________________
આપ્તવાણી-૯
૧૧૭ ‘ઇફેક્ટ’ આવતા ભવમાં પણ થવાની છે ?
દાદાશ્રી : જેનું બીજ પડે ને, તેનાં ફળ આવે. માટે બીજમાંથી જ કાઢી નાખવાનું. શંકાનું બીજ ઊગ્યું હોય ને, એટલે આપણને ખબર પડી જાય કે આ કપાસનો છોડવો નહીં પણ બીજો છોડવો છે. એટલે એને કાઢીને ઊખેડીને ફેંકી દેવું કે જેથી ફરી એનું બીજ જ ના આવે ને ! કૂંડું આવે ત્યારે ફરી પાછું બીજ પડે ને ?!
પ્રશ્નકર્તા : પછી બીજા ભવમાં નડે નહીં ?
દાદાશ્રી : બીજ ના પડે તો બીજા ભવમાં કશું ય અસર ના થાય. આ ગયા અવતારે બીજ પડેલું, તેથી આ શંકા ઉત્પન્ન થઈ માટે હવે બીજ જ ઉત્પન્ન ના થવા દેવું. માટે આ જગત શંકા કરવા જેવું નથી. નિરાંતે સૂઈ જવું.
પ્રશ્નકર્તા : નિઃશંક દ્રષ્ટિ થાય તો જ નિર્દોષ દેખાય.
દાદાશ્રી : મને તેથી તો નિર્દોષ દેખાય છે. હવે તમે શુદ્ધાત્મા થયા પછી મન બદલાય નહીં, એ ‘ડિસ્ચાર્જ રૂપે છે. મન શંકાશીલ થયું હોય તો શંકાશીલ અને અવળું કહે તો અવળું, એમાં ગભરાવાનું કોઈ કારણ નથી. “આપણે” જોયા કરવું. એ કહેશે, “આપણે મરી જઈશું' તો ય શું ? ‘જે થાય એ થશે એમાં ય અમને વાંધો નથી,’ કહીએ.
પ્રતિક્રમણથી પ્યૉરિટી'! પ્રશ્નકર્તા : પણ કોઈ વખતે પ્રકૃતિમાં જ પેલી શંકાની ગૂંચ પડી ગઈ હોય ને, એ કેવી રીતે છેદાય ?
દાદાશ્રી : ‘દાદા’ શું કહે છે કે શંકા રાખશો જ નહીં. શંકા આવે તો કહીએ, ‘જા, દાદાને ત્યાં !” એવો ઉદય આવે તો પણ એ ઉદય અને આપણે બે જુદાં જ છીએ.
પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી છતાં શંકા આવે, તો તે શી રીતે દૂર કરવી ?
૧૧૮
આપ્તવાણી-૯ દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી, તેથી શંકા આવે છે.
પ્રશ્નકર્તા : આપણા કર્મનાં ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાય ને ?
દાદાશ્રી : ઓછું થાય. અને “આપણને ભોગવવું નથી પડતું. ‘આપણે’ ‘ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાય ને ! પછી રાગે પડી જશે.
આ તો કર્મના ઉદયથી બધાં ભેગાં થયેલાં છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાની ય ફેરવી શકવાનાં નથી. તો આપણે શા માટે બે ખોટ ખાવી ?
પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે.
દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે લાગે છે એવું અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. કોઈ પણ માણસ માટે કશી શંકા આવે તો પ્રતિક્રમણ કરવાં.
ત્યાં “ચાર્જ થાય ! પ્રશ્નકર્તા: આ જ્ઞાન” લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે એ વાત બરાબર છે. પણ એમાં કોઈક ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ?
દાદાશ્રી : ‘ચાર્જ' થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ “ચાર્જ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ‘ચાર્જિંગ’વાળું માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી, એ પછી ભૂલી જઈએ એ શંકાની કિંમત જ નથી.
પ્રશ્નકર્તા તો પછી બિન્દાસ રહેવાનું? નીડર ને બેફામ રહેવાનું?