________________
આપ્તવાણી-૯
૧૨૩
શંકા કરનાર છે તે ભોગવે છે કે શંકા જેની પર થાય છે તે ભોગવે છે, એ જોઈ લેવું.
પ્રશ્નકર્તા : મારી સમજણ પ્રમાણે તો આ પાંચ આજ્ઞા ‘દાદા’એ જે આપી છે, એનું પાલન બરોબર નહીં થવાને કારણે આ પ્રશ્નો ને શંકા બધું ઉપસ્થિત થાય છે.
દાદાશ્રી : હા, નહીં તો ઊભું જ ના થાય. આજ્ઞા પાળે તો કશું હોતું જ નથી. આજ્ઞાપાલનમાં જરા કચાશ આવે એટલે પેલું થઈ જાય. આજ્ઞા પાળે છે ને તે તો, એવાં આપણે ત્યાં તો લગભગ હજારો માણસો સમાધિમાં રહે છે.
શંકા કરવાતી ત્યાં જગ તિઃશંક (?)!
અને શંકા કરવાની એક જ જગ્યા છે કે હું ખરેખર ‘ચંદુભાઈ’ છું ? એટલી જ શંકા કર કર કર્યા કરવાની છે. તે આપઘાત નથી.
પ્રશ્નકર્તા : ‘હું ચંદુભાઈ છું’ એ વાત ઉપર જ શંકા પડે..... દાદાશ્રી : તો તો કામ જ થઈ જાય ! એ શંકા તો કોઈને પડતી
જ નથી ને ! હું પૂછ પૂછ કરું છું તો યે શંકા નથી પડતી. ‘હું ચંદુ જ છું, હું ચંદુ જ છું' કહેશે. એ શંકા પડતી જ નથી, નહીં ?!
પછી હું હલાવ, હલાવ કરું ત્યારે વળી શંકા પડે, ને પછી વિચાર કરે કે આ દાદા કહે છે એ ય ખરું છે, વાતમાં કંઈ તથ્ય છે.' બાકી, એની મેળે, પોતાની મેળે શંકા કોઈને ય ના પડે.
પ્રશ્નકર્તા : એ શંકા પડે તો આગળ જાય ?
દાદાશ્રી : ના, એમ નહીં. એ શંકા એને માટે જ શબ્દ છે. ‘હું ચંદુભાઈ છું’ એ શંકા ‘હેલ્પ’ કરે છે. બીજી બધી શંકા તો આપઘાત કરાવડાવે. ‘હું ખરેખર ચંદુભાઈ હોઈશ ? અને આ બધાં કહે છે કે આમનો છોકરો છું, એ ખરેખર હોઈશ ?' એ શંકા પડી તો કામનું !!
એટલે શંકા રાખવા જેવી કઈ છે ? આત્મા સંબંધી શંકા રાખવાની
૧૨૪
આપ્તવાણી-૯
છે કે ‘આત્મા આ હશે કે તે હશે !' ખરો આત્મા જ્યાં સુધી જણાય નહીં, ત્યાં સુધી આખા જગતને શંકા હોય જ.
‘ચંદુભાઈ તે હું નિશ્ચયથી છું, ખરેખર જ આ ચંદુભાઈ હું જ છું’ એવું માને છે તેથી આરોપ બધા ઘડાયા. પણ હવે એની પર શંકા પડી ગઈને ? વહેમ પેસી ગયો ને ? ખરો વહેમ પેસી ગયો ! એ વહેમ તો કામ કાઢી નાખે. એવો વહેમ તો કોઈને પેસતો જ નથીને ! આપણે વહેમ પાડીએ તો ય ના પડે ને !
એ શંકા પડે જ શી રીતે ? અરે, સરકાર હઉ ‘એલાવ’ કરે ! સરકાર ‘એલાવ’ નથી કરતા ? ‘ચંદુલાલ હાજર હૈ ?” કહેતાંની સાથે ચંદુલાલ જાય તો સ૨કા૨ ‘એલાવ’ કરી દે ! પણ પોતાને શંકા પડે નહીં કોઈ દહાડો ય, કે હું ચંદુલાલ નથી ને હું આ બીજી રીતે ક્યાં ઝાલી પડ્યો છું, એવું.
પોતાની જાત પર શંકા પડે એવું બહાર છે નહીં ને ? દસ્તાવેજમાં ય લખે કે વકીલસાહેબે સહી કરી, કે તરત ‘એક્સેપ્ટ’! આટલા બધા લોક કબૂલ કરે છે, પછી એને શંકા જ શી રીતે પડે ?!
જૂઠા જ્ઞાત પર વહેમ (!)
એટલે પોતાના જ્ઞાનની ઉપર જે વહેમ પાડી આપે, એનું નામ ‘જ્ઞાની’! પોતાનું જ્ઞાન તો કોઈ દહાડો જૂઠું હોઈ જ ના શકે ને ? પણ ‘જ્ઞાની’ એ બધું કરી શકે, તો પોતાને વહેમ પડી જાય. એ ‘રોંગ બિલિફ’ નીકળી ગઈ એટલે કામ થઈ ગયું !
એક જણ તો મને એવું કહેવા માંડ્યા, દાદા, મને કોઈ દહાડો મારી જાત ઉપર શંકા નથી પડી, આજ મને શંકા પડી ગઈ.’ મેં કહ્યું, ‘હું ચંદુભાઈ છું, એ તમારા જ્ઞાન ઉપર ખરેખર વહેમ પડ્યો ને ?” વહેમ એટલે ‘ક્રેક' પડી ગઈ બધી. એટલે ‘હું ચંદુભાઈ છું' એ જ્ઞાન ઉપરેય
‘ક્રેક’ પડવી જોઈએ ને ? શંકા પડવી જોઈએ ને ! અને સાચા જ્ઞાનમાં
નિઃશંક રહેવાનું છે. આ તો જૂઠા જ્ઞાનમાં નિઃશંક રહ્યા, શંકા રહિત
રહ્યા !