________________
આપ્તવાણી-૯
૩૮૧
આ બધા આધાર ખોળી કાઢો તો જાણવું કે ભૂલ ભાંગી. શરૂઆતથી જ કે પહેલે દહાડે “શું થયું ને શા આધારે, આનો આધાર ક્યાંથી મળી ગયો અને ક્યાંથી ‘ઇમોશનલ થયા, ક્યાંથી નિરાકુળતા ગઈ” એ ખબર પડે.
પ્રશ્નકર્તા: આ વ્યવહાર જે બને છે, એમાં તો કોઈ ધારણા જ હોતી નથી કે આમ જવું કે આમ જવું. જે વ્યવહાર બને છે એમાં કોઈ જાતની પકડ હોતી નથી કે આમ જઈએ છીએ કે આમ જઈએ છીએ. બાકી, જે નિશ્ચય છે એમાં ખસતું નથી.
દાદાશ્રી : વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જ જાય હમેશાં. એ તો તમને લાગે એવું બધું. બાકી, વ્યવહાર ખસ્યો કે નિશ્ચય ખસી જાય. મનમાં એમ ભાસ્યા કરે કે, “ના, નિશ્ચયમાં કશું ખરું નથી.” પણ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લો કે નિશ્ચય ડગી જ ગયેલો છે. આ એક ચેતવા જેવું !
બાકી, પાટો ના બદલાય ત્યારે ખરું. કોઈ ફેરવી ના શકે, આપણો કાન કાચો પડે નહીં, ત્યારે ખરું. આ તો સાંભળ્યું કે ફેરફાર. આટલા બધા અમને કહે છે, પણ અમે કોઈનું માનીએ નહીં.
પ્રશ્નકર્તા: આપ મુખ્યપણે કઈ બાબતમાં માનવાની વાત કહો છો ?
૩૮૨
આપ્તવાણી-૯ કહેતો હોય. અમારે એવું થાય તો તો પછી આ સત્સંગમાં ભાંજગડ જ થઈ જાય ને ! તમે કહ્યું, “આમ થઈ ગયું, દાદા’ ને દાદાએ માની લીધું. એ વાતમાં શો માલ છે ?
પ્રશ્નકર્તા : એ કયા ‘એડજસ્ટમેન્ટથી આપ એ વસ્તુનો સ્વીકાર નથી કરતા ?
દાદાશ્રી : હું તરત જ સમજી જાઉં. એનો તોલ, બધું મને માલમ પડી જાય. એ કહેતાંની સાથે જ સમજી જાઉં કે આ ઢળેલા છે અને મને પાછો ક્યાં ઢળાવડાવે છે ?! ‘જ્ઞાની પુરુષ'માં ભોળપણ આવે તો પછી રહ્યું જ શું ? ભોળા જેવા દેખાય ખરા. જેનામાં કપટ નથી એ ભોળપણ કેવું ? જ્યાં ભોળપણ ત્યાં કપટ હોય જ, હંમેશાં ભોળપણ આવ્યું તો આ બાજુ કપટ હોય જ. જ્યાં કપટ નથી ત્યાં ભોળપણ એનામાં ‘સેન્ટ પરસેન્ટ’ નથી.
પ્રશ્નકર્તા : એટલે કપટના આધારે ભોળપણ રહેલું છે ?
દાદાશ્રી : એ તો ‘ફૂલિશનેશ” રહેલી હોય, કપટના આધારે ! કપટ જતું રહે તો ‘ફૂલિશનેશ’ નહીં રહે.
પ્રશ્નકર્તા : એ કપટ કેવું ? એ કયા પ્રકારનું કપટ ?
દાદાશ્રી : બધી પ્રકારનાં ! કપટ એટલે પોતાથી બધું ગુપ્ત રાખવું, હરેક બાબતો ગુપ્ત રાખવી. બધી જ પ્રકારનાં કપટ ! કોઈનો લાભ લેવાનું કપટ, કોઈને પોતાથી ગુપ્ત રાખવું, એ ય કપટ !
પ્રશ્નકર્તા : એટલે શેનાથી ગુપ્ત રાખવાની વાત છે ?
દાદાશ્રી : પોતાની વાત જાણી ના જાય એટલા સારુ. પોતે ખાનગી વાત કરતા હોય કોઈ જોડે, તો બીજી કોઈક આવે તો બંધ કરી દે કે ના કરી દે ?
પ્રશ્નકર્તા : એવું બને. દાદાશ્રી : એનું શું કારણ હોય ?
દાદાશ્રી : સમ્ય. અમે શોધખોળ કરીએ કે આમાં સમ્યક્ શું છે. અને પછી એને શેરો મારીએ. પછી કોઈ અમારા કાન ખોતરે તો ય કશું વળે નહીં. ઘણાં ય લોક કહે, ‘દાદા ભોળા છે.’ પણ તે માપી તો જોજો. ‘દાદા' તો દરઅસલ સ્વરૂપ છે. ભોળા-બોળા ના હોય એ તો. ભોળા હોતા હશે ? ‘જ્ઞાની પુરુષ' ભોળા હોય, તો પછી મૂરખમાં ને એમાં શું ફેર ?!
વાત તો ગાળવાની શક્તિ ખરી ? કેમ આ વાત કરો છો એને ગાળતાં આવડે ?
પ્રશ્નકર્તા : ઘણા પરિચયે ખબર પડે. દાદાશ્રી : કહેનારને ય પ્રપંચ ના હોય. કહેનારે ય મૂર્ખાઈથી