Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 227
________________ આપ્તવાણી-૯ ૪૦૩ જ હોય. અહંકાર ચઢી બેસેને, તો પછી તો દલાલી એકલી ના ખોળે. અત્યારે તો દલાલી ખોળે છે, પણ પછી તો આખી મૂડી અને તમને પોતાને હઉ ખાઈ જાય ! એ તો એની મેળે મહીં છે જ. એટલે જાણ્યા કરવું કે એ અહંકારની હાજરી છે, ત્યાં સુધી બીજા કશા ભાગમાં પડશો નહીં. અહંકારને “સ્કોપ” મળે એવો રસ્તો આપશો નહીં. ૪૪ આપ્તવાણી-૯ વિષયનો વિચાર પણ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી પૌગલિક ઈચ્છાઓ સાચી છે અને ત્યાં સુધી બધો ભારેલો અગ્નિ છે. માટે ચેતતા રહેજો. આ તો બહુ ભારે, ગાડું ઊંધું નાખી દે, ને કયાંનું કયાંય જતું રહે. આ જાગૃતિ જતી રહે, પણ આ સમક્તિ હી જતું રહે. એ અહંકાર પછી ચઢી બેસે, ને બધા ય ચઢી બેસે. તેથી ભગવાને કહેલું કે ઉપશમ થયેલા ગુણ, માટે અવશ્ય પડે. - પ્રશ્નકર્તા : આપે બારમા ગુણ સ્થાનકમાં બેસાડ્યા પછી પડે નહીં ને ? - આપણા જ્ઞાનનો એક વાળ જેટલું કહેવા જાય તો લોકો તૂટી પડે. લોકોએ આવી શાંતિ જોઈ નથી, આવું સાંભળ્યું નથી, એટલે તૂટી પડે ને ! અને પેલો અહંકાર મહીં બેઠો બેઠો હસ્યા કરે, ‘હા, ચાલો, આપણો ખોરાક મળ્યો ” અનાદિથી ખોળતો હોય ! પૂર્ણાહુતિ કરવી છે કે અધૂરું રાખવું છે ? કાચું રાખવું છે ? પૂરું કરવું હોય તો કોઈ જગ્યાએ કાચા ના પડશો. કોઈ પૂછે ને, તો યે કાચા ના પડશો. ઉપશમ, એ ભારેલો અગ્નિ જ ! પહેલું બુદ્ધિગમ્ય આવશે અને તે યુ ‘જ્ઞાની પુરુષ' પાસે બહ સાંભળ સાંભળ કરીએ ત્યારે આવે. એ પણ ધીમે ધીમે ‘સ્ટડી’ કરતો જાય ત્યારે આવે, તો કામનું. જેને જાગૃતિ વધી જાય, તેને અમારે બહુ ચેતવવો પડે. પણ જો કદી હવે આજ્ઞામાં રહેને, તો એની ‘સેફ સાઈડ' ઊતરી જાય. પણ ‘સેફ સાઈડ’ ઊતરવું બહુ અઘરી છે વસ્તુ. હવે પોતાને અહંકાર દેખાય, તે જ આટલી વળી સારી એ જાગૃતિ. નહીં તો અહંકાર એકલો જ ના દેખાય, બીજું બધું જ દેખાય. જે ચઢી બેસવાનો એ એકલો જ ના દેખાય. બુદ્ધિ ક્ષય થવી જોઈએ. પછી અહંકાર ક્ષય થવો જોઈએ. પછી બીજી બધી પૌગલિક ઇચ્છાઓ ક્ષય થવી જોઈએ. અત્યારે તો મહીં એ ઇચ્છાઓ ના દેખાય, પણ મહીં ઉપશમ થયેલી હોય. જે મહીં અંદરખાને દબાઈ રહેલી છે, એ બધી ક્ષય થવી જોઈએ. અત્યારે એ બધી ઇચ્છાઓની પોતાને ખબર ના પડે. પણ જ્યાં સુધી વિષયનો વિચાર આવે છે ત્યાં સુધી પૌલિક ઇચ્છા છે, એમ ખાતરી થઈ ગઈ. મહીં દાદાશ્રી : ના, પડે નહીં. એટલે પડવાનું શું છે ? વ્યવહારમાં પડવાનું હોય ને ! બારમું તો નિશ્ચયનું છે અને વ્યવહાર હજુ અગિયારમામાં આવતાં જ પડી જાય પછી. વ્યવહાર એકદમ અગિયારમામાં આવે, ને ફરી પડી જાય. એટલે અગિયારમું ગુઠાણું વ્યવહારનું છે, ઉપશમ !! એટલે ક્ષય નથી થયું ત્યાં સુધી ચાલે નહીં. બધો વ્યવહાર ક્ષય થયા વગર કશું ચાલશે નહીં. અરે, નવમું જ ના ઓળંગે ને ! જ્યાં સુધી વિષયનો વિચાર આવે છે ને, ત્યાં સુધી નવમું ગુંઠાણું આવું થાય નહીં. એટલે જો કદી બોલવા જાય તો દશા બેસી જાય. જોખમદારી છે, મહાન જોખમદારી ! કારણ કે રોગ બધા ઊભા છે, હજુ ઉપશમ થયેલા છે, એ ક્ષય નથી થયેલા. એ ક્ષય થવાં પડશે. ઉપશમ થયેલા એટલે ભારેલો અગ્નિ કહેવાય. જ્યારે ભડકો કરી નાખે એ કહેવાય નહીં. “પોતા' પર પક્ષપાત, સ્વસતા આવરાય ! હજુ તો પોતાની પર પોતાને પક્ષપાત છે, આખો ય પક્ષપાત છે. પોતાની પર પક્ષપાત ના રહે તો પોતાની ભૂલ જડે ! પક્ષપાત સમજાયું? છે તેથી હવે ‘હું ચંદુભાઈ છું' એ ભાન તો નથી રહેતું, પણ જ્યારે કર્મના ઉદય આવે ત્યારે ‘પોતે' ઉદય સ્વરૂપ થઈ જાય છે ! અને ઉદય સ્વરૂપ થયો કે જાગૃતિ પર આવરણ આવે ને પોતાની ભૂલ ના દેખાય. પણ સત્સંગમાં આવ આવ કરે એટલે ભૂમિકા ઢીલી થાય ને ઉપયોગ ખૂંપે.

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253