________________
આપ્તવાણી-૯
૩૯૫ છોકરું હઉ રમે, આમ સરખે સરખા જ હોઈએ એવું રમે. એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો ને તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે ના યે જડે, તો પછી ધીમે રહીને કો'ક દહાડો જડે.
બધા અવળા વ્યવહાર ‘આ’ દોષથી જ બને. અવળા જેને કહેવામાં આવે, તે બધા ‘આ’ દોષના કારણથી જ બને. મુખ્ય આ દોષ કે “હું જાણું છું'! બીજા બધા દોષ પછીના. આ દોષમાંથી બધું ઊગેલું. ખેંચ રહે તે આ દોષથી જ. નહીં તો સરળતા હોય. જેટલો અમારી જોડે મેળ પડે છે, એવો લોકોની જોડે મેળ પડી જવો જોઈએ. મારી જોડે કેમ મેળ પડી જાય છે ? જ્યાં કુદરતી રીતે મેળ પડી જાય એ તો સહજ વસ્તુ છે. તેમાં પુરુષાર્થ શો આપણો ? જ્યાં મેળ ના પડતો હોય, ત્યાં મેળ પાડવો એ પુરુષાર્થ.
એ રોગ બધાને મહીં હોય. ‘હું કંઈક જાણું છું’ એ કેફ સાથે જ્ઞાન વધતું જાય. આ કેફનો અંતરાય ના હોય તો તો ‘જ્ઞાન’ બહુ સુંદર વધી જાય, ‘ફીટ’ થઈ જાય.
પ્રશ્નકર્તા : એ કેફ ન લાવવો હોય તો ય ઘણીવાર આવી જાય. દાદાશ્રી : હા, એ તો થઈ જાય, સ્વાભાવિક રીતે. પ્રશ્નકર્તા : એ કેફ ખલાસ કઈ રીતે થાય ?
૩૯૬
આપ્તવાણી-૯ દાદાશ્રી : આ કષાય ઉત્પન્ન ન થવા દેવા માટે શું શું કરીએ છીએ ! એવું એ ઉત્પન્ન ના થાય એવી જાગૃતિ રાખવાની.
પ્રશ્નકર્તા : એ કેફ નથી ઉત્પન્ન થયો, એની ખબર પડે પોતાને ?
દાદાશ્રી : મોટું રૂપાળું દેખાય. એકદમ રૂપાળો દેખાય, કાળો હોય તોય એકદમ રૂપાળો દેખાય. આ તો બધા કદરૂપા દેખાય ! ખબર ના પડે એવું હોતું હશે બળ્યું ?! આ તાજી ભાજી છે કે બે દહાડાની છે, એવું ના ખબર પડે ? એના જેવી આ વાત. આ કંઈ ઝીણી વાત ઓછી છે ? આ તો ઉપરથી માલૂમ પડી જાય. બધાનેય કેફ ઓછો-વત્તો હોય. અમુક જ માણસો એનાથી નિવૃત્ત થઈ જાય, સમજી ગયા હોય તે. કેફ હોય ત્યાં લાવણ્ય ના દેખાય. અજાગૃતિથી આ બધું થાય. જાગૃતિ હોય તો કશું યા થાય નહીં. અજાગૃતિમાં એવી ખોટી વસ્તુ ઉત્પાદન થઈ જાય, જાગૃતિમાં ના થાય.
પ્રશ્નકર્તા : દાદા, એવો દોષ ઊભો થતો હોય, તો જાગૃતિ કેવી રાખવી જોઈએ ?
દાદાશ્રી : એ તો જબરજસ્ત જાગૃતિ હોય તો ઉત્પન્ન ના થાય. આ તો જાગૃતિ જ ના કહેવાય ને ! જાગૃતિ હોય તો પેલો છોડવો ઊભો થાય નહીં ને ! આ કેફનો છોડવો તો “જ્ઞાન” થયા પછી ઊગેલો છે, આ છોડ જ પછી ઊગેલો છે. ‘જ્ઞાન’ આપ્યું તે ઘડીએ પેલા બધા જૂના છોડ તો ઊડી ગયા, પણ પછી આ નવો છોડ ઊભો થયો. એ છે તે જાગૃતિ હોય તો ના થાય. બધું અજાગૃતિથી જ છે, આ જે છે એ. અને ગાડાં ભરીને અજાગૃતિ હોય છે. એકાદ-બે ગુણો જેટલી અજાગૃતિ નહીં. કેટલી બધી સ્થળ અજાગૃતિ હોય ત્યારે આ ઊભું થાય. નહીં તો ઊભું જ ના થાય ને !
પ્રશ્નકર્તા : આમાં શી બાબતની જાગૃતિ રહેવી જોઈએ ? દાદાશ્રી : બધી બાબતની. ઊગે નહીં એવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે શું શું હોય એમાં ? દાદાશ્રી : એટલે એ ઊભું કેમ થાય ? ઊભું થાય છે એ જ
દાદાશ્રી : એ ઉત્પન્ન જ નહીં થવા દેવાનો. નહીં તો ઉત્પન્ન થયા પછી કેફ બંધ ના થાય, પછી એ ઊડે કરે નહીં. એટલે એ ઉત્પન્ન જ નહીં થવા દેવાનો.
પ્રશ્નકર્તા : પણ દાદાજી, આ તો સૂક્ષ્મ કેફની વાત. આમ તો કેફ દેખાતો ન હોય.
દાદાશ્રી : બધું સૂક્ષ્મ જ હોય, ધણીને ય એની ખબર ના હોય. પ્રશ્નકર્તા : એને ઉત્પન્ન ન થવા દેવો, એ કેવી રીતે બની શકે ?