________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૧૯૫ કહેવું છે કે એ મમતા કેવી જવી જોઈએ? કે પોતાનો એકનો એક છોકરો હોય તેના પરનીયે મમતા જતી રહે, અને એવી બધે જ મમતા જવી જોઈએ. આ ગુખે ગપ્પાં નથી. લોકોની પરીક્ષામાં તો ગુખ ગુણ્યા ગપ્પ કરીને જવાબ લાવે તોય પાસ થઈ જાય. પણ ‘જ્ઞાની'ની પરીક્ષામાં પાસ ના થાય. ત્યાં ગપ્પાં ના ચાલે. ત્યાં તો “એકઝેક્ટનેસ’ જોઈએ.
વિસ્તારેલી મમતા !
‘કોઈ ‘ઈસ્યોરન્સ’વાળો જોતો હોય કે આ સ્ટીમર ડૂબી રહી છે, તે પોતે આમ જુએ છતાં પણ એને અસર શું થાય ? અને સ્ટીમર ડૂબી જાય એટલે “ઇન્શ્યોરન્સ’વાળાએ પૈસા તો આપવા પડશે ને ?
પ્રશ્નકર્તા : હા, પૈસા તો આપવા પડે. દાદાશ્રી : પણ એને કંઈ અસર થાય ખરી ? પ્રશ્નકર્તા : તેમને અસર ના થાય.
દાદાશ્રી : કેમ એમ ? એટલે કંપનીની વસ્તુ હોય તે ખોવાઈ જાય તો કોને કોને ઉપાધિ થાય ?! બધાં ‘અમારું, અમારું' કહે, પણ છે કશી મમતા કોઈ જાતની ?
એવી બે જાતની મમતા હોવી જોઈએ. શરીર ઉપર પૂરી મમતા હોવી જોઈએ. અને બહારની મમતા, જે વિસ્તારેલી મમતા છે, તે આવી હોવી જોઈએ.
‘આ ઘર અમારું, આ ઘડિયાળ અમારું, આ વીંટી અમારી’ કહે છે એ બધી વિસ્તારેલી મમતા છે. પણ ‘જતી વખતે તો આ લોકો કાન તોડી લે ને દાગીના કાઢી લે.
દાદાશ્રી : આ ‘ઇસ્યોરન્સ’વાળાને જેમ કશી અસર ના થાય, એવી રીતે રહેવું જોઈએ.
રાખવી મમતા પણ.. એટલે જે મમતા કરેલી વસ્તુ આપણી જોડે આવે એટલી જ મમતા કરવાની. અગર તો એવી તે કઈ ચીજ છે કે જેનું આપણા ગયા પછી અસ્તિત્વ રહે નહીં ? ‘આ પગ મારો, હાથ મારો, નાક મારું, કાન મારો, આંખ મારી, આ આંગળી મારી, દાંત મારા, બત્રીસેય દાંત મારા.' - આ શરીરમાં તો બહુ ચીજો છે બળી. પણ આ આટલી મમતા કરે તોય બહુ થઈ ગયું. પછી ડખો જ ના રહે ને ! બાકી મમતા બહાર વિસ્તારવાની જરૂર નથી. વિસ્તારેલી મમતા તો ભૂલથી થઈ ગઈ છે. આ લોકોને. એ અણસમજણથી ઊભું થયું છે. બાકી મમતાની બહાર વિસ્તાર કરાય જ નહીં.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે આ શરીર પૂરતી જ મમતા રાખવાની ?
દાદાશ્રી : આ શરીર પૂરતી જ, અને એ મમતા પૂરેપૂરી રાખવાની. એને ખવડાવવું, પિવડાવવું, આ મમતામાં બધું બહુ સુખ છે. પણ આ સુખ નથી લેતા ને ‘આ ઘર મારું, આ પ્લોટ મારો, આ ફલાણું મારું, આ મારી વાઈફ !” અરે, નહીં કોઈ થાય તારું. જેને આપણે “મારું” કહીએ તે આપણા હાથમાં આવે નહીં. આપણે ‘પરમેનન્ટ’ છીએ. વિનાશી ચીજોનો મેળ આપણને પડે જ નહીં ને ? આનો ગુણાકાર જ ના થાય.
છેવટે તો આ દેહ આપણો નથી થવાનો તો વહુ કે' દહાડે આપણી થવાની ?! વહુ આપણી થાય ખરી ? આજે આ વહુને મમતા કર કર કરીએ અને પરમ દહાડે વહુએ ડાઈવોર્સ લીધો તો ? અને આ શરીરમાં તો કશું ભાંજગડ જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ આ શરીરમાં ઝાઝી મમતા રાખવા જેવું શું છે ?
દાદાશ્રી : તો બહારની મમતા કરવા જેવુંયે શું છે ? એટલે કશું તમારું નથી. તમારું હોય તે તમારી સાથે આવે. કાયદો એવો છે કે જે તમારી વસ્તુ છે એ તમારી સાથે આવે જ, નિયમથી જ આવે. જે તમારી
એટલે મમતાની ‘બાઉન્ડરી' હોવી જોઈએ. દરેકની ‘બાઉન્ડરી’ હોવી જોઈએ ને ? મમતાની ‘બાઉન્ડરી’ ના હોવી જોઈએ ?
પ્રશ્નકર્તા : એટલે વિસ્તારેલી મમતાવાળી વસ્તુઓ ઉપર રાગ-દ્વેષ ના રાખવો, એવું થયું ને ?