને તમારે તો ‘વસ્તુ'ની પ્રતીતિ થઈ, સ્વાભાવિક પ્રતીતિ છે એટલે ક્ષાયક પ્રતીતિ કહેવાય ! આ જ્ઞાન બહુ કામ કરનારું છે. ત્યાં ખૂબ ખૂબ ચેતીને ચાલવું ! એટલે પૂર્ણ કામ કરી લેવું હોય તો ચેતતા રહેજો. કોઈ જગ્યાએ

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253