________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯ આમ ગયો, આ કાલે પેઠો હતો ને લઈ ગયો હતો, તે જ હવે આમ ગયો પાછો.’ એ મહીં શંકા ઊભી થઈ.
પ્રશ્નકર્તા: આ માણસ ડખો કરે છે, એવી એના ઉપર શંકા આવે તો શું થાય ?
દાદાશ્રી : ડખો કોઈ કરતું જ નથી. એવી શંકા લાવનાર જ ગુનેગાર. શંકા લાવનારને જેલમાં ઘાલી દેવો જોઈએ. બાકી એવી શંકા કરનારો માર ખાય. શંકા આવે એટલે માર ખાય. પોતે જ માર ખાય. કુદરત જ એને માર આપે. બીજા કોઈને માર આપવો નહીં પડે.
શી રીતે જગત ઘડીવારે ય જંપીને રહી શકે ?! કેટલી જાતનાં ભૂતાં, ને શંકાઓ કેટલી જાતની ?! ને શંકામાં દુ:ખ કેટલું પડતું હશે !! આ જેટલા બધા તાપ છે ને, તાપ, સંતાપ, પરિતાપ, ઉત્તાપ, એ બધા શંકાથી ઊભા થયા છે.
શંકાનું સમાધાન - ?' તમારે શંકા કોઈ દહાડો કશી આવે નહીં ને ? પ્રશ્નકર્તા : એ તો આવે જ ને ! દાદાશ્રી : તમને શંકા આવે તો શું કરો ? પ્રશ્નકર્તા : ચકાસણી કરીએ.
દાદાશ્રી : ચકાસણી કરવાથી તો વધારે શંકા પાડે. હવે આ જે શંકા છે ને, આ દુનિયામાં કોઈ ચીજ, જો કદી કોઈ પણ રીતે આરાધવા જેવી ન હોય તો શંકા ! તમામ દુ:ખોનું મૂળ કારણ આ શંકા છે.
એટલે અમને કોઈ કહે ને કે, ‘શંકા ઊભી થઈ છે.’ તે અમે તો એને શિખવાડતા કે “શંકા જડમૂળથી ઊખેડીને ફેંકી દો. શંકા રાખવા જેવું નથી. શંકાથી માણસ ખલાસ થઈ જાય. કોઈ પણ સ્થિતિમાં શંકા ના રાખવી. પછી જે થવાનું હોય તે થાય.’ શંકા તો નહીં જ રાખવી. કારણ કે શંકા રાખવાથી જે સ્થિતિ બનવાની છે તે કંઈ ઘટતું નથી, વધે છે
ઊલટું. શંકા ને વહેમ ને એવા તેવા બધી જાતના રોગો ઊભા થાય. શંકાનો રોગ, પાછો વહેમનો રોગ ઊભો થાય.
પ્રશ્નકર્તા : તો પછી શંકા માણસમાંથી કેવી રીતે નીકળી શકે ?
દાદાશ્રી : ના નીકળે કોઈ દહાડો ય, એટલે શંકા પેસવા જ ના દે તો જ બસ થયું.
પ્રશ્નકર્તા : પણ એ જે શંકા પેસી ગઈ હોય એ શી રીતે નીકળે ?
દાદાશ્રી : એ તો અમારી પાસે વિધિ કરાવે એટલે એને છૂટી કરી આપીએ. પણ શંકા મહીં ઉત્પન્ન ના થાય એ મુખ્ય વસ્તુ.
પ્રશ્નકર્તા : પણ શંકાનું સમાધાન તો જોઈએ ને ?
દાદાશ્રી : હા, શંકા જશે તો દહાડો વળશે. એવું છે કે, અહીં રાતે તમે સૂઈ ગયા હોય એને એક આવડો નાનો સાપ ઘરમાં પેસતાં દીઠો, પછી તમારે ઘરમાં સૂવાનું થાય તો શું થાય ? શંકા રહ્યા કરે ને ? એ સાપ નીકળી ગયો હોય પણ તમે જોયો ના હોય, તો તમને શંકા રહે કે ના રહે ? તો પછીથી શી દશા થાય ? પછી ઊંઘ કેવી જબરજસ્ત આવે ?
પ્રશ્નકર્તા : ઊંઘ ઊડી જાય !
દાદાશ્રી : હવે આમાં જે જાણતા ના હોય ને, તેને ઊંઘ આવે. અને જાણનાર માણસો મનમાં એમ વિચાર કરે કે ‘બળ્યું, આપણે જોયું. એટલે હવે આપણને ઊંઘ નહીં આવે. પણ આ લોકોને તો સૂઈ જવા દે બિચારાંને !! જે જાણતા ના હોય તે નાખોરડાં બોલાવા માંડે. બાકી, પેલો જાણનારો હોય તેને તો ઊંઘ શી રીતે આવે ? કારણ કે એને જ્ઞાન થયેલું છે કે આવડો સાપ હતો. તો આનું શું થાય હવે ?
એટલે શાસ્ત્રો શું કહે છે ? કે સાપ પેસી ગયાનું જ્ઞાન તમને થયું હતું, એ સાપ નીકળી ગયાનું જ્ઞાન થયું હોય તો જ તમારો છુટકારો છે. પેલો સાપ નીકળી જાય, પણ નીકળી ગયાનું જ્ઞાન ના થયું તો તમારા મનમાં શંકા રહે ને ઊંઘ ના આવે. આમથી આમ ફરે ને આમથી આમ ફરે ! આપણે કહીએ, કેમ પાસાં ફેરવો છો ? હા, એટલે મહીં શંકા રહ્યા