________________
આપ્તવાણી-૯
૧૦૩
જ વળગ્યું. ‘આ જ લઈ ગયો કે આણે આમ કર્યું.’ એ પેઠી શંકા ! એ ભૂત વળગ્યું આપણને. પેલાનું તો જે થવાનું હશે તે થશે, પણ આપણને ભૂત વળગ્યું. આ ‘દાદા’ એવા ચોક્કસ, જરાય કોઈની પર શંકા ના કરે. પાછા જાણે બધું ય, પણ શંકા ના કરે.
‘કહેતાર’ તે ‘કરતાર' બે જુદાં !
સંસારમાં કોઈ પણ પ્રકારની શંકા રાખવી એ ગુનો છે. શંકા રાખવાથી કામ થતું નથી. આ ‘જ્ઞાન’ પ્રાપ્ત થયું, તે હવે નિઃશંક મને કામ કર્યે જાવ ને ! પોતાનું ડહાપણ કરવા ગયા તો બગડશે અને સહજ મૂકશો તો કામ થઈ જશે. એમ ને એમ કામ કરશો, તેના કરતાં સહજ મૂકશો તો સારું કામ થશે. શંકા સહેજ પણ રહે ત્યાં કંઈ પણ કાર્ય થતું નથી.
પ્રશ્નકર્તા : છતાં કોઈ પણ કાર્ય કરવામાં શંકા-કુશંકા થયા કરે છે, તો શું કરવું ?
દાદાશ્રી : એ ભાંજગડવાળું જ ને ! એ જરા મુશ્કેલીમાં મૂકે. પ્રશ્નકર્તા ઃ તો શું કરવું પણ ?
દાદાશ્રી : શું કરવાનું ? ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહેવું કે, ‘શંકાકુશંકા કરશો નહીં. જે આવે તે કરવાનું.' બસ, એટલું જ. ‘એ’ શંકાકુશંકા કરે તો ‘આપણે' કહેનાર છીએ ને, જોડે જોડે. પહેલાં તો કોઈ કહેનાર જ નહોતું એટલે ગૂંચાતા હતા. હવે તો પેલું કહેનાર છે ને ! ત્યાં શૂરવીરતા હોવી ઘટે !
નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે કામ ના કરવું. અગર તો એ કામ આપણે છોડી દેવું. શંકા ઊભી થાય એવું કાર્ય કરવું નહીં.
અહીંથી અમદાવાદ જવા સંઘ નીકળ્યો, હેંડવા માંડ્યો. મહીં કેટલાક કહેશે, ‘અરે, વખતે વરસાદ પડશે ને પાછું પહોંચાશે નહીં, એનાં કરતાં પાછા હેંડો ને !’ એવી શંકાવાળા હોય તો શું કરવું પડે ? એવા
૧૦૮
આપ્તવાણી-૯ બે-ત્રણ જણ હોય તો હાંકી મેલવા પડે પાછા. નહીં તો એ તો આખું બધું ટોળું બગડે. એટલે શંકા હોય ને, ત્યાં સુધી કશો ભલીવાર ના આવે. એનાથી કોઈ કામ થઈ ના શકે. બહુ પ્રયત્નો કરે, બહુ પુરુષાર્થ કરે, ત્યારે તે વળી જાય તો વળી જાય. વળી જાય તો સારું. બધાં ખુશી થાય ને !
શૂરવીરતા હોય, તે કોઈક દહાડો ફેંકી દે તો બધું ફેંકીને ચાલતો થઈ જાય અને એ ધારે એવું કામ કરી શકે. એટલે શૂરવીરપણું રાખવું જોઈએ કે ‘મને કંઈ થાય નહીં.' આપણે ઝેર ખાવું હોય તો ખાઈએ ને ના ખાવું હોય તો કોણ ખવડાવે ?
આપણને કહે, ‘હમણે ગાડી અથડાઈ પડશે તો ?’ એવું ડ્રાઈવર કહે તો આપણે કહીએ, ‘રહેવા દે, તારું ડ્રાઈવિંગ બંધ કર. ઊતરી પડ. બહુ થઈ ગયું.' એટલે એવા માણસને અડવા યે ના દેવાય. શંકાવાળાની જોડે તો ઊભું જ ના રહેવું. આપણું મન બગડી જાય. શંકા કેમ આવવી જોઈએ ? ચોખ્ખું હોવું જોઈએ. વિચાર તો ગમે તેવાં આવે તો ય પણ આપણે ‘પુરુષ’ છીએ ને ? પુરુષ ના હોય તો માણસ મરી જાય. પુરુષ થયા પછી પુરુષાર્થમાં શંકા હોતી હશે ? પુરુષ થયા પછી ભય શો ? સ્વપુરુષાર્થ ને સ્વપરાક્રમ ઊભાં થયાં છે. પછી ભય શો ?
પ્રશ્નકર્તા ઃ શૂરવીરતા રાખવી પડે કે એની મેળે રહે ?
દાદાશ્રી : રાખવી પડે. આપણે ‘ગાડીનું એક્સિડન્ટ થશે’ એવું ના વિચારીએ તો ય એ થવાનું હોય તો છોડે છે કંઈ ? અને વિચારે તેને ? તેને ય થવાનું. પણ વિચાર્યા વગર બેસે છે, એ શૂરવીર કહેવાય. એને વાગે ય ઓછું, બિલકુલ ઓછું વાગે ને બચી જાય.
ગાડીમાં બેઠા પછી એવી શંકા પડે છે ‘પરમ દહાડે ટ્રેન અથડાઈ હતી, તો આજે અથડાશે તો શું થાય ?’ એવી શંકા કેમ નથી આવતી ? એટલે જે કામ કરવું એમાં શંકા રાખવી નહીં ને તમને શંકા આવે તો એ કામ કરવું નહીં. ‘આઈધર ધીસ ઓર ધેટ !’ આવું તે હોતું હશે ? એવી વાતો કરતા હોય તેને ય ઊઠાડીને કહેવું કે, ‘ઘેર જા. અહીં નહીં.’ શૂરાતનની વાત જોઈએ.