________________
૧૪૧
આપ્તવાણી-૯ છો ?” ત્યારે ભગવાન શું કહે છે ? ‘એ તન્મયાકાર નથી થયો, એની સમજણમાં ફેર છે.’
એ તન્મયાકાર નથી થયો. પણ આ તો ખાલી શંકા પડેલી છે. બીજાને કેમ શંકા નથી પડતી ? બીજાને શંકા પડે ખરી ? ના. એ લોકોને ‘હું છુટો છું” એવું વિચારમાં જ નથી આવ્યું. એટલે તમે છુટ્ટા જ છો. અને તો યે ‘હું તન્મયાકાર થઈ ગયો હોઈશ કે શું ?” તે શંકા પડી તોયે ભગવાન ‘લેટ-ગો’ કરે છે. પણ છેવટે એ ધીમે ધીમે અભ્યાસ કરી, એય શંકા ના પડવી જોઈએ, એમ ભગવાન કહે છે.
તિજ શુદ્ધત્વમાં નિઃશંકતા ! દર અસલ આત્મા તો ‘આકાશ' જેવો છે, અને આ શુદ્ધાત્મા એ તો એક સંજ્ઞા છે. શી સંજ્ઞા છે ?
પ્રશ્નકર્તા : ઓળખવા માટે.
દાદાશ્રી : ના. આ દેહથી ગમે એટલા તારાથી કાર્ય થાય, સારાં થાય કે ખોટાં થાય, તું તો શુદ્ધ જ છે. ત્યારે કોઈ કહે કે, “હે ભગવાન, હું શુદ્ધ જ છું? પણ આ દેહે અવળા કામ થાય તે ?” તોય ભગવાન કહે, ‘એ કાર્ય તારાં હોય. તું તો શુદ્ધ જ છે. પણ જો તું માને કે આ કાર્ય મારાં, તો તને ચોંટશે.’ એટલા માટે શુદ્ધાત્મા શબ્દ, એ સંજ્ઞા લખેલી છે.
અને ‘શુદ્ધાત્મા’ શાથી કહ્યું “એને’ ? કે આખો સંસાર કાળ પૂરો થવા છતાં ‘એને’ અશુદ્ધતા અડતી નથી, એટલે શુદ્ધ જ છે. પણ ‘શુદ્ધાત્મા'ની ‘પોતાને’ ‘બિલિફ' ના બેસે ને ? ‘હું' શુદ્ધ કેવી રીતે ? ‘મારાથી આટલાં પાપ થાય છે, મારાથી આમ થાય છે, તેમ થાય છે.” એટલે હું શુદ્ધ છું એ ‘બિલિફ’ ‘એને’ બેસે નહીં, ને શંકા રહ્યા કરે કે ‘હું શુદ્ધાત્મા છું કેવી રીતે કહેવાય ? મને શંકા છે.”
એટલે આ જ્ઞાન’ પછી હવે ‘તને’ હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું છે. માટે હવે તારાથી ગમે તે કાર્ય થાય, સારું અગર નરસું, એ બન્નેનો માલિક “તું” નથી. ‘તું શુદ્ધ જ છે. તને પુણ્યનો ડાઘ પડવાનો નથી અને
૧૪૨
આપ્તવાણી-૯ પાપનોયે ડાઘો પડવાનો નથી. માટે “તું” શુદ્ધ જ છે. તને શુભનોયે ડાઘો પડવાનો નથી અને અશુભનોય ડાઘો પડવાનો નથી. અમે “જ્ઞાન” આપતાંની સાથે જ કહીએ છીએ ને, કે હવે તને આ બધું નહીં અડે. એ નિઃશંક થાય ત્યાર પછી એનું ગાડું ચાલે. તને જો શંકા પડશે તો તને ચોંટશે અને તું નિઃશંક છે તો તને નહીં અડે ! ‘દાદા'ની આજ્ઞામાં રહ્યો કે તને નહીં અડે !
મૂળ હકીકતમાં, શંકા પાડવા જેવી છે જ નહીં. ખરેખર કશું કરતો જ નથી. આવી “તું” કોઈ ક્રિયા કરતો જ નથી. આ તો ખાલી ભ્રાંતિ જ છે, આંટી પડી ગયેલી છે. એટલે શુદ્ધાત્મા તે સંજ્ઞા, પોતે શુદ્ધ જ છે, ત્રણેય કાળ શુદ્ધ જ છે, એ સમજાવવા માટે છે. માટે એ સંજ્ઞામાં રહેવાય એટલે પછી મજબૂત થઈ જાય. ત્યાર પછી ‘કેવળજ્ઞાન સ્વરૂપ” આપણું !
બાકી, ‘દરઅસલ આત્મા’ તો ‘કેવળજ્ઞાન સ્વરૂપી’ જ છે. એટલે અમારામાં ને તમારામાં ફેર શો ? ‘અમે’ ‘કેવળજ્ઞાન સ્વરૂપે’ રહીએ છીએ અને ‘તમે' (મહાત્માઓ) શુદ્ધાત્મા તરીકે રહો છો. તમને મૂળ આત્માની જે શંકા હતી તે જતી રહી, એટલે બીજી શંકાઓ જતી રહે. પણ છતાંય મહીં બુદ્ધિશાળી માણસોનેય પાછી શંકા, મૂળ સ્વભાવ એ હોય ને, તો ફરી શંકા ઊભી થઈ જાય.
શંકા રાખવા જેવું છે જ ક્યાં ?! પ્રશ્નકર્તા : આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા રહી નથી ને અમે ‘કન્વીન્સ’ થઈ ગયા છીએ.
દાદાશ્રી : હા, અહીં શંકા રહે નહીં ને ! અને શંકા રાખવા જેવું જગત જ નથી. જો શંકા રાખવા જેવું જગત હોત ને, તો હું તમને કહેતા જ નહીં કે “હેય, મારી ગેરહાજરીમાં તમે આવી તેવી શંકા ના કરશો.’ આ તો મેં તમને ખાજો, પીજો, બધુંય કહ્યું. અને આવી શંકા ને એ બધું ના કરશો, એમેય કહ્યું, કારણ કે નિઃશંક જગત મેં જોયું છે, ત્યારે જ હું તમને કહું ને ?! જગત મેં જોયું છે નિઃશંક, તે આ દિશામાં નિઃશંક છે અને બીજી આ દિશામાં શંકાવાળું છે. તો આ નિઃશંકવાળી દિશા બતાડી દઉં, એટલે પછી ભાંજગડ જ નહીં ને !