________________
૩૭૦
આપ્તવાણી-૯ જ્યારે અમને સહેજે ય ગ્રહ કે આગ્રહ નહીં. કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડે ય નહીંને ! આ ખરું છે, આ સત્ય છે, એવું કે અમારો આગ્રહ ના હોય. આ જ્ઞાન થયું છે, એ ય આગ્રહ ના હોય. તમે કહો કે, ‘પેલું ખોટું છે” તો ય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું.
- આપણને મતભેદ કોઈ જગ્યાએ ના પડતો હોય, તો આપણે ‘કરેક્ટ’ રસ્તા ઉપર છીએ એ વાત નક્કી માની લેવી. અને મતભેદ પડે
ત્યાં આગળ જાણવું કે હજુ આ રસ્તો ‘ક્લિયર’ નથી થયો. હજુ ઉપર ડુંગર તોડવાનાં છે, મોટા મોટા પથ્થર આવે તે કાઢવાનાં છે. નહીં તો રોડ ઉપર પથરો હોય તો અથડાય જ ને ?!
સરળ થઈ ઉકેલ લાવવો !
આપ્તવાણી-૯
૩૬૯ બહારનો કોઈ માણસ ઉતારી પાડે, ઉતારી પાડવા જાય, તો ઝાલી પાડે, ને જક્કે ચઢાવે તો જક્કે હઉ ચઢી જાય. જક્કે ચઢયો, ચડસે ચઢ્યો કે મિથ્યાત્વ ફરી વળે. ઉપયોગ ખલાસ થઈ ગયો પછી. એ બધું મિથ્યાત્વ ફેલાવે. ભયંકર રોગ કહેવાય આ તો !
આ દુનિયામાં સત્ય વસ્તુ હોતી જ નથી. સત્ અવિનાશી છે. બીજું સત્ હોતું જ નથી. બીજું સાપેક્ષભાવ છે બધો. અને એની પકડ પકડે, જુઓ ને !
અને ભગવાનને ત્યાં સત્ય ને અસત્ય કશું છે નહીં. આ બધું તો સમાજના આધીન છે. સમાજમાં કોઈ પણ જાતના મનુષ્ય હોય જ, એટલે સમાજ-આધીન છે આખું આ બધું. પણ ભગવાનને ત્યાં વંદુ જ નથી ને ! નફો-ખોટે ય નથી. ભગવાનને સગાઈ-બગાઈઓ કશું છે નહીં. અને તે સગાઈ વગરનું મને દેખાય છે ય ખરું પાછું. હું જોઈ શકું છું, શી રીતે સગાઈ નથી તે બધું દેખાય છે ય ખરું પાછું મને. બિલકુલે ય સગાઈ નથી, નામે ય સગાઈ નથી. આ તો એક ઝાડ ઉપર પંદર-વીસ પંખીઓ આવે, તે પેલાં આમથી આવ્યાં, બીજાં આમથી આવ્યાં, ને રાતે મુકામ થઈ ગયો, બધાં ભેગાં થઈ ગયા. એટલે પછી બધાં એમ કહે કે આપણે કંઈ સગાઈ છે આ બધી ! તે સગાઈનાં નામે ચાલ્યું છે આ. પણ સવારમાં પાછાં ઊડી જાય છે પછી. એટલે સગાઈ જેવું કશું છે નહીં.
પ્રશ્નકર્તા : એનાં કરતાં ટ્રેનનો દાખલો સારો પડે. લાંબી મુસાફરીમાં ભેગા થાય છે ને ?
દાદાશ્રી : ગાડીમાં તો એટલો ય વિચાર કરે કે, ‘આવું બધું દુઃખ છે ભલા આદમીને, તે હેલ્પ કરું.’ સગાઈ ના માનેને ! અને પાછો પોતે સ્ટેશન આવે, તે ઊતરી પડે.
હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂછડું પકડે એ અસત્ય જ છે અને અસત્ય યે છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. તે આ લોકો સત્યનાં પૂછડાં પકડી રાખી અને માર ખા ખા કરે છે. જેમ ગધેડાનું પૂછડું પકડી રાખેને ? તે લાતો ખા ખા કરે, પણ ‘નહીં છોડું હું કહે !
સરળ એટલે સાચી વાત હોય ત્યાં તરત વળી જાય. આપણો આત્મા કબૂલ કરે એવી વાત હોય ત્યાં ય તરત ફરી જાય, ત્યાં પકડી ના રાખે. જ્યારે પકડી રાખે એને સરળ ના કહ્યું.
એટલે પકડ પણ નહીં રાખવી જોઈએ ને ! પકડી રાખવાનો બહુ મોટો ગુનો, વધારે ગુનેગાર છે.
પ્રશ્નકર્તા : બે વ્યક્તિઓને અણસમજણ ઉત્પન્ન થાય, ગેરસમજ ઉત્પન્ન થાય તો વાદવિવાદ થયા વગર રહે જ નહીં.
દાદાશ્રી : એટલે ત્યાં બંધ કરી દેવું.
પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ ‘પોઈન્ટ” પર ગેરસમજ ઉત્પન્ન થાય, અને સામો માણસ કહે ‘તમે કરેક્ટ છો’ નહીં તો એ વાત છોડી જ દેવી જોઈએ ને ?
દાદાશ્રી : હા, છોડી દેવી. વાંધો શું છે ? ના છોડી દઈએ તો સામાના મનમાં રહ્યા કરે ને ! કહેશે, ‘આ આવું કેમ બોલ્યા ?” ત્યારે મેં કહ્યું, “શું બોલવું એ “વ્યવસ્થિત’ નથી ? એણે પૂછ્યું તે વ્યવસ્થિત નથી ?” અમારી પાસે ઉકેલ હોય. નહીં તો આનો ક્યારે પાર આવે ?