________________
આપ્તવાણી-૯
૧૨૫ એટલે અત્યાર સુધી જાણેલા જ્ઞાન ઉપર વહેમ પડે ને, ત્યારથી જ અમે જાણીએ કે એ જ્ઞાન તૂટી જવાનું થયું. જેમાં વહેમ પડ્યો, શંકા પડી ને, એ જ્ઞાન ઊડવાનું થયું. એટલે સામી શંકા પડે એવું જ્ઞાન હોવું જોઈએ ને ? અને સાચા જ્ઞાન ઉપર ક્યારેય શંકા પડે નહીં. વખતે આવરણને લીધે સમજણ ના પડે, તો એ વાત જુદી છે. બાકી, સાચા જ્ઞાન ઉપર શંકા ના પડે. કારણ કે અહીં શરીરમાં આત્મા છે ને !
વહેમ “અહંકાર' પર જ ! કોઈ દહાડો આ અહંકાર ઉપર વહેમ નથી પડ્યો. બધી વસ્તુ ઉપર વહેમ પડ્યો છે પણ અહંકાર ઉપર વહેમ નથી પડ્યો. “આ ચંદુભાઈ, તે હું છું’ એની ઉપર વહેમ પડ્યો એટલે અહંકાર ઉપર વહેમ પડ્યો કહેવાય.
અને ‘ચંદુભાઈ” પર વહેમ પડ્યો, એ કાઢી નાખવાનો નથી આપણે. એને ‘ડ્રામેટિક’ રાખવાનો છે. કોઈ ભર્તુહરિનો ખેલ કરતો હોય, તે આમ બધો પાઠ ભજવે. બૂમો પાડે, વૈરાગ લાવે, આંખમાં પાણી લાવે, રડે, અભિનય કરે. લોકો જાણે કે એને બહુ દુઃખ છે અને આપણે એને પૂછવા જઈએ કે, ‘કેમ તમને બહુ દુઃખ હતું ?” ત્યારે એ કહે, “ના, હું તો લક્ષ્મીચંદ છું. આ તો મારે ભર્તુહરિનો પાઠ ભજવવાનો આવ્યો.” એવું આ તમારે ‘ચંદુભાઈ’નો પાઠ ભજવવો પડશે. અને ‘પોતે કોણ છે એ જાણી ગયા, એટલે કામ થઈ ગયું !
ભવોભવથી નિઃશંકતા ! બાકી ‘પોતે કોણ છે” એના પર જ જો કોઈને શંકા પડતી નથી ને ! મહાન મહાન આચાર્યોને-સાધુઓને પણ પોતે જે નામ છે, તેની પર શંકા પડી નથી કોઈ દહાડો ! જો શંકા પડે તો ય આપણે જાણીએ કે સમ્યક્ દર્શન થવાની તૈયારીઓ થઈ રહી છે. એ શંકા જ પડતી નથી ન, પહેલી ! ઊલટાં એને જ સજ્જડ કરે છે અને આ બધું ક્રોધ-માનમાયા-લોભ તેને લીધે છે. આ અસત્યની પકડ પકડી છે, તે સત્યરૂપે એનું ભાન થયું છે કે આ સત્ય જ છે. અસત્યની બહુ વખત પકડ પકડવામાં આવે, ત્યાર પછી એ એને માટે સત્ય થઈ જાય. ગાઢરૂપે અસત્ય કરવામાં
૧૨૬
આપ્તવાણી-૯ આવે તો પછી સત્ય થઈ જાય. પછી એને અસત્ય છે એવું ભાન જ ના થાય, સત્ય જ છે એવું રહે.
એટલે અહીં જો શંકા પડે તો ક્રોધ-માન-માયા-લોભ બધું જતું રહે. પણ આ શંકા પડે નહીં ને ! કેવી રીતે પડે ?! કોણ પાડી આપે આ ? ભવોભવથી નિઃશંક થયેલો એ બાબતમાં પોતાને શંકા પડે એવું કોણ કરી આપે ? જે ભવમાં ગયો ત્યાં આગળ જે નામ પડ્યું, ત્યાં એને જ સત્ય માન્યું. શંકા જ પડતી નથી ને ! કેટલી બધી મુશ્કેલી છે ?! અને તેને લઈને આ ક્રોધ-માન-માયા-લોભ ઊભાં રહ્યાં છે ને ! તમે જો ‘શુદ્ધાત્મા’ છો તો ક્રોધ-માન-માયા-લોભની જરૂર નથી. અને તમે જો “ચંદુભાઈ છો તો ક્રોધ-માન-માયા-લોભની જરૂર છે. આખા શાસ્ત્રોનું ‘સોલ્યુશન’ અહીં આગળ આ એકલું જ જાણવામાં થઈ જાય ! પણ તે આત્મજ્ઞાન જાણવું કેવી રીતે ? અને આત્મજ્ઞાન જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું. પણ એ જાણે શી રીતે ?!
આભા સંબંધી નિઃશંકતા ?! હવે ભગવાને આત્મા સંબંધી શંકા કોઈને જાય નહીં, એમ કહ્યું. કૃષ્ણ ભગવાનને એ શંકા ગઈ હતી. બાકી, આત્મા સંબંધી શંકા-કે ‘આત્મા આવો હશે કે તેવો હશે, ફલાણો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે ? થોડું ઘણું તો એ કર્તા હશે ને ? અમુક બાબતમાં એ કર્તા હશે જ ને ?” એવી શંકા પાછી રહ્યા કરે. નહીં તો કહેશે, ‘કર્યા વગર તો કેમ ચાલે આ ગાડું ?” અલ્યા, તને ના ખબર પડે. એ તો ‘જ્ઞાની પુરુષ જ જાણે કે આ શી રીતે ચાલી રહ્યું છે ! હવે એ આત્મા ‘જ્ઞાની'એ જામ્યો તેવો હોય, આ પુસ્તકમાં લખેલો તેવો ના હોય. પુસ્તકમાં આત્મા સંબંધી વાત જ નથી કોઈ.
એટલે આત્મા સંબંધી શંકારહિત કોઈ થયેલો જ નહીં. આ તો કહેશે, ‘આટલી ભાવના તો આત્માની હોવી જ જોઈએ ને !' હવે એ જેને આત્મા માની રહ્યા છે, તેને હું નિશ્ચેતન ચેતન કહું છું. હવે ત્યાં આગળ આત્મા શી રીતે પ્રાપ્ત થાય ? શંકા જ રહે ને, પછી !
જગત બધું આત્માની શંકામાં જ પડેલું છે. લોક મને પૂછે છે કે,